આમિર ખાન સાથે કામ કરનાર કવિ કુમાર આઝાદની લાઇફ વિશે જાણો

જોકે તેમના વજનને કારણે તેમને ઘણી તકલીફ પડી હતી. ટીવી-સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ દ્વારા ઘર-ઘરમાં જાણીતા બનવા પહેલાં તેમણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

aamir

બાળપણથી બનવું હતું ઍક્ટર

કવિ કુમાર આઝાદને બાળપણથી ઍક્ટર બનવું હતું. જોકે તે જેમ-જેમ મોટા થઈ રહ્યા હતા તેમ-તેમ તેમનું વજન વધી રહ્યું હતું. ઍક્ટિંગ કરવાના તેમના સપનાં પર પાણી ફરી વળવાની તૈયારીમાં હતું, પરંતુ તેમણે હાર નહોતી માની. વજન હોવા છતાં તેમણે સતત તેમનાં સપનાં પૂરાં કરવા પાછળ મહેનત કરી હતી. ટુન-ટુન તરીકે જાણીતાં કૉમેડિયન-ઍક્ટ્રેસ ઉમાદેવી ખત્રી જ્યારે કવિ કુમાર આઝાદને મળ્યાં હતાં ત્યારે તેમણે કહી દીધું હતું કે તે મોટો થઈને ઍક્ટર બનશે અને કવિએ એ કરી પણ દેખાડ્યું હતું.

ઍક્ટિંગનો વિરોધી હતો પરિવાર

કવિ કુમાર આઝાદનો જન્મ બિહારમાં થયો હતો. તેમના પપ્પાને બિઝનેસમાં નુકસાન થયું હતું. તેમના ઘરની હાલત ખરાબ હતી. તેમને ઍક્ટર બનવું હતું, પરંતુ તેમનો પરિવાર એની વિરુદ્ધ હતો. એમ છતાં કવિ કુમાર આઝાદ તેમના ઍક્ટિંગ કરવાના નિર્ણયને વળગી રહ્યા હતા અને તેમણે દિલ્હીમાં ઍક્ટિંગની ટ્રેઇનિંગ લીધી હતી. ત્યાર બાદ તે કામની શોધ માટે મુંબઈ આવ્યા હતા.

ફિલ્મોમાં કામ ન મળતાં ટીવી-ક્ષેત્રે ઝંપલાવ્યું

કવિ કુમાર આઝાદ કામની શોધમાં મુંબઈ આવી ગયા હતા. જોકે તેમની પાસે પૈસા ન હોવાથી તેમણે ઘણી રાત મુંબઈના રસ્તા પર પસાર કરવી પડી હતી. કવિને પહેલી વાર કામ આમિર ખાનની ૨૦૦૦માં આવેલી ‘મેલા’માં મળ્યું હતું. આ ફિલ્મ બાદ તેમને ૨૦૦૩માં આવેલી પરેશ રાવલની ÒFun2shh...’માં કામ મળ્યું હતું. આ ફિલ્મમાં કામ કર્યા બાદ પણ તેમને વધુ કામ નહોતું મળી રહ્યું. ત્યાર બાદ કવિ કુમાર આઝાદે ટીવીમાં કામ મેળવવા માટે કોશિશ કરી હતી. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ૨૦૦૯માં નિર્મલ સોનીએ ડૉક્ટર હાથીનું પાત્ર છોડતાં તેમના પાત્ર માટે કવિ કુમાર આઝાદને પસંદ કરવામાં આવ્યા હતા. આ પાત્ર બાદ કવિ કુમાર આઝાદ ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયું હતું.

વજન બન્યું પરેશાનીનું કારણ

કવિ કુમાર આઝાદનું વજન ૨૦૧૦ના ઑક્ટોબરમાં ૨૫૪ કિલોગ્રામની આસપાસ હતું. તેમનું સતત વજન વધી રહ્યું હોવાથી તેમણે ૨૦૧૦માં સર્જરી કરાવવી પડી હતી. આ સર્જરીમાં તેમનું વજન અંદાજે ૮૦ કિલોની આસપાસ ઓછું કરવામાં આવ્યું હતું. સર્જરી બાદ કવિ કુમાર આઝાદને તેમની ફેવરિટ ડિઝર્ટ અને નૉનવેજ આઇટમની પરેજી પાડવી પડી હતી. તેઓ આજ સુધી એ ડિશથી દૂર રહ્યા હતા. જોકે ઘટાડેલું વજન થોડુંક ફરી વધી ગયું હતું.

કવિતાના શોખીન

કવિ કુમાર આઝાદને તેમના નામની જેમ કવિતાનો પણ શોખ હતો. તે તેના ફ્રી સમયમાં કવિતા લખતા હતા. કવિતાની સાથે તેઓ બાળકો સાથે પણ સમય પસાર કરવાનું પસંદ કરતા હતા.

કવિ કુમાર આઝાદની અંતિમયાત્રા આજે સાડાબારથી એક વાગ્યાની વચ્ચે મીરા રોડ હિન્દુ સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવશે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK