અને એક વૃદ્ધ વ્યક્તિ મારા પગે પડ્યાં હતા : મોહિત રૈના

'દેવો કે દેવ મહાદેવ'માં મહાદેવનું પાત્ર ભજવતો મોહિત રૈના તેના પાત્ર વિશે અને અન્ય પરિસ્થિતિઓ વિશે વાતો કરી રહ્યો છે ત્યારે અમે રજૂ કરીએ છીએ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ


મોહિત રૈના


(સોનાલી જોશી પિત્તળે)

મુંબઈ, 29 ઓક્ટોબર 2013

સ્નાયુબદ્ધ શરીર અને મસલ્સ ધરાવતો મોહિત રૈના આજે મોટાભાગના ટેલિવિઝન વ્યુઅર્સના દિલ પર રાજ કરી રહ્યો છે. દેવો કે દેવ મહાદેવમાં ભગવાન શિવના તરીકેના તેના પાત્રની ભજવણીના કારણે આજે તે આખા દેશમાં ઘર ઘરમાં પ્રચલિત બન્યો છે. રૈના વાતો કરે છે તેના વ્યસ્ત શિડ્યુલ અને સામાજિક જીવનની અમુક વાતો તે મિસ કરી રહ્યો છે તેના વિશે...

મહાદેવના પાત્રને ભજવવું જેટલું દેખાય છે તેટલું ટફ છે?

મારે લગભગ દિવસના 18 કલાક કામ કરવું પડે છે કારણે સૌથી વધારે આમાં કોસ્ચ્યુમમાં સમય જાય છે અને ત્યાર બાદ મારે અભિનય માટે તૈયારી કરવી પડે છે. આ ઉપરાંત અમારો સેટ શહેરની બહાર હોવાથી ઘણી વખતે મારે સેટ પર જ રોકાવવું પડતું હોય છે કારણકે વહેલી સવારે અમારે શૂટિંગ શરૂ કરવાનું હોય છે. શરૂઆતમાં ઘણું હેક્ટિક રહેતું હતું પરંતુ હવે મને તેની આદત પડી ગઈ છે.


મોહિત રૈના મહાદેવના પાત્રમાં


ચાહકો ગુડ-લુકિંગ ભગવાન પાછળ ગાંડા છે. શું તમારે આ કારણથી શરમિંદા થયા છો?

લોકો મારી પાસે આશીર્વાદ માટે આવતાં હોય છે. પરંતુ મને એકવાર ખૂબ જ દુ:ખ થયું હતું જ્યારે એક વૃદ્ધ વ્યક્તિ મારા પગે પડ્યાં હતાં. હું આવી પરિસ્થિતિને ટાળવાનો પ્રયત્ન કરતો હોઉં છું.

શું તમને લાગે છે કે આ પાત્ર પછી તમને એક જ પ્રકારની ભૂમિકા મળશે?

મે ઘણાં શો કર્યા છે અને હું કોઈ એક જ નિયમને ફોલો નથી કરતો.

શું તમે આ શૉના કારણે તમારું ફિલ્મી કરિયર છોડી દીધું હતું?

મેં એક ફિલ્મ કરી હતી પરંતુ ત્યાર બાદ મને કોઈ સારા રોલ ઓફર થયા ન હતાં. જ્યારે બીજી બાજુ મેં ક્યારેય સ્મોલ સ્ક્રીનને નાનું માધ્યમ ગણ્યું જ નથી. ટીવી એક્ટર્સ માટે ઘણું મોટું માધ્યમ છે.

તમે તમારી કૉ-સ્ટાર મૌની રૉય સાથે રિલેશનશીપમાં છો તો શું લગ્નની તૈયારી ચાલી રહી છે?

ના હમણાં નહી. મને તેની સાથે ટાઈમ ગુજારવાનો પૂરતો સમય નથી મળ્યો. મહાદેવ સિરિયલ પતશે પછી જ કોઈ નિર્ણય લેવાશે. લગ્ન રાહ જોઈ શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK