હું સંજય દત્તની જેમ રાજકારણીઓ પાસે નહીં દોડી જાઉં : સલમાન

જો સંજય દત્ત જેવી હાલત મારી પણ થઈ તો હું કોઈ રાજકારણી પાસે મદદ માગવા નહીં જાઉં, હું લડીશ, મારી ચિંતા કરવાની જરૂર નથી : સલમાન ખાનસલમાન ખાન સાથે અનેક ઇન્ટરવ્યુ થયા છે. ક્યારેક મેહબૂબ સ્ટુડિયોમાં થયો છે તો ક્યારેક સલમાન ખાનની વૅનમાં તેની બાજુમાં બેસીને ઇન્ટરવ્યુ થયો છે. ક્યારેક ચાલતાં-ચાલતાં વાતો થઈ છે તો ક્યારેક સ્ટુડિયોના દેકારા વચ્ચે પણ વાર્તાલાપ થયો છે. આ વખતે માહોલ અને વાતાવરણ જુદું હતું. આરામથી ગૅલેરીમાં બેઠાં-બેઠાં વાત થઈ, પણ બહારનો અવાજ અને સલમાનનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે તેના ફૅન્સની બૂમો સતત ચાલુ હતી. આ બધા વચ્ચે પણ સલમાન બિલકુલ શાંત હતો, પણ તેની અંદર રાજકારણ માટે રહેલો ઉકળાટ સ્પષ્ટપણે બહાર આવી રહ્યો હતો. પ્રસ્તુત ઇન્ટરવ્યુમાં એ જ ઉકળાટ અને ઉશ્કેરાટ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે તો તેની સામે ચાલી રહેલા કેસ માટેનો બળાપો પણ વર્તાઈ રહ્યો છે. વાંચો...

તારી ફિલ્મ ‘જય હો’થી તું આમ આદમી પાર્ટીને મદદ કરી શકે એમ છે ત્યારે તું એની વિરુદ્ધમાં શું કામ બોલે છે?

ના, ફિલ્મ કોઈને મદદ કરવા માટે નથી અને અમે કોઈ રાજકીય પક્ષને સપોર્ટ પણ નથી કરતા. અરવિંદ કેજરીવાલે હવે પોતાની જાતને સાબિત કરવાની છે અને આપણો વિશ્વાસ જીતવાનો છે. મિડિયાએ તેની એક ઇજ્જતદાર છાપ ઊપસાવી છે, પણ જ્યારે તમે કોઈના કામને વખોડવાનું શરૂ કરો છો ત્યારે એને અટકાવવાની ક્ષમતા તેનામાં છે કે નહીં એ પણ જોવું પડશે. સ્ટાર તરીકે અમે વર્ષો સુધી મિડિયાની આ પ્રકારની ટીકા સહન કરી છે અને આજે પણ અમે કોઈ એ ટીકાને રોકી નથી શક્યા.

આજના આ ગંદા રાજકારણમાં તે (અરવિંદ કેજરીવાલ) એક જ એવી વ્યક્તિ છે જેણે આશા જગાવી છે.

જે વાત તેમણે કહી છે એ તે પૂરી ન કરી શક્યા તો શું? એક સમયે તેમણે કહ્યું કે તેમને રાજકારણમાં નથી આવવું અને એવું પણ કહ્યું કે તે કૉન્ગ્રેસ સાથે હાથ નહીં મિલાવે. આ બન્ને વાતમાં તેમણે બિલકુલ ઊલટું જ કર્યું. મુંબઈ માટે મારા વિચારો બહુ સારા છે, પણ હું એ વિચારોને અમલમાં મૂકી શકવાને સમર્થ છું કે નહીં? આજે ભ્રષ્ટાચાર દરેક જગ્યાએ છે અને પ્રબળ રીતે ફેલાયેલો છે અને મોટા ભાગે સ્વીકારી લેવામાં આવ્યો છે. આ લોકોને પગાર સાવ ખોટો જ આપવામાં આવે છે, કારણ કે એ લોકો ભ્રષ્ટાચાર કમિશન તરીકે લેતા થઈ ગયા છે.

એક મિનિટ, ભ્રષ્ટાચાર માત્ર નીચેના સ્તરે જ પ્રસરેલો છે એવું નથી, ઉચ્ચ સ્તરે પણ ભ્રષ્ટાચાર છે જ અને સાચું તો એ છે કે સ્તર જેટલું ઊંચું એટલો ભ્રષ્ટાચાર વધારે.

એકદમ બરાબર. ભ્રષ્ટાચાર એ આપણું કલ્ચર બની ગયું છે. લોકો પૈસા પડાવવાના બધા રસ્તા વાપરી લે છે. ચુરાને મેં મઝા હૈ ઔર વોહ બચા ભી રહે હૈં... પણ મને લાગે છે કે આ માણસ સારું કામ કરશે અને હું માનું છું કે ચીફ મિનિસ્ટર તરીકે તેણે પોતાને માટે ઘર તો લેવું જ જોઈએ. કોઈ એક પાર્ટીને જ આ લાગુ નથી પડતું, જે લોકો સારું કામ કરે છે તેમને સતત આગળ વધારતા રહેવા જોઈએ.

તારે સ્વીકારવું જોઈએ કે એવી વ્યક્તિ હવે બહુ ઓછી રહી છે.

હા, હું માનું છું. એ પણ એટલું જ મહત્વનું છે કે એવા લોકો જ સૌથી વધુ વિવાદમાં ફસાયેલા છે; કારણ કે તે સીધા, સરળ અને પ્રામાણિક છે.

તારી બીજી બધી મસાલા ફિલ્મો કરતાં તારી ફિલ્મ ‘જય હો’ સામાજિક જવાબદારી સમજાવતી હોય એવું લાગે છે.

‘જય હો’ એક મસાલા ફિલ્મ જ છે યાર... આ ફિલ્મ સારાઈને વધુ ને વધુ ફેલાવવાના હેતુથી બનાવવામાં આવી છે. હું ખરેખર ગુસ્સે થયો છું, હતાશ છું અને નિરાશ પણ છું હવે. મને દુખ પણ થાય છે આ બધી સરખામણીઓથી. ‘જય હો’ એક સામાન્ય માણસની, એક સારા પૉલિટિશ્યનની અને એક ખરાબ પૉલિટિશ્યનની વાત કહે છે. બસ એટલું જ.

જેવું બીજી ફિલ્મમાં થાય છે એવું.

હજારો ફિલ્મ છે આવી... આ વધુ એક (ગાળ) એવી જ રીમેક છે... (હસ્યા પછી ફરીથી વાત શરૂ કરે છે). આ ફિલ્મ સાથે મને જબરદસ્ત લગાવ છે અને આ હું દિલથી કહું છું. એક રાજકારણી સાથે ઝઘડો થઈ ગયા પછી જે મોટી મુશ્કેલી ઊભી થાય એની વાત છે આ. જોકે હું કોઈની ચિંતા નથી કરતો. આપણા દેશની સૌથી મોટી તકલીફ પણ એ જ છે કે આપણે હંમેશાં બૅકફૂટ પર રહીએ છીએ અને લોકો એ વાતનો ફાયદો ઉઠાવી જાય છે.

વિષય બદલાવીએ, ફિલ્મ-ઇન્ડસ્ટ્રી જૉઇન કરવા માગતી હોય એવી છોકરીઓ માટે તું ગૉડફાધર બની ગયો છે.

ના, ખોટી વાત છે. એવી પણ અનેક ઍક્ટ્રેસ જે મારી ફ્રેન્ડ છે અને તો પણ હું તેમને ઇમ્પોર્ટન્સ નથી આપતો. હું તે સૌને પ્રોત્સાહન આપું છું જેનામાં ટૅલન્ટ છે અને જે મારી હવે પછીની ફિલ્મો સાથે બંધબેસતી છે. મને એ છોકરીઓ ગમે છે જે ખરેખર હાર્ડ વર્ક કરે છે અને પોતાનું શ્રેષ્ઠ કામ આપવા માટે સક્ષમ છે.

તારો ફ્રેન્ડ સંજય દત્ત અત્યારે જેલમાં અંદર-બહાર કરી રહ્યો છે.

હા, જ્યારે તે બહાર હોય ત્યારે તેણે પોતાનું ધ્યાન રાખવું જોઈએ. ભગવાન કરેને મારે આવી પરિસ્થિતિનો સામનો કરવાનો આવે તો હું વકીલો થકી એનો સામનો કરું, રાજકારણીઓની મદદ ન લઉં. આપણી પાસે સર્વશ્રેષ્ઠ વકીલો છે જ. હું કોઈ રાજકારણીની મદદ તો નથી જ લેવાનો. જો જજમેન્ટ અમારી વિરુદ્ધમાં આવશે તો હું અંદર જઈશ. વધુમાં વધુ શું ખરાબ થશે એ વિચાર મેં વર્ષો પહેલાં છોડી દીધો છે. હું કોઈ રાજકારણી પાસે જઈને ઊભો નથી રહેવાનો કે જેથી તે મને પૂછે ક્યા હો રહા હૈ કેસ કા... હું ચોક્કસ લડીશ, કારણ કે હું નિર્દોષ છું. આ બધાથી હું હવે કંટાળી ગયો છું અને મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું ફરી પાછો આવીશ.

હું બૉક્સ-ઑફિસનો રેકૉર્ડ તોડવાની રેસમાં નથી : સલમાન

‘જય હો’ની રિલીઝ માટે સજ્જ થઈ ચૂકેલો સલમાન ખાન કહે છે, ‘હું બૉક્સ-ઑફિસના રેકૉર્ડ તોડવામાં નથી માનતો. હા, ફિલ્મને યોગ્ય વાહ-વાહ મળે એવી ઇચ્છા ચોક્કસ છે.’

ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવી દેવી જોઈએ એવી ઇન્ડસ્ટ્રીની મની-માઇન્ડેડ માનસિકતા માટે સલમાન કહે છે, ‘ફિલ્મના પ્રોડ્યુસર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ અને એક્ઝિબિટર્સને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થવું જોઈએ. મારો કહેવાનો અર્થ એવો નથી કે મારી ફિલ્મ ફ્લૉપ જાય, પણ એટલું ચોક્કસ કે હું આ ૨૦૦-૩૦૦ કરોડ રૂપિયા માટે ચિંતા નથી કરતો. મારે આવી આંકડાની રમતમાં પડવું નથી. જોકે હું આ જ વતુર્ળમાં છું છતાં કોઈ પ્રકારનો રેકૉર્ડ તોડવાની મારી ઇચ્છા નથી. હું તો એક સારી ફિલ્મ બનાવવા અને આપવા માગું છું. મારી ફિલ્મ વધુમાં વધુ સમય ચાલે અને એક હદ સુધીની સારી આવક રળી લે તો બસ, એમાં હું ખુશ છું.’

જોકે સલમાન જે પ્રકારની ફિલ્મો હાથમાં લે છે એમાં તર્કનું કોઈ અસ્તિત્વ નથી હોતું એનું શું?

એ સંદર્ભે ખુલાસો કરતાં ૪૮ વર્ષનો સલમાન કહે છે, ‘તમે એને બકવાસ કહો કે પછી જે કહેવું હોય તે કહો, પણ મેં આવી જ ફિલ્મો જોઈ છે એટલે આવી ફિલ્મો મારે કરવી છે. નાનો હતો ત્યારે હું થિયેટરમાં જતો ત્યારે ખુરશી પર ઊભો થઈ જતો અને હીરો માટે સીટી વગાડતો. અરે ફિલ્મ તો એવી હોવી જોઈએ જેમાં હીરો પડી જાય તો ઑડિયન્સમાંથી ચિચિયારીઓ પડવી જોઈએ કે ઊઠ, ઊભો થા. તમે જ્યારે થિયેટરમાંથી બહાર આવો ત્યારે તમને હીરો બનવાની લાગણી થવી જોઈએ.’

દબંગ-સ્ટાર કોઈ પણ તર્ક પર પાણી ફેરવી દે છે એવી તેના મિત્ર આમિર ખાને કરેલી ટકોરનો જવાબ આપતાં સલ્લુ કહે છે, ‘હું અને આમિર અલગ પ્રકારની ફિલ્મો કરીએ છીએ. મારી ફિલ્મો મોટા ભાગે થિયેટરમાં જઈને સીટીઓ મારવાની અને મોજમસ્તી કરવાની હોય છે. મારી આ પ્રકારની ફિલ્મો માટે મારે જે કરવાનું કે કહેવાનું હોય છે એ જ હું કરું છું અને મને લાગે છે કે મારી ફિલ્મો ગમવાનું કારણ પણ એ જ છે કે એ ઇમોશનલી કરેક્ટ હોય છે.’

ભાઈ સોહેલ ખાને ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘જય હો’માં ન્યુ કમર ડેઝી શાહ સાથે તબુ, સુનીલ શેટ્ટી, ડૅની ડેન્ઝોન્ગ્પા છે અને એ ૨૪ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

- શુભા શેટ્ટી-સાહા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK