લગ્ન વિશેના સવાલોથી કંટાળેલા સલમાનનો ફિલોસૉફિક્લ અંદાજ

ભગવાનની ઇચ્છા વગર ઝાડનું પત્તું પણ ન હલતું હોય તો કોઈની જિંદગીમાં વાઇફ ક્યાંથી આવી જાય




સલમાન ખાન સાથે વાત કરવી એ હંમેશાં રસપ્રદ રહ્યું છે. દબંગ ખાન સવાલનો જવાબ આપવામાં લાંબો વિચાર નથી કરતો. મનમાં જે આવે અને દિલ જે દિશામાં જવાબ આપવા ઇચ્છતું હોય એ દિશામાં એનો જવાબ આવી જાય. ‘બિગ બૉસ’ની સાતમી સીઝન આવતી કાલથી શરૂ થઈ રહી છે ત્યારે સલમાન ખાને પોતાની આ જ લાક્ષણિકતા ફરી એક વખત દેખાડી દીધી અને પોતાના હરીફ એવા શાહરુખ અને આમિરથી લઈને મૅરેજ લાઇફ સુધ્ધાં વિશે તેણે દિલથી વાત કરી. વાંચો...

લોકો આજે પણ હજી તારા અને શાહરુખના પૅચ-અપની વાતો કરે છે. તું શાહરુખને પ્રેમથી ગળે મળ્યો...

જુઓ, રમઝાન અતિ પવિત્ર મહિનો છે અને એ મહિના દરમ્યાન આ ઘટના બની છે. મને લાગે છે કે કોઈને પ્રેમથી બોલાવવાનું કામ ફક્ત મારે એકલાએ નહીં પણ સૌએ કરવું જોઈએ. અગર મારના હી હૈ કિસીકો તો એક દૂસરે કે કામ સે મારો, જૈસે અભી વો મારકે ચલે ગએ... મેરી અગલી ફિલ્મ મેં હમ ભી કોશિશ કરેંગે. આમિર ભી આ રહા હૈ, એક નયા લડકા ભી આયા હૈ, રણબીર... વો ભી માર રહા હૈ...

ઇન્ટરવ્યુમાં કેવા સવાલ પુછાય તો તને ગુસ્સો આવે?

તમારાં મૅરેજ ક્યારે છે અથવા તો તમે મૅરેજ ક્યારે કરવાના છો... શાદી કિસીકે હાથ મેં નહીં હોતી. ભગવાનની ઇચ્છા વિના જો ઝાડનું પત્તું પણ ન હલતું હોય તો કોઈની જિંદગીમાં વાઇફ ક્યાંથી આવી જાય. અને હા, શાદી કે લિએ લડકી ભી હોની ચાહિએે... મૅરેજનો સવાલ ન હોય તો એવું પૂછે કે તમારી ફિલ્મનો યુનિક સેલિંગ પૉઇન્ટ (શ્લ્ભ્) શું છે. અરે, હું કોઈ બકવાસ ફિલ્મ થોડો કરું છું કે આવો સવાલ પૂછો છો.

તું તારી કરીઅરમાં શું મેળવવા માગે છે?

મારી પાસે અત્યારે જે છે એ હું જાળવી રાખું એ જ મારા માટે ઘણું છે. એક સમય હતો જ્યારે હું લોકો પાસે કામ માગવા જતો હતો, પણ હવે મારે એ કરવું નથી. હવે જે દિવસે મારે કામ માગવા જવું પડશે એ દિવસથી હું કામ નહીં કરું. હવે સમય બદલાયો છે. જો તમને કોઈ કામની ઑફર નથી કરતું તો એનો સીધો અર્થ એ થાય છે કે તેમને તમારી સાથે કામ કરવામાં રસ નથી.

‘બિગ બૉસ’ હોસ્ટ કરવાનું મન શું કામ થાય?

મેં અગાઉ આ રિયલિટી શોની ચાર સીઝન કરી છે અને સાચું કહું તો આ શો હોસ્ટ કરવાની મજા પણ આવે છે એટલે મારું ચાલશે તો હું શો સાથે જોડાયેલો પણ રહીશ, બાકી આગળ ચૅનલની ઇચ્છા અને મારા હરીફોની ફિલ્મ કેવી ચાલે છે એના પર નર્ધિારિત છે.

આમિરે કર્યો એ પ્રકારનો ‘સત્યમેવ જયતે’ જેવો ટૉક-શો તું કરે ખરો?

આમિર જો ‘સત્યમેવ જયતે’ નહીં કરવાનું નક્કી કરે તો ચોક્કસ હું એ શો કરું. અત્યારે અમિતજી (બચ્ચન) KBC કરી રહ્યા છે. જે દિવસ તેઓ એવું કહી દેશે કે અબ મુઝસે યે નહીં હોતા, મૈં વો શો ભી કર લૂંગા.

તું શાહરુખને ‘બિગ બૉસ’ પર બોલાવશે?

(મજાક કરે છે) મને કંઈ સંભળાતું નથી... (બે-ચાર સેકન્ડનો પોઝ લઈને) ચોક્કસ, જો તેને આવવાની ઇચ્છા હોય તો તે શો પર ચોક્કસ આવી શકે છે.

બિગ બૉસની સાતમી સીઝનના દરેક એપિસોડ માટે સલમાન ખાન પાંચ કરોડ કરતાં પણ વધુ ચાર્જ કરશે?

કલર્સ ચૅનલના રિયલિટી શો ‘બિગ બૉસ’ની સાતમી સીઝન હોસ્ટ કરવા સલમાન ખાન ગયા વખત કરતાં ડબલ ચાર્જ કરશે એવી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે તેને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે દરેક એપિસોડ માટે ૫ાંચ કરોડ ચાર્જ કરવાનો છે? ત્યારે તેણે હસતાં-હસતાં કહ્યું હતું, ‘કમ હૈ. ફિગર કમ હૈ, જ્યાદા ચાર્જ કર રહા હૂં.’  

આ વખતે ‘બિગ બૉસ’માં ‘હેવન ઍન્ડ હેલ’નો કૉન્સેપ્ટ રાખવામાં આવ્યો છે અને એથી સલમાન ખાને દેવદૂત (એન્જલ) અને અસુર (ડેવિલ)નો ડબલ રોલ ભજવવો પડશે. જોકે આ રોલ તે માત્ર ચહેરાના હાવભાવ બદલીને અને બૉડી-લૅન્ગ્વેજ બદલીને કરવાનો છે એમ તેનું કહેવું છે, કારણ કે ‘ઘડીએ-ઘડીએ ડ્રેસ

ચેન્જ કરવો મુશ્કેલ છે. આપણા બધામાં જ દેવદૂત અને અસુર બન્ને રહેલા છે. એ આપણા પર  નિર્ભર કરે છે કે આપણે સારી બાબતોને આપણા જીવનમાં કેટલી અનુસરીએ છીએ અને ખરાબ બાબતોને કેટલી કન્ટ્રોલ કરીએ છીએ.’

- સોનાલી જોશી-પિતળે

KBC = કૌન બનેગા કરોડપતિ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK