"મારા સુપરહૉટ સીન જોઈને સ્ત્રીઓ થઈ જશે મારા પર ફિદા"

ડિરેક્ટર સુધીર મિશ્રાની ૨૦૧૧માં રિલીઝ થયેલી ‘યહ સાલી ઝિંદગી’માં દમદાર અભિનય અને સહકલાકાર અદિતિ રાવ હૈદરી સાથેના બાવીસ કિસિંગ સીનને કારણે ચર્ચામાં આવેલો નવોદિત અરુણોદય સિંહ ફરી એક વાર ડિરેક્ટર પૂજા ભટ્ટની ‘જિસ્મ ૨’માં સહકલાકાર સની લીઓન સાથેનાં સુપરહૉટ દૃશ્યોને કારણે ચર્ચામાં છે. પોતાની આ ઇમેજથી અરુણોદય ખુશ છે અને તેને આશા છે કે દર્શકો અને ખાસ કરીને સ્ત્રીઓને તેનો આ સુપરહૉટ અંદાજ બહુ પસંદ પડશે.

sunny-hote-sineતારી નેક્સ્ટ ‘જિસ્મ ૨’નાં ઉત્કટ પ્રણયદૃશ્યોની ભારે ચર્ચા છે

આ ફિલ્મમાં ઉત્કટ પ્રણયદૃશ્યો સિવાય ઘણુંબધું છે. ફિલ્મમાં પૅશન, પ્રેમ, ગુસ્સો અને થ્રિલ જેવી તમામ લાગણીને સમાવવામાં આવી છે. આ ફિલ્મને માત્ર ઉત્તેજક ફિલ્મ ગણાવવાથી એને મોટો અન્યાય થાય છે. હું આ ફિલ્મને રોમૅન્ટિક થ્રિલર ગણાવવાનું પસંદ કરું છું.

સની તો કૅનેડામાં પૉર્ન-આર્ટિસ્ટ તરીકે કામ કરી ચૂકી છે તો તેની સાથે ઉત્તેજક દૃશ્યો કરવાનો તારો અનુભવ કેવો રહ્યો?

બોલ્ડ સીન પર્ફોર્મ કરવા એ કોઈ રૉકેટ સાયન્સ જેવી અઘરી બાબત નથી. વ્યક્તિ તરીકે હું રોમૅન્સની લાગણી અનુભવું એ બિલકુલ સ્વાભાવિક છે. આ વાત બધી વ્યક્તિઓને લાગુ પડે છે. હું પણ બીજા લોકોની જેમ જ મારી જાતને સેક્સી અનુભવું છું.

શું આ બધાં ઉત્તેજક દૃશ્યો ડિરેક્ટર પૂજા ભટ્ટના નર્દિેશ પ્રમાણે કરવામાં આવ્યાં છે?

શરૂઆતમાં પૂજા આ પ્રકારનો દરેક સીન કઈ રીતે આગળ વધવો જોઈએ એની અમને સમજણ આપતી હતી, પણ પછી તેણે અમારા પર જ બધું છોડી દીધું હતું.

શું આ પ્રકારનાં દૃશ્યો કરતી વખતે સહકલાકાર સાથે કમ્ફર્ટ અનુભવાય એ જરૂરી છે?

આ પ્રકારનાં ઉત્કટ દૃશ્યો ભજવતી વખતે કલાકારો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો હોય એ બહુ જરૂરી છે. આના કારણે પરદા પર કેમિસ્ટ્રી દેખાડવાનું સહેલું બની જાય છે. જોકે મેં સની સાથે ગાઢ મિત્રતા કેળવવા બહુ વધારે પ્રયાસ નહોતા કર્યા, પણ મેં તે બને એટલી વધારે સાહજિક બને એ માટે મારા તરફથી પૂરતા પ્રયાસો કર્યા હતા.

ફિલ્મના લવમેકિંગ સીન વખતે તમારા બન્ને વચ્ચે કોઈ આકર્ષણ ઊભું થયું હતું?

તમે જ્યારે આ પ્રકારનાં ભારે ઇમોશનલ દૃશ્યો શૂટ કરતા હો ત્યારે એમાં સંકળાયેલી બે વ્યક્તિઓ વચ્ચે આકર્ષણ ઊભું થાય એ બહુ સ્વાભાવિક છે. જો ફિલ્મમાં તમારું પાત્ર કોઈ વ્યક્તિ તરફ આકર્ષાયેલું દેખાડવું હોય અને જો તમે રિયલ લાઇફમાં પણ એ વ્યક્તિ તરફ ખેંચાણ અનુભવતા હો તો પરદા પર ખરેખર બહુ સારું પરિણામ મળે છે. જોકે ગમે એટલું આકર્ષણ અનુભવાતું હોય પણ આ સંબંધ આગળ જવાની કોઈ શક્યતા નથી હોતી. અમે માત્ર અમારું કામ કરી રહ્યાં છીએ. જો તમારી સાથે કામ કરતી વ્યક્તિનો અભિગમ આવો હોય તો ચાર ચાંદ લાગી જાય છે.

તને લાગે છે કે આ દૃશ્યોમાં કોણ બાજી મારી જશે, તું કે સની?

મને લાગે છે પુરુષોને સની લીઓનને જોવી ગમશે, જ્યારે સ્ત્રીઓને હું પસંદ પડીશ.

‘જિસ્મ ૨’માં બીજું પાત્ર ભજવતા રણદીપ હૂડાએ તને ‘હિરોઇન’માં રિપ્લેસ કર્યો છે તો તમારા બન્ને વચ્ચે કેવા સંબંધો છે?

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તો આવું બધું ચાલ્યા કરે. હું ક્યારેય ભૂતકાળની ઘટનાને ગુસ્સાપૂર્વક યાદ નથી રાખતો. ભવિષ્યમાં મને પણ બીજા પ્રોજેક્ટ મળશે. હું રણદીપને ‘હિરોઇન’ માટે શુભેચ્છા આપવા માગું છું. રણદીપ સારી વ્યક્તિ છે અને ‘જિસ્મ ૨’ના શૂટિંગ વખતે અમે એકબીજા સાથે ઘણો સમય પસાર કર્યો હતો.

કોણ છે આ અરુણોદય સિંહ?

અરુણોદય મધ્ય પ્રદેશના રાજપૂત પરિવારનો છે. તે કૉન્ગ્રેસના ટોચના નેતા દિવંગત અજુર્ન સિંહનો પૌત્ર છે અને તેના પિતા અજય સિંહ મધ્ય પ્રદેશની વિધાનસભામાં વિરોધપક્ષના નેતા રહી ચૂક્યા છે. અમેરિકાની યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ થયા પછી અરુણોદયે ન્યુ યૉર્ક ફિલ્મ ઍકૅડેમીમાં ઍક્ટિંગનો ર્કોસ કર્યો છે. ત્યાર બાદ તેણે ૨૦૦૯માં આવેલી ‘સિકંદર’થી બૉલીવુડમાં એન્ટ્રી લીધી હતી અને ત્યાર બાદ ‘આઈશા’ અને ‘મર્ચિ’માં કામ કર્યું હતું. જોકે તેને સૌથી વધારે લોકપ્રિયતા મળી ૨૦૧૧માં રિલીઝ થયેલી ડિરેક્ટર સુધીર મિશ્રાની ‘યહ સાલી ઝિંંદગી’થી. આ ફિલ્મમાં તે દમદાર અભિનય અને સહકલાકાર અદિતિ રાવ હૈદરી સાથેના બાવીસ કિસિંગ સીનને કારણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ રહ્યો હતો. આ રોલ માટે તેને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરનો સ્ક્રીન અવૉર્ડ પણ મળ્યો હતો.

અરુણોદયની અંગત જીવનની વાત કરીએ તો હાલમાં તેનું નામ તેની ‘યહ સાલી ઝિંદગી’ની હિરોઇન અદિતિ રાવ હૈદરી સાથે જોડાયેલું છે. ચર્ચા પ્રમાણે હાલમાં આ બન્નેનું પ્રેમપ્રકરણ ચાલી રહ્યું છે. જોકે અદિતિનો તેના પતિ સત્યદીપ મિશ્રા સાથેનો ડિવૉર્સનો મામલો ચાલી રહ્યો છે અને અરુણોદયનો પરિવાર રાજકીય રીતે પ્રતિષ્ઠિત હોવાને કારણે હાલમાં બન્નેમાંથી કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK