કૅમ્પેનને બદલે પર્સનલી દાન કરવામાં વધુ માને છે બિગ બી

અમિતાભ બચ્ચનનું કહેવું છે કે કોઈ કૅમ્પેન સાથે જોડાવા કરતાં પર્સનલી કોઈ દાન કરવામાં આવે તો એને વધુ સરળતાથી પાર પાડી શકાય છે.

ોસગૂોવપ

બિગ બીએ મંગળવારે ગોરેગામમાં આવેલા ફિલ્મસિટીમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની દસમી સીઝનની પ્રેસ-કૉન્ફરન્સમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં અમિતાભ બચ્ચને તેમની દાન કરવાની પદ્ધતિ િïવશે લોકોને માહિતી આપી હતી. તેમણે ઘણું દાન કર્યું છે અને હાલમાં જ કેરળ માટે તેમણે કપડાં સહિત પૈસાનું પણ દાન કર્યું છે. ચૅરિટી વિશે વધુ જણાવતાં બિગ બીએ કહ્યું હતું કે ‘દેશમાં એવા કેટલાય મુદ્દાઓ છે જે મારા હૃદયને સ્પર્શી ગયા છે. ખેડૂતોની આત્મહત્યાથી હું હચમચી ગયો હતો. ઘણાં વર્ષો પહેલાં જ્યારે હું વિશાખાપટ્ટનમમાં શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે મને જાણ થઈ કે કેટલાક ખેડૂતોએ થોડા હજાર રૂપિયાની લોન ચૂકવવા માટે અસમર્થતા જણાતાં આત્મહત્યા કરી હતી. મારા માટે આ ખૂબ જ ભયાવહ હતું. મેં પચાસ કુટુંબોનું લિસ્ટ મગાવ્યું હતું અને તેમની લોન ચૂકવી દીધી હતી. તાજેતરમાં પણ મેં બસો ખેડૂતોનું લિસ્ટ મગાવ્યું હતું અને તમામની સવા કરોડ રૂપિયા સુધીની લોન મેં ચૂકવી દીધી છે. સાથે જ એ વાતથી પણ મને ઘણું દુ:ખ થાય છે કે આપણા દેશના સૈનિકો શહીદ થઈ રહ્યા છે. હું ચીફ મિનિસ્ટરની ઑફિસનો આભાર માનું છું કે તેમણે મને એ ૪૪ પરિવારનું લિસ્ટ આપ્યંહ હતું જેના આધારે અમે કેટલાક કરોડની રકમના એકસો બાર ડિમાન્ડ ડ્રાફ્ટ્સ બનાવ્યા છે. હું આવા કામ માટે કૅમ્પેન સાથે નથી જોડાતો, કારણ કે એ લાંબો સમય લઈ લે છે. એમાં ઘણી ફૉર્માલિટીઝ અને કાયદાકીય પ્રક્રિયાઓ સામેલ હોય છે, પરંતુ જ્યારે તમે પોતે કોઈ કામ હાથમાં લો તો એ ઝડપથી પૂરું થાય છે.’

બૉલીવુડની નવી જનરેશનને હિન્દીમાં બોલવા માટે વિનંતી કરતા બિગ બી

અમિતાભ બચ્ચનનું માનવું છે કે બૉલીવુડની નવી જનરેશને હિન્દીમાં વધુ વાત કરવી જોઈએ. તેઓ વધુપડતી અંગ્રેજીનો ઉપયોગ કરે છે, પરંતુ બિગ બી હિન્દી ભાષાને વધુ મહkવ આપવામાં માને છે. ‘કૌન બનેગા કરોડપતિ’ની પ્રેસ-કૉન્ફરન્સમાં બિગ બીને પૂછવામાં આવ્યું હતું કે શું તેમને લાગે છે કે આજના યુવા ઍક્ટર્સ હિન્દીનો વધુ ઉપયોગ કરવાની જગ્યાએ અંગ્રેજીનો વધુ ઉપયોગ કરે છે? આ વિશે પૂછતાં બિગ બીએ કહ્યું હતું કે ‘હું આ ઑબ્ઝર્વેશન સાથે સહમત છું. સાચું કહું તો આજે મને કોઈ પણ સ્ક્રિપ્ટ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીને હિન્દીમાં લખીને આપી હોય તો હું એને રિટર્ન કરી દઉં છું અને તેમને પ્રૉપર હિન્દી શબ્દ અને ભાષામાં આપવા માટે કહું છું. મારા શોની જ વાત કરું તો હું કોઈના પર પણ દબાણ નથી રાખી રહ્યો, કારણ કે આ શો પહેલેથી જ હિન્દીમાં છે અને હું હિન્દીમાં બોલું છું. આ શો દ્વારા યુવા જનરેશનને હિન્દી ભાષામાં બોલવા માટે પ્રેરણા મળે તો એ સારી વાત છે.’

કૌન બનેગા કરોડપતિના શૂટિંગ માટે રાતે સેટ પર પણ રહેવા તૈયાર હતા અમિતાભ


અમિતાભ બચ્ચનનું કહેવું છે કે તેઓ તેમના ગેમ-શો ‘કૌન બનેગા કરોડપતિ’ના શૂટિંગ માટે રાતે સેટ પર રહેવા પણ તૈયાર હતા. આ શોની શરૂઆત ૨૦૦૦માં થઈ હતી, જેને અઢાર વર્ષ થયાં છે. આ શો દ્વારા બિગ બીની કરીઅર ફરી પાટા પર આવી ગઈ હતી અને એથી જ આ શો તેમના દિલની ખૂબ જ નજીક છે. આ શોની નવ સીઝન આવી ચૂકી છે અને એમાંથી એક જ સીઝન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી.  બિગ બીએ દર વર્ષે આ શોની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ છે જે આગામી અઠવાડિયાથી શરૂ થઈ રહ્યો છે. આ શોનું શૂટિંગ ફિલ્મસિટીના સાતમા ફ્લોર પર કરવામાં આવ્યું છે, જેને બિગ બી પોતાના માટે લકી માને છે. આ વિશે વધુ જણાવતાં બિગ બીએ કહ્યું હતું કે ‘અમે એક દિવસમાં બે એપિસોડનું શૂટિંગ કર્યું હતું. ઘણી વાર કોઈ ટેક્નિકલ ખામીને કારણે અમારે મોડી રાત સુધી શૂટિંગ કરવું પડતું હતું. હું ઘણી વાર વિચારતો હતો કે આપણી પાસે કેમ એવી કોઈ સિસ્ટમ નથી જેથી હું ઘરે જવાની જગ્યાએ સેટ પર રાતે રોકાઈ શકું? આ સેટ મને ખૂબ જ ગમે છે અને એમાં હાજરી આપવી મને ખૂબ જ પસંદ છે.’

શો વિશે વધુ જણાવતાં બિગી બીએ કહ્યું હતું કે ‘આ શોમાં કંઈક તો સ્પેશ્યલ છે જેનાથી હું દર વર્ષે અહીં ખેંચાઈ આવું છું. આ શોના સ્પર્ધકો પાસેથી મને મારી દરેક નવી મુસાફરી શરૂ કરવા માટે શક્તિ મળે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK