"જિયા પર ૧૪ વર્ષે જ લંડનમાં પર બળાત્કાર થયેલો"

દીકરાને બેકસૂર માનતી ઝરીના વહાબ કહે છે કે બે વ્યક્તિ સંબંધમાં હોય ત્યારે શારીરિક રીતે જોડાય એ આજે અત્યંત સામાન્ય વાત છે


બુધવારે પોતાનો પુત્ર કસ્ટડીમાં હોવા છતાં પીઢ અભિનેત્રી ઝરીના વહાબ પોતાની ટેલિવિઝન સિરિયલનું શૂટિંગ કરી શક્યાં હતાં. આ સમયે ‘મિડ-ડે’ને આપેલી એક્સક્લુઝિવ મુલાકાતમાં તેમણે પોતાના પુત્ર સૂરજ પંચોલીના જિયા ખાન સાથેના સંબંધો, શા માટે તેઓ પોતાના પુત્રની પબ્લિક ઇમેજ બદલવા માગે છે જેવા વિષયો પર વાતચીત કરી હતી. સતત શૂટિંગને તેમ જ પર્સનલ પ્રૉબ્લેમને કારણે તેઓ થાકેલાં જણાતાં હતાં. એમ છતાં તેમનો અવાજ બુલંદ હતો. સત્ય સામે આવતાં જ તેમનો પુત્ર બધા જ આરોપોમાંથી મુક્ત થશે એવો વિશ્વાસ તેઓ ધરાવે છે.

જિયા ખાનની માતા રાબિયા અમીન તેની આત્મહત્યા માટે તમારા પુત્ર સૂરજને જવાબદાર સમજે છે, આ વાતમાં કેટલું તથ્ય છે?

જ્યારે બે વ્યક્તિ પ્રેમમાં હોય છે ત્યારે તેમની વચ્ચે ઝઘડા પણ થાય છે, એવું જરૂરી નથી કે બધા જ સંબંધો ટકે. જિયાની માતા અને તેનો પરિવાર કેવા દુ:ખમાંથી પસાર થઈ રહ્યાં છે એ હું સમજી શકું છું. હું પણ એક માતા હોવાથી તેમની પીડા અનુભવી શકું છું. રાબિયા મારા પુત્ર સામે ઘણાબધા આરોપો મૂકી રહી છે, પણ એ સત્ય નથી.

શું તમને તેમના સંબંધોની જાણ હતી?

હા, મને ખબર હતી. મને જાણ હતી કે તેઓ સારાં મિત્રો હતાં અને મેં ક્યાંક તેમના વિશે વાંચ્યું અને મને તેમના સંબંધોની જાણ થઈ ત્યારે મેં સૂરજને પૂછ્યું હતું. તે ખૂબ જ શરમાળ છે, તે થોડો શરમાઈ ગયો હતો; પણ પછી તેણે આવીને મને તેમના રિલેશનશિપની જાણ કરી હતી. જિયા અને સૂરજ છેલ્લા એક વર્ષથી એકબીજાને ઓળખતાં હતાં અને છેલ્લા સાત મહિનાથી તેમની વચ્ચે અફેર હતું. સૂરજે મને ક્યારેય ખોટું કહ્યું નથી અને તે મારાથી ખૂબ જ નજીક છે. જ્યારે અમને તેમના રિલેશનશિપની ખબર પડી ત્યારે અમે સામાન્ય માતા-પિતાની જેમ વર્તન કર્યું હતું. કોઈને પ્રેમ કરવામાં કંઈ ખોટું નથી. આજના યુવાનો ખૂબ જ પરિપક્વ થઈ ગયા છે અને પેરન્ટ્સ તેમની પર્સનલ વાતમાં માથું મારે એ તેમને પસંદ હોતું નથી. એમાં પણ આ તો ફક્ત સાત મહિનાના સંબંધો હતા. શું મારે તેને પૂછવું જોઈતું હતું કે તે ક્યારે લગ્ન કરીને ઠરીઠામ થશે? તે હજી તો તેની કરીઅરની શરૂઆત કરી રહ્યો હતો અને તે ખૂબ જ યુવાન છે, પણ હું જિયાને ક્યારેય મળી નથી.

જિયાના ઘરેથી મળેલા પત્રમાં તેણે શોષણ અને શારીરિક હિંસાની વાત કરી છે, તમારે એ વિશે શું કહેવું છે?

બળાત્કારની વાત વિશે મારે ફક્ત એટલું કહેવું છે કે મેં ઇન્ડસ્ટ્રીમાં થતી વાતો સાંભળી છે અને એ અનુસાર જિયા જ્યારે ૧૪ વર્ષની હતી ત્યારે તેના પર લંડનમાં બળાત્કાર થયો હતો. ત્યારે તેની મમ્મી ક્યાં હતી? કોઈના પર આરોપ મૂકવો ખોટી વાત છે. એ પત્રમાં ક્યાંય સૂરજના નામનો ઉલ્લેખ નથી. વધુમાં તે જાણે છે કે આદિત્ય શૉર્ટ-ટેમ્પર્ડ છે અને તેણે મારા પુત્ર માટે પણ એ જ ઇમેજ બાંધી લીધી છે. સૂરજે ક્યારેય તેના પર બળાત્કાર નથી કર્યો. તેઓ પ્રેમમાં હતાં, તેણે જબરદસ્તી કરવાની કોઈ જરૂર જ નહોતી. આ વાતોથી હું ખૂબ જ અપસેટ છું.

તો શું તમને લાગે છે કે જિયાની માતા આદિત્યની ઇમેજનો ફાયદો ઉઠાવીને સૂરજ સામે એનો ઉપયોગ કરી રહી છે?

હા, ચોક્કસ. બધા જ જાણે છે કે આદિત્યને ખૂબ જ ગુસ્સો આવે છે. એથી તે સૂરજને પણ એવો ચીતરી રહી છે. આ ખોટું છે. તેમણે ખુદાને મોઢું દેખાડવાનું છે. બધાને ખબર છે કે સૂરજ આદિત્ય જેવા સ્વભાવનો નથી. તે ખૂબ જ મિતભાષી અને શરમાળ છે.

આદિત્યની પબ્લિક ઇમેજ સૂરજના કેસને નબળો પાડી રહી છે, શું એથી જ આદિત્ય થોડા દિવસથી આ બધાથી દૂર રહી રહ્યો છે?

હા, લોકો કહે છે કે બાપ તેવો દીકરો, પણ આ સત્ય નથી. સૂરજ મારો પણ પુત્ર છે અને મને તેના પર ગર્વ છે. આ કેસ ઉકેલાય નહીં ત્યાં સુધી મેં જ આદિત્યને આ બધાથી દૂર રહેવા જણાવ્યું છે. મેં મારાં સંતાનો સૂરજ અને સનાનો ખૂબ જ સારી રીતે ઉછેર કર્યો છે તેમ જ આદિત્યએ પણ તેમને પોતાના જેવા ન બનવાની હંમેશાં સલાહ આપી છે. આદિત્ય મોટે ભાગે મોટા અવાજે વાત કરે છે, પણ તે થોડી ક્ષણો પછી પાછો આવે છે અને બાળકની જેમ માફી માગે છે. તેણે ક્યારેય મારા પર હાથ ઉપાડ્યો નથી. જિયાની મમ્મી એવું કઈ રીતે કહી શકે કે શારીરિક મારપીટ તેમના લોહીમાં છે. આદિત્ય અત્યારે સૂરજથી દૂર રહે છે, કારણ કે અમારા શુભચિંતકોએ પણ એ પ્રકારની સલાહ આપી છે. હું જ જાણું છું કે તે સૂરજને મળ્યાં વગર કઈ રીતે રહે છે.

શું તમને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલા ગર્ભપાત વિશેની જાણ છે?

મને ખ્યાલ નથી કે આ સત્ય છે કે અસત્ય. મને પણ ગર્ભપાતવાળી વાતની ન્યુઝ દ્વારા જ જાણ થઈ હતી. લોકોને મારી વાત કદાચ નહીં ગમે પણ જ્યારે બે વ્યક્તિ સંબંધોમાં હોય છે ત્યારે તેઓ શારીરિક રીતે એકબીજા સાથે જોડાય છે, પણ આજે આ વાતો પેરન્ટ્સના કાન સુધી નથી પહોંચતી. યુવાનો આ વાતો અંદરોઅંદર જ ઉકેલી લે છે.

કેટલાક લોકોનું કહેવું છે કે તમે જિયાની માતાને આ મુદ્દો ઉકેલવા માટે મળવા ગયાં હતાં?

હા, હું બુધવારે જિયાની માતાને મળવા ગઈ હતી, પણ તે ફક્ત જિયાના મોત બાબતે દુ:ખ વ્યક્ત કરવા માટે. મને પહેલા દિવસે જ તેમને દિલાસો આપવાનું મન થયું હતું, પણ હું શૂટિંગમાં વ્યસ્ત હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK