"શાહરુખ કા બેટા હૈ તો કભી ન કભી તો દિખ હી જાએગા"

એ છતાં કિંગ ખાન પુત્ર અબરામને શક્ય હોય ત્યાં સુધી મિડિયાથી તો દૂર જ રાખવા માગે છે


ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં જૂજ વ્યક્તિ એવી છે જે શાહરુખ ખાનની ક્ષમતા અને તેના સ્તર સુધી પહોંચી શકે. તેના જેવી વાક્છટા પણ ઇન્ડસ્ટ્રીના ઍક્ટરોમાં જ્વલ્લે જ જોવા મળે. કિંગ ખાને ‘મિડ-ડે’ સાથે કોઈ પણ જાતના ક્ષોભ કે સંકોચ વિના પોતાના જીવનની અને પોતાની આસપાસની કેટલીક વાતો કરી, ખરા અર્થમાં ખુલ્લા મનથી...

તું પહેલાં રોહિત શેટ્ટી સાથે ‘અંગૂર’ની રીમેક કરવાનો હતો તો પછી ‘ચેન્નઈ એક્સપ્રેસ’ વચ્ચે ક્યાંથી આવી ગઈ?

રોહિત શેટ્ટીને યુટીવીએ સાઇન કર્યો ત્યારે રોહિતની રિલીઝ થયેલી ફિલ્મ ‘ગોલમાલ ૩’ મેં જોઈ હતી. ફિલ્મના બીજા જ દિવસે રોહિતે મને ‘અંગૂર’નું નરેશન આપ્યું. એ જ દિવસે રોહિતે મને એક બીજી વાર્તા પણ સંભળાવી જે એક લવ-સ્ટોરી હતી. આ વાર્તા રોહિતે આઠ વર્ષ પહેલાં લખી હતી. મને આ બીજી વાર્તા વધુ ગમી. આ વાર્તા એટલે ‘ચેન્નઈ એક્સપ્રેસ’. એક પ્રોડ્યુસર તરીકે મને લાગ્યું કે ‘અંગૂર’ એક નાની ફિલ્મ છે જ્યારે રોહિતે સંભળાવેલી ‘ચેન્નઈ એક્સપ્રેસ’ એનાથી અનેકગણી મોટી છે અને મને હંમેશાં મોટી ફિલ્મ કરવાનું ગમે છે.

ઇન્ડસ્ટ્રીમાં કહેવાય છે કે તેં અજય દેવગનનો ડિરેક્ટર ચોરી લીધો...

મને નથી લાગતું કે મારે કોઈ ચીજની ચોરી કરવી પડે. લોકોને આવી ગૉસિપ કરવામાં મજા આવતી હોય તો એનો જવાબ હું શું આપું? મૈં અપને ખૂન-પસીને કી ખાતા હૂં... મને લાગે છે કે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને મારી સાથે કામ કરવાનું ગમે છે અને એટલે તે લોકો કામ કરે છે. મારી પાછળ આવું બોલનારાઓ માટે હું માત્ર એટલું કહી શકું કે ભગવાન સૌને સદ્બુદ્ધિ આપે.

રોહિત હંમેશાં ઍક્શન-મૂવી બનાવે છે, ‘ચેન્નઈ એક્સપ્રેસ’ દરમ્યાન તારી ઈજાઓ વચ્ચે નડી ખરી?

મને ખભામાં ઈજા ડિસેમ્બરમાં થઈ હતી. મેં રોહિતને એની જાણ કરી અને અમે સાથે બેસીને એવું પ્લાનિંગ કર્યું જેમાં ફિલ્મની તમામ ઍક્શન-સીક્વન્સ પહેલાં શૂટ કરી લેવામાં આવે. ‘ચેન્નઈ એક્સપ્રેસ’ની મોટા ભાગની ઍક્શન-સીક્વન્સ સેટ પર તૈયાર કરવામાં આવી હોવાથી શૂટિંગમાં કોઈ તકલીફ ન આવી. રોહિત માટે પણ મારે કહેવું પડે કે તે પોતાનું કામ જેટલું અદ્ભુત રીતે કરે છે એટલી જ સલામતી તે કામ બાબતમાં પણ રાખે છે. લોકોને જાણીને નવાઈ લાગશે કે ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં મેં કોઈ ફેસ-ડબલ કે સ્ટન્ટમૅન વાપર્યો નથી કે એક પણ ઍક્શન-સીન કરવા માટે કેબલ કે વાયરનો ઉપયોગ કર્યો નથી.

એક વાત ઘણા વખતથી મનમાં છે કે ઇન્ડસ્ટ્રીના લોકો ફિલ્મને ઈદના દિવસે જ રિલીઝ કરવાનો આગ્રહ શું કામ રાખે છે?

આ બધું મારી સર્જરીને કારણે થયું છે. મારે ફારાહ ખાનની ફિલ્મ ‘હૅપી ન્યુ યર’ માટે જાન્યુઆરીમાં ૨૦ દિવસ શૂટિંગ કરવાનું હતું પણ પછી ખબર પડી કે હું મારા ખભાની સર્જરી ત્રણ-ચાર મહિના પાછળ ઠેલી શકું એમ નથી એટલે અમારે બધાં કામ પહેલાં હાથ પર લેવાં પડ્યાં. દીપિકાની ડેટનો પ્રૉબ્લેમ થતો હતો એટલે મેં સંજય લીલા ભણસાલીને રિક્વેસ્ટ કરી અને તેને આપવાના ‘રામ લીલા’ની તારીખોમાંથી અમે ૧૫ દિવસ લઈ લીધા. પેઇન જબરદસ્ત હતું એટલે અમે ફિલ્મના શૂટિંગ માટે કોડાઈ કેનાલ જવાનું પણ કૅન્સલ કર્યું અને વાઈમાં જ બીજો સેટ બનાવીને ત્યાં શૂટિંગ શરૂ કરી દીધું. ‘ચેન્નઈ એક્સપ્રેસ’ને ઓરિજિનલી ૧૧ ઑક્ટોબરે રિલીઝ કરવાનો પ્લાન હતો, પણ ઍક્શન-સીક્વન્સ અને સ્પેશ્યલ ઇફેક્ટ્સનું કામ પણ વહેલું પૂરું થઈ જતાં અમે ઈદના દિવસે ફિલ્મ રિલીઝ કરવાનું નક્કી કર્યું.

એક વખત તેં કહ્યું હતું કે તારી ફિલ્મ બિહારમાં નથી ચાલતી. આ વખતે ફિલ્મનું ડિરેક્શન રોહિત શેટ્ટીએ કર્યું છે. તને લાગે છે ‘ચેન્નઈ એક્સપ્રેસ’ જેવી મસાલા-ફિલ્મ બિહારમાં ચાલે?

એક ડિસ્ટ્રિબ્યુટરે મને કહ્યું હતું કે આપકી પિક્ચર બિહાર મેં નહીં ચલતી. પણ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ હજી આજે રિલીઝ થઈ રહી છે ત્યારે શું કામ આ ફિલ્મ નહીં ચાલે એવું ધારી લેવું. વાત રહી પ્રાંતવાદની, તો હું માનું છે કે ફિલ્મમાં કોઈ પ્રાંતવાદ હોતો નથી. હું એવું વિચારીને ક્યારેય ફિલ્મ નથી બનાવતો કે આ ફિલ્મ બિહારમાં આવો અને આટલો બિઝનેસ કરશે. આર્ટિસ્ટ શહર કે હિસાબ સે થોડે હી ફિલ્મ બનાતે હૈં. હો સકતા હૈ મેરી ફિલ્મ યહાં નહીં ચલતી હોગી પર વહાં ચલતી હોગી. ઔર અગર કહીં ચલતી નહીં હોગી તો બીસ સાલ સે થોડે હી ના મૈં કામ કરતા રહતા.

સલમાન તને ભેટ્યો એ સમાચાર નૅશનલ ન્યુઝ બની ગયા હતા...

મારે સલમાન સાથે શું મતભેદ હતા એની વાત મેં ક્યારેય કરી છે ખરી? મને નથી લાગતું કે મારે કે સલમાને કોઈએ પણ અમારા પર્સનલ સમીકરણોની વાતો જાહેરમાં કોઈની પણ સાથે કરવી જોઈએ. દુનિયા એ બધા માટે વષોર્ સુધી ઍનૅલિસિસ કર્યા કરે છે અને એ પછી પણ એને સત્ય જાણવા મળતું નથી. અમે બન્ને ખરા અર્થમાં મૅચ્યોર અને સજ્જન પણ છીએ. હું કોઈ પાર્ટીમાં ઍક્ટર સાથે ઝઘડું કે ક્રિકેટ-સ્ટેડિયમમાં કોઈની સાથે મારે બબાલ થાય તો એ મારી પર્સનલ વાત છે. હું એની જાહેરમાં ચર્ચા કરું એ યોગ્ય નથી. હું ઇચ્છતો પણ નથી કે મારે દરેકેદરેક વાતના ખુલાસાઓ અને ચોખવટ કર્યા કરવાં પડે. હું માનું છું કે પ્રેમ, દોસ્ત, લાગણી અને સંબંધો જ્યારે જાહેરમાં આવી જતાં હોય છે ત્યારે એમાં અનેક પ્રકારની ગૂંચવણ આવી જાય છે. એ તક ખરેખર મહત્વની અને ઉમદા હતી જે અમને બન્નેને મળી. અમારી વચ્ચે જે વિવાદ હતો એ પૂરો થઈ ગયો કે પછી પૂરો થવામાં છે કે ભવિષ્યમાં પૂરો થશે એની સાથે કોઈને કાંઈ લાગતુંવળગતું નથી.

અક્ષયકુમાર અને અજય દેવગન પણ તારા હરીફ છે...

લોકો માનતા હશે, હું નથી માનતો. સાચું કહું તો મને (તેમનાથી) કોઈ તકલીફ પણ નથી. અમે જ્યારે મળીએ છીએ, જ્યાં મળીએ છીએ ત્યારે વાતો કરીએ છીએ. મારે કોઈની સાથે કોઈ હરીફાઈ નથી. મારી આંખો મારી રેસ પર છે, મારા ટ્રૅક પર છે. મારી પાછળ કોણ છે અને મારાથી આગળ કોણ છે એનાથી મને કાંઈ લેવાદેવા નથી.

તારા દીકરા અબરામની વાત. તેં એવું કહ્યું હતું કે અબરામનો જન્મ એ ખુશીની ક્ષણ છે, પણ સાથોસાથ આ દુ:ખની પળ પણ છે...

હા, અબરામ સમય પહેલાં અવતરી ગયો એટલે એ પ્રી-મૅચ્યોર બેબી હતો, વો ઠીક હો જાએગા... કોઈકે મને પૂછ્યું હતું કે મારા દીકરાને હવે કેમ છે ત્યારે મેં જવાબ આપ્યો હતો કે મિડિયા હજી સુધી તેના સુધી પહોંચ્યું નથી અને શક્ય હશે ત્યાં સુધી હું અબરામને બધાથી દૂર રાખીશ. જોકે અલ્ટિમેટ્લી તો શાહરુખ ખાન કા બેટા હૈ તો કભી ન કભી તો દિખ હી જાએગા.

- કુણાલ એમ. શાહ


અબરામે મારી આ વર્ષની ઈદ સ્પેશ્યલ બનાવી દીધી : શાહરુખ

સરોગસીથી પુત્ર મેળવનારા સુપરસ્ટાર શાહરુખ ખાને કહ્યું હતું કે આ નાનકડા બાળકે મારી આ વર્ષની ઈદને સ્પેશ્યલ બનાવી છે.

શાહરુખ ખાનની બહુચર્ચિત ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ ઈદના તહેવારમાં આજે રિલીઝ થઈ રહી છે ત્યારે તેની ખુશી એના કારણે નહીં પણ પુત્ર અબરામને કારણે છે.

શાહરુખ ખાને કહ્યું હતું કે ‘આ ઈદ મારા માટે વિશેષ છે, કારણ કે આ વખતે મારા પરિવારમાં એક નવા મેમ્બરનો વધારો થયો છે. એ મારા માટે સૌથી મોટું પ્રોડકશન છે, બાકીની બાબતો ગૌણ છે.’

શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનને આ પહેલાં પુત્ર આર્યન અને પુત્રી સુહાના છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK