હું ખરેખર તો દેશી છોકરી છું : સોનાક્ષી

સોનાક્ષી સિંહાએ હજી સુધી તો ફક્ત એક જ ફિલ્મ કરી છે, પણ એવું જણાય છે કે તે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ લાંબા સમયથી કામ કરી રહી છે.

sonakshi-deshiઆત્મવિશ્વાસ રાખતી સોનાક્ષી બૉલીવુડના પ્રાજેક્ટ પસંદ કરતી વખતે ખૂબ સાવધાની રાખે છે અને પોતાનાં મંતવ્યો વ્યક્ત કરતી વખતે ડોળ કરીને બોલવામાં તે નથી માનતી. કોઈ પણ સવાલ પૂછો તો તે તરત સાચા જવાબો સાથે હંમેશાં તૈયાર જ હોય છે. ‘મિડ-ડે’ સાથેની મુલાકાતમાં ૨૪ વર્ષની ઍક્ટ્રેસ બૉલીવુડના મોટા કલાકારો સાથે કરેલી ફિલ્મો વિશે, પપ્પાની લાડકી હોવા વિશે અને મોટું કપાળ હોવાથી કોઈ તકલીફ ન હોવા વિશે જણાવે છે.

 

તું ટ્વિટર પર ખૂબ ઍક્ટિવ છે?

હા, હું છું. મારા ચાહકોને મળવા માટેની આ ઉત્તમ જગ્યા છે. તેમના અભિપ્રાયો મારે માટે ખૂબ મહત્વના છે એટલે હંમેશાં તેમને માટે હું સમય કાઢું છું.

ઑનલાઇન તારા મોટા કપાળ પરના જોક્સ ખાસ્સી ચર્ચામાં છે.

હું જાણું છું, પરંતુ એવી જગ્યાએ રહેવાનો કોઈ અર્થ નથી જ્યાં તમે તમારી જાત પર પણ ન હસી શકો. મારા પપ્પાનું સેન્સ ઑફ હ્યુમર મને વારસામાં મળ્યું છે એટલે મને એની કોઈ અસર નથી થતી.

તું ફિલ્મ સાઇન કરતાં પહેલાં પપ્પાની સલાહ લે છે?

હંમેશાં. તેમનો ઇન્ડસ્ટ્રીનો અનુભવ મારે માટે એક મિલકત છે. તેઓ કામમાં વ્યસ્ત હોય તો પણ તેમની સાથે લાંબી ચર્ચા કર્યા પછી જ હું ફિલ્મ સાઇન કરું છું.

સલમાનમાં એવું શું ખાસ છે કે તું તેની સાથે બીજી ફિલ્મ કરી રહી છે?

તે એક મદદગાર કો-સ્ટાર છે. તેના કો-સ્ટારની સગવડનું ધ્યાન રાખવામાં તે ક્યારેય ચૂકતો નથી. દેખાવે ભલે તે સંકુચિત હોય પણ ખૂબ સારો માણસ છે.

અને અક્ષય?

ફૅન્ટૅસ્ટિક શબ્દ બરાબર રીતે તેની વ્યાખ્યા આપે છે. તે સેટ પર એટલું હાસ્ય લઈને આવે છે કે કોઈ પણ પ્રકારના અણબનાવની શક્યતાઓ રહેતી જ નથી. તેની સાથે હું હંમેશાં હસતી રહું છું.

તને આગામી ફિલ્મમાં એક દેશી છોકરી બતાવવામાં આવી છે. સતત દેશી રોલ કરવાનું તું જાણીજોઈને નક્કી કરે છે?

હું ગામડાની છોકરીઓના રોલ કરી રહી છું, પણ એમાં કોઈ સમાનતા નથી. આશ્ચર્યજનક કહેવાય કે બીજી ઍક્ટ્રેસો પણ તેમની મોટા ભાગની ફિલ્મોમાં વેસ્ટર્ન રોલ કરે છે, પણ તેને કોઈ આવા સવાલો નથી કરતું. દેશી રોલ કરવામાં હું ખુશ છું. હું વાસ્તવિકતામાં દેશી છોકરી છું.

તારા કો-સ્ટાર ઉંમરમાં તારાથી ઘણા મોટા છે

હું એવી રીતે નથી જોતી. એનાથી વિપરીત હું હિન્દી સિનેમાનાં મોટાં અને પ્રચલિત નામો સાથે કામ કરવામાં માનું છું. આગામી ફિલ્મ ‘લુટેરા’માં રણવીર સિંહ સાથે હું કામ કરી રહી છું.

તું સિંગલ છે?

હા, પણ હું મારા બદલાતા સંબંધો વિશે મિડિયામાંથી જાણકારી મેળવી લઉં છું.

- શક્તિ શેટ્ટી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK