હું મારા પરિવારથી દૂર થઈ ગઈ છું : શ્રદ્ધા

આશિકી ૨ પછી એક વિલનની પણ સફળતાએ ઇન્ડસ્ટ્રીમાં શ્રદ્ધા કપૂરનું સ્થાન મજબૂત બનાવી દીધું છે




શ્રદ્ધા કપૂરની ફિલ્મી સફર શરૂ થઈ ‘તીન પત્તી’ અને ‘લવ કા ધી એન્ડ’ જેવી ફિલ્મોથી, પણ ઑડિયન્સની નજર તેના પર પડી ‘આશિકી ૨’થી. અત્યારે ‘એક વિલન’ની સફળતા માણી રહેલી અભિનેત્રીને જોકે શરૂઆતની બન્ને ફિલ્મો કરવાનો કોઈ અફસોસ નથી. તેણે ‘ગોરી તેરે પ્યાર મેં’માં પણ નાનકડો રોલ ભજવેલો.

પ્રસ્તુત ઇન્ટરવ્યુમાં યુવા અભિનેત્રી બૉલીવુડની સફર અને આવનારી ફિલ્મો વિશે વાતો કરે છે.

‘એક વિલન’ ફિલ્મે ઑડિયન્સ અને વિશ્લેષકો બન્નેનું એકસરખું ધ્યાન ખેંચ્યું છે. બહુ ઓછી ફિલ્મો આ કૅટેગરીમાં આવે છે.

તમે માનશો નહીં, ‘એક વિલન’ માટે હું ‘આશિકી ૨’ કરતાં વધુ નર્વસ અને ઉત્સાહી હતી. પ્રોમો લૉન્ચ થયા પછી લોકોમાં તીવ્ર અપેક્ષા હતી. ડિરેક્ટર મોહિત સૂરિ અને મારે ‘આશિકી ૨’ પછી ફરી અમારી જાતને પ્રૂવ કરવાની હતી.

કેવો પ્રતિસાદ મળ્યો?

વન્ડરફુલ. મને એક જ વાતનો અફસોસ છે કે હું મારા પરિવારથી દૂર થઈ ગઈ છું. મારાં મમ્મી-પપ્પાને મળવા માટે પણ મારી પાસે સમય નથી હોતો. હવે મોટા ભાગની વાતો ફોન પર જ થાય છે. ઘરની બહાર પગ મૂકતાં પહેલાં મારાં મમ્મી-પપ્પા મને ભેટીને કહે છે કે અમને તારા પર ગર્વ છે. આખો દિવસ એના આધારે નીકળી જાય છે. તેમના ચહેરા પર મારા માટે ગર્વ જોવો એ જ મારે માટે શ્રેષ્ઠ વળતર છે. દરેક સંતાનની એ જ ઇચ્છા હોય છે કે તેઓ પોતાનાં મમ્મી-પપ્પાની ખુશીનું કારણ બને. જો હું આમાં સફળ થઈ હોઉં તો હું ભાગ્યશાળી છું.

‘આશિકી ૨’ તારી ડેબ્યુ ફિલ્મ જેવી હતી, તો પછી ‘એક વિલન’ તો ખૂબ જ મહત્વની ગણાય?

એક રીતે જુઓ તો હા. ‘એક વિલન’ આમ તો બીજી ફિલ્મો જેવી જ ગણાય, પણ ‘આશિકી ૨’ પહેલાં મેં ત્રણ ફિલ્મો કરી હતી. જો મેં લીના યાદવની ‘તીન પત્તી’ ન કરી હોત તો ‘આશિકી ૨’ ક્યારેય મારી ફિલ્મ ન બની હોત. ‘તીન પત્તી’એ મને નિષ્ફળતાનો સ્વાદ ચખાડ્યો હતો. પછી ઘણી ફિલ્મોમાં હું રિજેક્ટ થઈ કે મારે બદલે બીજી હિરોઇનને લેવામાં આવી. લોકોએ મને ‘તીન પત્તી’ કરતાં ‘આશિકી ૨’માં વધુ જોઈ. એ ફિલ્મનો રોલ હતો જ એવો. આરોહીએ મને ઘણી સફળતા અપાવી.

‘આશિકી ૨’ પછી ‘એક વિલન’માં કામ કરવું કેટલું અલગ હતું?

‘આશિકી ૨’માં અમારો એક નાનો પરિવાર પોતાનું નામ બનાવવા મથતો હતો. એક શુક્રવારે અમારી બધાની જિંદગી બદલી નાખી.

એ ફિલ્મે તને સમૃદ્ધ બનાવી કહેવાય?

‘એક વિલન’ની સરખામણીએ ‘આશિકી ૨’ માટે મને મળેલા પૈસા કંઈ ન કહેવાય, પણ ‘આશિકી ૨’એ ઇમોશનલી મને અમીર બનાવી દીધી. અને આ સંપત્તિ એવી છે જે પૈસાથી નથી ખરીદી શકાતી.

અચાનક તેં તારું સ્થાન બનાવી લીધું છે...

‘આશિકી ૨’એ મને જે આપ્યું છે એ બદલ હું આભારી છું. ત્રણ-ત્રણ ફ્લૉપ ફિલ્મો પછી તો હું કદાચ ખોવાઈ જ જાત. આજકાલ નિતનવા પ્રોજેક્ટ્સમાં મારું નામ જે રીતે જોડાય છે એ મને ગમે છે, પણ નિર્ધારિત સમય પહેલાં જ ન્યુઝ બહાર પડી જાય તો બધું ગૂંચવાઈ જાય છે અને એથી જ મારી સંમતિ વગર મારું નામ કોઈ કામ સાથે જોડાય એ મને ગમતું નથી. હું ખોટી રીતે સમાચારમાં ઝળકવા માગતી નથી, પછી એ ભલે મારાં વખાણ કે ટીકા હોય. મારી અંગત જિંદગી વિશે છપાય એ મને બિલકુલ ગમતું નથી.

તું તારી ઇમેજ બાબતે બહુ સભાન લાગે છે...

મારે શું કામ ન હોવું જોઈએ? મને જે બોલે તે કરે એવી ઇમેજ ગમે છે. એટલે જ તમે પૂછો એ પહેલાં જ હું તમને જાણ કરી દઉં કે હું વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મ ‘હૈદર’ અને રેમો ડિસોઝાની ABCD 2’માં જ કામ કરું છું. ABCD 2’ના શૂટિંગ માટે લાસ વેગસ જવાની છું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK