"સૂરજ જિયાને પ્રેમ કરતો હતો, તેનો બળાત્કાર શું કામ કરે?"

ઝરીના વહાબે (સૂરજની માતા) એક્સક્લુઝીવ ઇન્ટરવ્યૂ દરમ્યાન જણાવ્યું હતું કે જિયા ખાનની માતા રાબિયા વિશે કાંઈ બોલવા જેવું નથી. તેના પુત્ર સૂરજ પંચોલી અને સલમાન ખાનને અને જિયાની આત્મહત્યાના કેસમાં વિના વાંકે ઢસેડવામાં આવ્યાં છે તેમ તેણે કહ્યું હતું.


મુંબઈ, 14 જૂન 2013


(અસિરા તરન્નુમ)


જ્યારે અમે ઝરીના વહાબને તેના ઇન-લોસના જૂહુ ખાતેના ઘરે બુધવારે સાંજે મળ્યાં ત્યારે તેના ચહેરા પર ટેન્શન અને થાક સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો. છેલ્લાં કેટલાંક દિવસથી તેનો પરિવાર જિયા ખાનની આત્મહત્યાના કેસમાં પુત્ર સૂરજની ધરપકડથી પરેશાની ભોગવી રહ્યો છે. તેમ છતાં ઝરીના માની રહી છે કે તેનો પુત્ર નિર્દોષ છે અને આરોપ મૂકનાર જિયાની માતા રાબિયાએ પુત્ર સૂરજ અને સલમાનને ખોટી રીતે આ કેસમાં ચિતરી રહી છે.





તમને સૂરજની જિયા સાથેની રિલેશનશીપની ક્યારે ખબર પડી?


હું જાણતી હતી કે તેઓ બંને સારા મિત્રો હતાં, પરંતુ મેં એક વખતે ક્યાંક આ બંનેના અફેર વિશે વાંચ્યું અને મેં સિમ્પલી સૂરજને પૂછ્યું હતું. તે શરૂઆતમાં થોડો શરમાયો હતો પરંતુ ત્યાર બાદ તેણે તેમની રિલેશનશીપ વિશે વાત કરી હતી. સૂરજ ક્યારેય મારાથી ખોટું નથી બોલતો અને અમારા સંબંધો ખૂબ જ ગાઢ છે. જ્યારે મને અને આદિત્યને તેમના રિલેશન વિશે ખબર પડી તો અમે એક નોર્મલ પેરેન્ટ્સની જેમ જ વર્તન કર્યું હતું. જો કે કોઈને પ્રેમ કરવામાં કોઈ ગુનો નથી. આજના દિવસોમાં યંગસ્ટર્સ ઘણાં પરિપક્વ હોય છે અને પોતાના પેરેન્ટ્સ તેમની રિલેશનશીપ અને પર્સનલ લાઈફમાં દખલ ન દે તેવું ઇચ્છતાં હોય છે. પ્રેમમાં પડવું એ ક્રાઈમ નથી. પરંતુ હું ક્યારેય જિયાને મળી ન હતી.

શું એ સાચું છે કે સલમાન ખાને તેમની રિલેશનશીપમાં દખલગીરી કરી હતી?


શું તમને લાગે છે સલમાન પાસે આમ કરવાનો સમય છે? આદિત્યએ પણ ક્યારેય  સૂરજને જિયાથી દૂર રહેવા માટે કહ્યું ન હતું. વાસ્તવમાં, જો મને ખબર હોત કે જિયા ડિસ્ટર્બ્ડ ચાઈલ્ડ છે તો હું જ સૂરજને રિલેશીનશીપ પર પૂર્ણવિરામ મૂકવાનું કહી દેત. થોડાં દિવસ પહેલાં જ જિયા સૂરજ પાસે રડતી આવી હતી અને કહ્યું હતું કે તેની મમ્મી સાથે તેની ઉગ્ર દલીલો થઈ હતી. તેણે આખો દિવસ અમારા ઘરે ગુજાર્યો હતો કારણકે તે પોતાના ઘરે જવા માંગતી ન હતી. એક મહિના અગાઉ, સૂરજે જિયાની માતાને કહ્યું હતું કે તે જિયા સાથે બ્રેક-અપ કરવા માંગે છે તો રાબિયાએ સૂરજને થોડો સમય ચૂપ રહેવાં કહ્યું અને ધીરે-ધીરે કરી નાંખવાની સલાહ આપી હતી.


ઝરીના વહાબ પતિ આદિત્ય પંચોલી સાથે


રાબિયાએ બળાત્કારનો આરોપ પણ લગાવ્યો છે તે બાબતે શું કહેવું છે?


ઇન્ડસ્ટ્રીમાંથી મને જાણવા મળ્યું કે જિયા 14 વર્ષની હતી ત્યારે લંડનમાં તેનો બળાત્કાર થયો હતો. સૂરજ કદાચ આ વાત જાણતો હશે. ત્યારે જિયાની માતા ક્યાં હતી? તે જાણે છે કે આદિત્ય શોર્ટ ટેમ્પર્ડ છે અને સૂરજને આદિત્યના સ્વભાવ સાથે ચિતરવામાં આવી રહ્યો છે. જિયા અને સૂરજ એકબીજાને પ્રેમ કરતાં હતા, તે શું કામ તેનો બળાત્કાર કરે? સૂરજ એકદમ શાંત સ્વભાવનો, ધીમે બોલનારો અને શરમાળ છે. જ્યારે જિયા એકદમ જોશીલી હતી. તેઓ વચ્ચે ક્યારેય શારિરીક મારપીટની કે એવી વાતો થઈ જ નથી, તો હવે કેમ?

એવા સમાચાર પણ જાણવા મળ્યાં છે કે સૂરજે જિયા સાથે ચીટિંગ કરી છે અને તેના નીલૂ નામની છોકરી સાથે સંબંધો હતા?


(ચીડાઈને) નીલૂ મારી ફ્રેન્ડ છે અને અમારી ફેમિલી જ્વેલર પણ છે. સૂરજ તેને જૂહુની એક હોટલમાં કામથી મળ્યો હતો. નીલૂને એક છોકરો છે સૂજરની ઉંમર જેટલો છે. લોકો કેટલી હદે નીચે જઈ શકે છે?

તમે રાબિયાને કેટલાં સમયથી જાણો છો?


હું રાબિયાને સૌપ્રથમ ત્યારે મળી હતી જ્યારે તે મુંબઈ આવી હતી અને ફ્લેટની શોધમાં હતી. બીજી વાર હમણાં જ્યારે અમે તેના ઘરે મળ્યાં હતાં. બસ અમે બે  જ વખત એકબીજાને મળ્યાં છીએ. આદિત્ય રાબિયાને જાણે છે જ્યારે એક રાત્રે બધાં અંજુ મહેન્દ્રુને ઘરે ભેગાં થયાં હતાં. રાબિયાના મનમાં ઘણું દુ:ખ છે હું જાણું છું પરંતુ આ રીતે કોઈનો ગુસ્સો અને દર્દ કોઈના પર કાઢવો એ રસ્તો નથી.








Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK