હું મારી રીતે કામ કરવામાં માનું છું : શર્મન

બીજાથી અલગ રીતે રહેવા અને ફિલ્મોની પસંદગી વિશે જણાવતો શર્મન જોશી

 

 

Sharman-joshi-iviewએકાંતમાં અને પહોંચની બહાર રહેવું શર્મન જોશીને વધારે ગમે છે અને તે મિડિયાથી હંમેશાં દૂર રહેવાની કોશિશ કરે છે. સાધારણ રીતે બૉલીવુડના બીજા ઍક્ટરો પોતાના અંગત જીવનમાં શું ચાલી રહ્યું છે એ લોકોને જણાવવા ઉત્સુક હોય છે, પણ શરમન તેમની જેમ ચર્ચામાં આવવાનું ટાળે છે. શર્મન અત્યાર સુધી તેની પત્ની પ્રેરણા (પ્રેમ ચોપડાની દીકરી) અને બાળકો ખ્યાના, વાર્યાન અને વિહાન સાથે ભાગ્યે દેખાયો છે. જોકે તેની આગામી ફિલ્મ ‘ફેરારી કી સવારી’ રિલીઝ માટે તૈયાર છે ત્યારે તે વાત કરવા તૈયાર થયો હતો. બાંદરામાં તેના સીફેસિંગ ઘરમાં લીધેલા ઇન્ટરવ્યુમાં શર્મને સવાલો ટાળ્યા વગર જવાબો આપ્યા હતા.

 

નજરની સામે ન હોય એ મગજમાં પણ ન હોય એ વાતમાં તું નથી માનતો?

 

હું મારી જગ્યાએ રહેવામાં ખુશ છું અને મને આ રીત પસંદ છે. હું જાનવરોની જેમ ટોળામાં રહેવામાં નથી માનતો. કારકિર્દીનાં આટલાં વષોર્માં મેં વધારે ફિલ્મો નથી કરી, પણ હું પચાવી ન શકું એટલું ખાવા નથી માગતો. મને હંમેશાં પૂછવામાં આવે છે કે હું વધારે ફિલ્મો કેમ નથી કરતો.

 

ફિલ્મો પસંદ કરવાનાં તારાં ધોરણો અલગ છે?

 

હું ટ્રેન્ડ સેટ કરે એવાં અને અલગ-અલગ કામ કરવા માગું છું. હું એકનું એક કામ ફરીથી કરવા નથી માગતો. ‘ગોલમાલ’માં ફરીથી કામ ન કરવાનું કારણ એ હતું કે પછી મારી એક છાપ કાયમ થઈ જાય અને ફક્ત કૉમેડી જ કરતાં રહેવું પડે, એ હું નથી ઇચ્છતો. નવા પ્રકારનું કામ કરવામાં એક કસોટી હોય છે. એમાં વધારે મહેનત કરવી પડે છે અને હું એ કરવા માગું છું, કારણ કે હું સારી ફિલ્મો કરવામાં માનું છું.

 

સારી ફિલ્મોનો અર્થ તારા મતે શું છે?

 

હું એવી િફ્લ્મોનો ભાગ બનવા માગું છું જેમાં વધારે મહેનત કરવી પડે. ફિલ્મો કોઈ પણ પ્રકાર (કૉમેડી, ઍક્શન, ડ્રામા, વગેરે)ની હોય એનો વાંધો નથી. ‘અંગૂર’ અને ‘આંખેં’ (જૂની) મારા મતે ગ્રેટ ફિલ્મો છે. મેં ‘રંગ દે બસંતી’ અને ‘થ્રી ઇડિયટ્સ’ના સમયમાં જ ‘સૉરી ભાઈ’ ફિલ્મ કરી હતી. એનાથી પણ હું એટલો જ ખુશ છું. ઘણા લોકો સારું કરી શકે છે તો ઘણા નથી કરી શકતા, પણ દરેક વખતે તમે હારો ત્યારે ફરીથી લડવા તૈયાર હો છો.

 

એવું જણાય છે કે તને કેટલાંક પ્રોડક્શન હાઉસ સાથે કામ કરવામાં સરળતા પડે છે?

 

હા, વિધુ વિનોદ ચોપડાના પ્રોજેક્ટ સાથે હું સરળતા અનુભવું છું. તેમના કામનો ભાગ હોવાનો મને ખૂબ આનંદ છે. ત્યાં હું એકદમ આરામથી કામ કરી શકું છું.

 

તારો પરિવાર ગુજરાતી થિયેટર સાથે અને સાસરાપક્ષવાળા બૉલીવુડ સાથે સંકળાયેલા છે, પણ તું ક્યારેય એનો ફાયદો લેતાં નથી દેખાતો?

 

હું હંમેશાંથી આવો છું અને મારી રીતે કામ કરવામાં માનું છું. અંતે હું મારી રીતે મારી લાયકાત સાબિત કરું છું.

 

અંતે તને એવી ફિલ્મ મળી જેમાં તું એકલો હીરો છે?

 

ઘણા લોકો ચાહતા હતા કે હું લીડ રોલમાં કામ કરું અને થોડો સમય થયો, પણ મેં તેમની ઇચ્છા પૂરી કરી. હું જાણું છું કે મારી પહેલાં કેટલાકને આ ફિલ્મ ઑફર કરવામાં આવી હતી, પણ એ મારા નસીબમાં હતી એટલે મારી પાસે આવી. ફિલ્મમાં હું એક નાના બાળકના પિતાનો રોલ કરી રહ્યો છું. બમન ઈરાની પણ ફિલ્મમાં છે. તેમની હાજરીમાં સેટ પર ક્યારેય ગમગીન વાતાવરણ ન હોય. તેમની પાસેથી ખૂબ પ્રેરણા મળે છે.

 

ફિલ્મમાં ફેરારી પણ છે. શું ફેરારી હીરો છે?

 

હા, ફિલ્મમાં ફેરારી છે, પણ અંતે તો એ એક કાર છે.

 

- શાહીન પરકાર

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK