૧૧ વર્ષનો આ ગુજરાતી છોકરો ઍડ-વર્લ્ડ અને સિરિયલોમાં જમાવટ કરી રહ્યો છે

ખંજન લાખાણીની પહેલવહેલી સિરિયલ હૃતિક રોશનના પ્રોડક્શન-હાઉસની હતી

khanjan lakhani

લિટલ વન્ડર : ખંજન લાખાણી અને પાર્લમેન્ટમાં તેણે ભજવેલા નાટક ‘ગાંધી બિફોર ગાંધી’નું એક દૃશ્ય.



કૃપા પંડ્યા


કિંગ્સ સર્કલમાં રહેતો ખંજન યતીશ લાખાણી હજી તો ૧૧ વર્ષનો છે, પણ તે જે રીતે ઍક્ટિંગની કરીઅરમાં સફળતાનાં પગથિયાં ચડી રહ્યો છે એ કાબિલે તારિફ છે. તે જ્યારે ૯ વર્ષનો હતો ત્યારે તેણે પહેલી ઍડ-ફિલ્મ ડેલ કમ્પ્યુટરની કરી હતી. એ પછી તે

ધીરે-ધીરે ઍડ-વર્લ્ડમાં ચાઇલ્ડ-આર્ટિસ્ટ તરીકે પોતાનું સ્થાન જમાવતો ગયો. ઍડ-ફિલ્મ્સમાં તેની ઍક્ટિંગ જોઈને તેને સિરિયલ મળવા લાગી. તેની પહેલી સિરિયલ હૃતિક રોશનના પ્રોડક્શન-હાઉસની હતી. ખંજને અત્યાર સુધી ૧૫ સિરિયલોમાં કામ કર્યું છે અને તેના આ આંકડામાં ધીરે-ધીરે વધારો થતો જાય છે.

ખંજન પહેલેથી જ હાઇપર-ઍક્ટિવ છે. તે ખૂબ મસ્તી કરતો એટલે તેની આ એનર્જીને ડાઇવર્ટ કરવા માટે ખંજન જ્યારે ૯ વર્ષનો થયો ત્યારે તેની મમ્મી વનિતાએ તેને વિવિધ ઍક્ટિવિટીઝના ક્લાસ કરાવડાવ્યા. વનિતા કહે છે, ‘ખંજનની સ્કૂલ-ટીચરે મને કહ્યું હતું કે ખંજન હાઇપર-ઍક્ટિવ છે તો તમે તેની એનર્જી ડાઇવર્ટ કરવા માટે તેને વિવિધ ઍક્ટિવિટીના ક્લાસ કરાવડાવો એટલે મેં તેને સ્વિમિંગ, કરાટે, ડાન્સ, ઍક્ટિંગ, ડ્રૉઇંગ વગેરે વિવિધ ઍક્ટિવિટીઝના ક્લાસ કરાવડાવ્યા જેનાથી તેની એનર્જી ડાઇવર્ટ થવા લાગી.’


khanjan lakhani



ખંજનને આ બધી ઍક્ટિવિટીમાંથી કદાચ ઍક્ટિંગ વધારે ગમી ગઈ હશે એટલે તે ઘરે આઇનાની સામે ઊભો રહીને ઍક્ટિંગ કરતો, ડાયલૉગ્સ બોલતો. એ સિવાય જુદા-જુદા અવાજ કાઢીને મિમિક્રી પણ કરતો. તેના બિલ્ડિંગમાં જેકોઈ સ્ટેજ-પર્ફોર્મન્સ હોય એમાં ખંજન હંમેશાં પ્રથમ ઇનામ લાવતો.

ખંજનની ઍક્ટિંગની ટૅલન્ટને જોઈને ખંજનના પેરન્ટ્સે ખંજનનો ર્પોટફોલિયો બનાવીને કો-ઑર્ડિનેટર્સને ઈ-મેઇલ કયોર્ એમ જણાવતાં વનિતા કહે છે, ‘ઈ-મેઇલના ૪ દિવસમાં જ ખંજનને ઑડિશન માટે કૉલ્સ આવવા લાગ્યા. ખંજન જ્યાં પણ ઑડિશન આપવા જાય ત્યાં તે તરત જ સિલેક્ટ થઈ જતો.’

તેના ઍડ-ફિલ્મ્સના પર્ફોર્મન્સને જોઈને તેને પહેલો ટીવી-શો મળ્યો જે હૃતિક રોશનના પ્રોડક્શન-હાઉસનો હતો અને એમાં હૃતિક રોશન પોતે પણ હતો. એનું નામ હતું ‘HRX હીરોઝ વિથ હૃતિક રોશન’. ડિસ્કવરી ચૅનલ પરના આ શોમાં ખંજને કુસ્તીબાજ સંગ્રામ સિંહનો બાળપણનો રોલ કર્યો હતો. એ પછી ખંજને ‘ક્રાઇમ પૅટ્રોલ’, ‘કોડ રેડ, ‘બાલવીર’ જેવી લગભગ ૧૫ સિરિયલમાં ચાઇલ્ડ-આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે.

અત્યારે ખંજન ૧૧ વર્ષનો છે. તેણે હવે સિરિયલ સાથે તેનો પહેલો સ્ટેજ-શો કર્યો જે થોડા દિવસ પહેલાં દિલ્હીમાં પાર્લમેન્ટના ઑડિટોરિયમમાં યોજાયો હતો. આ નાટકનું નામ છે ‘ગાંધી બિફોર ગાંધી’ જેના પ્રોડ્યુસર સચિન શાહ છે. આ નાટક વીરચંદ ગાંધી પર આધારિત છે, જેઓ ૧૯મી સદીના મહાન જૈન વિદ્વાન અને વકીલ હતા. તેઓ પહેલા વિદ્વાન હતા જેમણે ૧૮૯૩માં શિકાગોમાં વર્લ્ડ પાર્લમેન્ટ ઑફ રિલિજિયન્સમાં જૈન ધર્મને રિપ્રેઝન્ટ કયોેર્ હતો. આ નાટકના અત્યાર સુધી ૩૫૦થી વધુ શો થયા છે. આ નાટકમાં ખંજને વીરચંદ ગાંધીનો નાનપણનો રોલ ભજવ્યો છે. બધા શોમાં ખંજન નહોતો. માત્ર હાલમાં પાર્લમેન્ટમાં જે શો ભજવાયો એમાં જ ખંજન હતો એમ જણાવતાં વનિતા કહે છે, ‘અમને એક દિવસ અમારા કો-ઑર્ડિનેટરનો ફોન આવ્યો કે એક નાટક છે ‘ગાંધી બિફોર ગાંધી’ અને એના અત્યાર સુધી ૩૫૦ સ્ટેજ-શો થઈ ગયા છે તો એમાં વીરચંદ ગાંધીના નાનપણનો રોલ ખંજન કરશે? એ રોલ જે ભજવી રહ્યો હતો તે ચાઇલ્ડ-ઍક્ટર હવે મોટો થઈ ગયો હતો એટલે ખંજનને ચાન્સ મળ્યો. મેં તરત હા પાડી દીધી, પણ આ તેનો પહેલો સ્ટેજ-શો હતો એટલે મને મનમાં ડર હતો કે તે કરી શકશે કે નહીં? પણ તેણે એટલો સારો પર્ફોર્મન્સ આપ્યો કે બધા તેના પર્ફોર્મન્સથી ખુશ થઈ ગયા. આ નાટક હિન્દીભાષી હતું.’

ખંજન અત્યારે જે રીતે ઍક્ટિંગની કરીઅરનાં પગથિયાં ચડી રહ્યો છે એમાં તેના પેરન્ટ્સના સપોર્ટ ઉપરાંત તેની સ્કૂલ શિશુવન ઇંગ્લિશ મીડિયમનો પણ એટલો જ સપોર્ટ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK