'કૉમેડી નાઇટ્સ વિથ કપિલ' માં દાદીનું કૅરૅક્ટર ભજવવા માટે અલી અસગર તૈયાર નહોતો

‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’નો છેલ્લો શો આજે રાતે રજૂ કરવામાં આવશે, જેમાં દાદીનું પાત્ર ભજવનાર અલી અસગર પહેલાં આ પાત્ર ભજવવા તૈયાર નહોતો.

ali asgar


આજે આ શોમાં અક્ષયકુમાર અને નિમ્રત કૌર ‘ઍરલિફ્ટ’ને પ્રમોટ કરતાં જોવા મળશે. અલીએ પહેલાં ‘કૉમેડી સરકસ’માં મહિલાનું પાત્ર ભજવ્યું હતું અને ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’ માટે જ્યારે તેને ઑફર કરવામાં આવી ત્યારે તે એ પાત્ર ભજવવા તૈયાર નહોતો. એ વિશે જણાવતાં તે કહે છે, ‘મહિલાનું પાત્ર ફરી ભજવવા હું તૈયાર નહોતો. મહિલાનું પાત્ર ભજવીને હું કંટાળી ગયો હતો. એવું નહોતું કે મને કપિલ શર્મા પર ભરોસો નહોતો. કપિલે મને બે-ત્રણ એપિસોડ માટે મહિલાનું પાત્ર ભજવ્યા બાદ નિર્ણય લેવા જણાવ્યું હતું. આ શો પહેલાં ૨૬ એપિસોડ માટે જ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ એને મળેલી અદ્ભુત પૉપ્યુલરિટી માટે એ ચાલુ જ રાખવામાં આવ્યો હતો. આ શોમાં કિસ કરવાનું પણ અચાનક જ બન્યું હતું. અમને ખબર નહોતી કે કિસ દર્શકો અને સેલિબ્રિટીઓ પણ આટલું બધું પસંદ કરશે. જ્યારે અમિતાભ બચ્ચન શોમાં આવ્યા હતા ત્યારે શું કરવાનું એ અમને કહેવામાં આવ્યું હતું. હું ખૂબ જ નર્વસ હતો, પરંતુ તેમણે ખૂબ જ ફ્રેન્ડ્લી વ્યવહાર કર્યો હતો. હું તેમને કિસ કરું એ પહેલાં જ તેમણે મને કિસ કરી લીધી હતી. મેં ઘણા શો કર્યા છે, પરંતુ આ શોને મળેલો પ્રતિભાવ મેં ક્યાંય નથી જોયો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK