મારા ગામમાં તો થિયેટર પણ નથી : નવાઝુદ્દીન સિદ્દીકી

‘કહાની’ ને ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’થી લાઇમલાઇટમાં આવેલા નવાઝુદ્દીન સિદ્દીકીને મળી છે ૧૩ વર્ષની સ્ટ્રગલ પછી સફળતા

navazuddin-siddikiબૉલીવુડમાં જગ્યા બનાવવા માટે છેલ્લાં ૧૩ વર્ષથી ભારે સ્ટ્રગલ કરી રહેલા ઍક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીને આ વર્ષે ‘કહાની’ અને ‘ગૅન્ગ્સ ઓફ વાસેપુર’ જેવી ફિલ્મોનાં દમદાર પાત્રોને લીધે સારીએવી સફળતા મળી છે. એને લીધે તે ૨૦૧૨ના વર્ષને લકી માને છે. હાલમાં તે અમદાવાદમાં પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે અને આ ફિલ્મોની સફળતાને પગલે તેને બીજી ઘણી ફિલ્મો મળી છે.

નવાઝુદ્દીનને ‘કહાની’ના સીબીઆઇના ઇન્સ્પેક્ટર ખાનના રોલે સારીએવી ઓળખ અપાવી છે. આ વિશે પોતાનો અનુભવ જણાવતાં નવાઝુદ્દીન કહે છે, ‘હાલમાં હું જ્યારે અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચ્યો ત્યારે કેટલાક લોકો મારી તરફ તાકી રહ્યા હતા અને પછી મને સવાલ કર્યો હતો કે શું તમે ઇન્સ્પેક્ટર ખાન છો? હું સમજી શકું છું કે તેમને મને ઓળખવામાં થોડી તકલીફ પડી, પણ મારે માટે તો તેઓ મને ઓળખી શક્યા એ જ મહત્વનું છે. મેં ૧૯૯૯માં આમિર ખાનની ‘સરફરોશ’માં પણ નાનકડો રોલ કર્યો હતો, પણ ‘કહાની’એ મને મારી સાચી ઓળખ અપાવી.’

‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’માં પોતાના રોલ વિશે વાત કરતાં નવાઝુદ્દીન કહે છે, ‘મારે ફિલ્મના ડિરેક્ટર અનુરાગ કશ્યપ સાથે ઘણો જૂનો સંબંધ છે. તેમણે ક્યારેય કોઈ રોલ માટે મારું ઑડિશન નથી લીધું. મેં આ પહેલાં તેમની ‘બ્લૅક ફ્રાઇડે’ તથા ‘દેવ ડી’ જેવી ફિલ્મોમાં નાના રોલ કર્યા છે. ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ના બીજા પાર્ટમાં મારો મોટો રોલ છે અને હું એની રાહ જોઈ રહ્યો છું. મેં ડિરેક્ટર કબીર ખાનની ‘ન્યુ યૉર્ક’માં નાનો રોલ કર્યો હતો અને આ જોઈને મને ડિરેક્ટર સુજૉય ઘોષે ‘કહાની’નો રોલ ઑફર કર્યો હતો. મેં ‘પીપલી [લાઇવ]’ અને ‘એક ચાલીસ કી લાસ્ટ લોકલ’માં પણ નાના-નાના રોલ કર્યા છે. મને લાગે છે કે હવે કદાચ લોકો મને આ ફિલ્મમાં ઓળખી શકશે.’

પોતાની લોકપ્રિયતામાં એકાએક થયેલા વધારાનાં કારણોની ચર્ચા કરતાં નવાઝુદ્દીન કહે છે, ‘હવે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં થોડો ફેરફાર થઈ રહ્યો છે. હવે ખૂબસૂરત કિરદારોની સાથોસાથ સશક્ત ઍક્ટરોની પણ જરૂર પડે છે એને કારણે મારા જેવા બદસૂરત ઍક્ટરો માટે પણ તક ઊભી થઈ છે. હવે લેખકો હીરો અને હિરોઇન સિવાય બીજાં પાત્રોને ધ્યાનમાં રાખીને પટકથા લખતા થયા છે. હું સાયન્સ ગ્રૅજ્યુએટ છું અને મેં કેટલોક સમય નોકરી પણ કરી છે. મેં જ્યારે મારા પરિવારને મારી ઍક્ટર બનવાની ઇચ્છા વિશે જણાવ્યું ત્યારે તેમને બહુ આશ્ચર્ય થયું હતું, પણ મેં મારી ઇચ્છા પૂરી કરવા માટે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં અભ્યાસ પણ કર્યો હતો.’

પોતાના પરિવાર વિશે વાત કરતાં નવાઝુદ્દીન કહે છે, ‘મારી પત્ની અને નાનકડી દીકરી સહિતનો આખો પરિવાર આજે પણ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના નાના ગામ બુધનામાં રહે છે. અહીં મુંબઈમાં એકમાત્ર ડિરેક્ટર-ભાઈ સિવાય કોઈ નથી. મારા ગામમાં તો થિયેટર પણ નથી અને ફિલ્મ જોવા માટે લાંબું અંતર કાપીને દૂર જવું પડે છે. મારા પરિવારજનો બહુ સરળ છે અને હવે તેમને હું શું કરું છું એની થોડી-થોડી ખબર પડી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK