૨૦૭ કિલો વજનના ડૉક્ટર હાથી દિવસની માત્ર ૩ રોટલી ખાતા હતા

બપોરે જમવામાં તે બે રોટલી ખાતા અને ડિનરમાં એક રોટલી. ઑલમોસ્ટ આઠ વર્ષ સુધી તેમની સાથે સિરિયલમાં કામ કરનારા ભવ્ય ગાંધીને હજી બે દિવસ પહેલાં જ તેમની સાથે વાત થઈ ત્યારે પોતાનું લેટેસ્ટ વજન ૨૦ કિલો હોવાનું કહીને તે હસતાં-હસતાં બોલ્યા હતા, પર્સનાલિટી વજનદાર હોની ચાહિએ.

b havya

ભવ્ય ગાંધી

બે દિવસ પહેલાં એમ જ તેમની સાથે ફોન પર વાત થઈ. સિરિયલના બે ઍક્ટર એવા જેમની સાથે મને પહેલેથી જ વધારે બનતું. એ બેમાંથી એક એટલે ડૉક્ટર હંસરાજ હાથી (કવિ કુમાર આઝાદ). એવું નહોતું કે મને એકને જ તેમની સાથે બનતું, પણ બધાં બાળકોને તેમની સાથે બને. બચ્ચાં તેમને ખૂબ વહાલાં અને એટલે જ અમારો એક નિયમ હતો કે બપોરનું લંચ ખાઈને અમે બધા તેમની વૅનિટી વૅનમાં ઘૂસી જઈએ. ચૉકલેટ કે પીપર કે પછી કોઈ ને કોઈ સ્વીટ તેમની પાસે હોય જ અને જો ન હોય તો તે તરત જ કોઈને બોલાવીને આઇસક્રીમ લેવા માટે મોકલે અને અમને બધાને આઇસક્રીમ ખવડાવે.

હંમેશાં જૉલી મૂડમાં જ હોય. કોઈના પર ગુસ્સે થાય નહીં અને જો કોઈ ગુસ્સે થયું હોય તો હાથ જોડીને પ્રેમથી માફી પણ માગી લે. બીજા લોકોનો ઝઘડો ચાલતો હોય તો પણ તે એમાં પડે અને તરત જ સુલેહ કરાવી દે. હંમેશાં એવું કહે કે લડને-ઝઘડને સે ક્યા મિલેગા, પ્યાર સે રહો. સેટ પર નૅચરલી અમે બધાં બાળકો ઝઘડી પડીએ એવું બને તો પણ તે આવીને એમાં પણ સુલેહ કરાવે. નાનામાં નાની વાતમાં પણ તે પૉઝિટિવિટી શોધે અને એ પૉઝિટિવિટીને પકડીને જ ચાલે. બે દિવસ પહેલાં વાત થઈ ત્યારે મેં તેમને તેમના વેઇટનું પૂછ્યું હતું. ઍક્ચ્યુઅલી ૨૦૧૦માં તેમણે સૈફી હૉસ્પિટલમાં સર્જરી કરાવી હતી. એ સર્જરી પછી તેમનું વેઇટ લગભગ એંસી કિલો જેટલું ઘટ્યું પણ હતું અને એ રીતસર દેખાતું પણ ખરું. એકદમ ફ્રેશ લાગે અને તેમની સ્કિનમાં પણ ગ્લો દેખાવા માંડી હતી, પણ પછી ફરીથી ધીમે-ધીમે વેઇટ વધવાનું શરૂ થયું. આ વેઇટ શું કામ વધતું એનું કોઈ મેડિકલ રીઝન તો નથી ખબર, પણ તેમનો ખોરાક તો અમે બધાએ નજરે જોયો છે. દિવસમાં માંડ ત્રણ રોટલી ખાય. બપોરે બે અને રાતે એક.

ખાવા-પીવાના શોખીન, પણ ખોરાક બહુ ઓછો. ડૉક્ટર હાથી એકમાત્ર એવા મેમ્બર હતા જે બધાના ટિફિનનું ફૂડ ટેસ્ટ કરે, એકમાત્ર મારા ફૂડ પર નજર ન કરે, કારણ કે મારું ફૂડ જૈન આવે એટલે તેમને એમ થાય કે મારામાંથી તે ટેસ્ટ કરશે ને મને ઘટશે તો હું ભૂખ્યો રહીશ; પણ હા, તેમણે મારી પાસેથી એક પ્રૉમિસ લીધું હતું કે મારા ટિફિનમાં સ્વીટ ડિશમાં જે કંઈ આવે એમાં મારે તેમનો ભાગ રાખવાનો.

‘અભી કહાં પહોંચી પર્સનાલિટી આપકી.’

તેમના વજનનું પૂછવું હોય તો આવું પૂછવાનું, આ પણ તેમણે જ શીખવ્યું હતું. બે દિવસ પહેલાં વાત થઈ ત્યારે મેં તેમને આ જ પૂછ્યું હતું અને તેમણે જવાબ આપ્યો હતો, ‘દોસો સાત, બેટે પર્સનાલિટી વજનદાર હોની ચાહિએ.’

ત્રણ રોટલી ખાનારી વ્યક્તિનું વજન અતિશય ઝડપથી વધતું હતું અને એ વાતને તેમણે સહજતાથી સ્વીકારી લીધી હતી. ખુશ રહેવું અને બધાને ખુશ રાખવા એ જ તેમનો જાણે કે ધર્મ હતો. કુમારસરની એક વાત કહું તો તમે વિશ્વાસ નહીં કરો, પણ મીરા રોડના જે અપાર્ટમેન્ટમાં તે રહેતા ત્યાંનાં બાળકો પણ તેમના દીવાના હતાં. તે રસ્તા પર પણ ગરીબ ઘરનાં ચાર-પાંચ બાળકોને જુએ તો તરત જ ગાડી ઊભી રખાવીને આજુબાજુમાં શૉપિંગ કરવા લઈ જાય. અપાર્ટમેન્ટનાં બાળકોને પણ તે આવી રીતે શૉપિંગ કરાવવા લઈ જાય અને જેણે જે લેવું હોય એ લેવાની છૂટ, બિલની ચિંતા નહીં કરવાની. બાળકો પ્રત્યે તેમને ખૂબ લગાવ હતો. હું જ્યારે સિરિયલ છોડવાની વાત કરતો ત્યારે પણ તે મને બાજુમાં બેસાડતા અને એવું નહીં કરવા માટે સમજાવતા. કહેતા કે આવું કરીશ તો ટીમ તૂટી જશે, રહેને અહીં; આપણે નથી જવું ક્યાંય. જોકે મારી ડેસ્ટિની જુદી સાઇડ પર હતી એટલે મેં એ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું. એટલે તેમણે એ વાતને એક શરતે સ્વીકારી કે તું કૉન્ટૅક્ટમાં રહીશ. પ્રૉમિસ પણ લીધું અને પછી એ પ્રૉમિસને તે જ વળગી રહ્યા, તેમના નિયમિત ફોન આવે અને મારી કરીઅરના ખબરઅંતર પૂછે. ઘણી વાર કહે પણ ખરા કે અભી ભી તૂ મેરે લિએ બચ્ચા હી હૈ, ફ્રી હોકે બતા, તુઝે શૉપિંગ કરાતા હૂં.

bhavya1

મને પાક્કું યાદ છે કે સિરિયલના બધા બાળકલાકારોએ એક ઍન્થમ બનાવી હતી, જે મુન્ïનાભાઈના ટાઇટલ-સૉન્ગ પર આધારિત હતી... ‘હંસરાજ હાથી MBBS...’ ક્યારેય તે ગુસ્સે ન થાય એવો તેમનો સ્વભાવ એટલે ખાલી ચીડવવા માટે અમે આ ગીત ગાઈએ અને ભાગીએ, અમે ભાગતાં હોઈએ તો એ જ રાડ પાડીને અમને કહે કે ધ્યાન રખ, લગ જાએગા. એક દિવસ તો અમે બધા દૂરથી ગીત ગાઈને ભાગવા જતા હતા ત્યારે તેમણે જ સામે ગીત ગાવાનું શરૂ કરી દીધું અને કહી દીધું કે તમે ભાગતા નહીં, હું કંઈ દોડીને પકડવા નથી આવી શકવાનો તો પછી શું કામ ભાગવાનું ટેન્શન કરો છો.

જો અમે તેમને બહુ હેરાન કરીએ, બહુ ડિસ્ટર્બ કરીએ તો તે જે ધમકી આપે એ ધમકી પણ કૉમિકવાળી હતી, ‘અબ પરેશાન કરેગા તો મૈં તેરે ઉપર બૈઠ જાઉંગા.’

બીજા કોઈ પણ કો-સ્ટારની વૅનિટી વૅનમાં જતાં અમને બીક લાગતી, પણ કુમાર આઝાદની વૅનિટી વૅનમાં જતાં અમને કોઈને જરાપણ બીક ન લાગે. જરાપણ નહીં. અમે નૉક કર્યા વિના ઘૂસી જઈએ અને અંદર પડેલી ચીજવસ્તુઓને પણ અડી શકીએ. આમ તો આવું ન કરવું જોઈએ પણ તેમની સાથે કંઈ પણ થાય, અને આ આઝાદી તેમણે જ અમને આપી હતી. તે સ્ક્રીન પર જેવા હતા એવા જ ઑફસ્ક્રીન એટલે કે રિયલ લાઇફમાં પણ હતા. એકદમ મસ્તફકીર ટાઇપના. કોઈ જાતનું ટેન્શન લેવાનું નહીં અને કોઈ પણ જાતનું ટેન્શન દેવાનું પણ નહીં. તે હંમેશાં એવું કહેતા કે જેની પણ સાથે ઝઘડો થઈ જાય તેને રાતે જ ફોન કરીને સૉરી કહી દેવાનું, શું કામ એ માણસ આપણે કારણે ટેન્શનમાં રહે અને આપણે શું કામ એ ઝઘડાને કારણે સ્ટ્રેસમાં રહીએ; લાઇફ જીવવા માટે છે, ગ્રીવન્સિસ ઊભી કરવા માટે નથી.

- વાતચીત અને શબ્દાંકન : રશ્મિન શાહ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK