ઇન્ટરવ્યુ : ફૅન્સ મારા માટે પૈસા ખર્ચતા હોય તો મારે તેમના મનોરંજનનું ધ્યાન રાખવું જોઈએને : સલમાન

સલમાન ખાન કહે છે કે પ્રેમ રતન ધન પાયો મારી અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ છે


salman khan



સલમાન ખાન દિવાળી પર રિલીઝ થનારી ‘પ્રેમ રતન ધન પાયો’માં વ્યસ્ત છે. એ સિવાય ૨૦૧૬માં આવનારી ‘સુલતાન’ની તે તૈયારી કરી રહ્યો છે જેમાં તે એક કુસ્તીબાજની ભૂમિકા ભજવવાનો છે. સલમાન સાથે વાત કરીએ તેની ફિલ્મ્સ, વિવાદ, તનાવ અને તેના ભવિષ્યના આયોજન વિશે.

તારી હેલ્થ કેવી છે?

સારી છે, પરંતુ જ્યારથી ‘સુલતાન’ માટેની તાલીમ શરૂ કરી છે ત્યારથી થોડી પેઇનફુલ છે. આ તૈયારીમાં શારીરિક શ્રમ વધારે થઈ જાય છે એથી દરરોજ એક નહીં તો બીજી રીતે કોઈ ને કોઈ અંગ દુખતું રહે છે. પરંતુ આ બધામાં મને બહુ જ મજા આવે છે. એટલે ચિંતા નહીં કરો. હું મારા ચાહકોને નિરાશ નહીં થવા દઉં.

તં લગભગ દોઢ દાયકા પછી સૂરજ બડજાત્યા સાથે ટીમ-અપ કર્યું છે. તારી અને સૂરજ બડજાત્યાની આ ટીમ પાસેથી લોકો શું અપેક્ષા રાખી શકે?

સૂરજ સાથેના અસોસિએશનની હું બહુ કદર કરું છું. અમે જે પ્રકારની ફિલ્મો કરી છે એને બહુ જ સન્માન મળ્યું છે. હા, અમે ઘણા લાંબા સમય સુધી સાથે કામ નથી કર્યું અને હવે અમે સાથે ફિલ્મ કરી રહ્યા છીએ જે મારા મત મુજબ અમે પહેલાં કરેલી ત્રણેય ફિલ્મો (મૈંને પ્યાર કિયા - ૧૯૮૯, હમ આપકે હૈં કૌન - ૧૯૯૪, હમ સાથ-સાથ હૈં -૧૯૯૯) કરતાં વધારે સારી છે. સૂરજની ફિલ્મો ઉપદેશ નથી આપતી, તેની ફિલ્મોથી બહુ સારી ફીલિંગ્સ આવે છે. જ્યારે તમે થિયેટરમાંથી બહાર આવો છો ત્યારે ફિલ્મમાં રહેલી બધી સારી લાગણીને કારણે તમારા ચહેરાની ચમક વધી જશે. મેં કરેલી આ સૌથી મોટી ફિલ્મ છે.

આ ફિલ્મની માર્કેટિંગ પ્રક્રિયામાં તારો કેટલો ફાળો છે? ફિલ્મની રિલીઝ માટે દિવાળી કેમ પસંદ કરી?

સૂરજને દિવાળી પર ફિલ્મ રિલીઝ કરવી હતી. તેણે આ ફિલ્મ ત્રણ વર્ષ પહેલાંથી પ્લાન કરી હતી, પરંતુ હું અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત થઈ ગયો હતો.

શું તેં આ ફિલ્મને ‘હા’ કહેવા માટે સમય લીધો હતો?

મને ખબર હતી કે તે સ્ક્રિપ્ટ લખી રહ્યો છે. જ્યારે તેણે સ્ક્રિપ્ટ પૂરી કરી ત્યારે અમે નરેશન માટે બેઠા. ત્યારે મારી પાસે તેને ના કહેવાનો કોઈ વિકલ્પ જ નહોતો.

શું ભિવષ્યમાં ફરી તેની સાથે જોડાવાનો વિચાર છે?

ચોક્કસ. ભવિષ્યમાં વધારે ફિલ્મો સાથે કરીશું.

આ વર્ષની શરૂઆતમાં તારે ‘બજરંગી ભાઈજાન’ અને ‘પ્રેમ રતન ધન પાયો’ના શૂટિંગમાં બૅલૅન્સ કરવું પડતું હતું. એ સમયે હિટ ઍન્ડ રન કેસ પણ ચાલતો હતો. તો આ સમયે તારી માનસિક પરિસ્થિતિ શું હતી? તારા માટે કામમાં ધ્યાન કેન્દ્રિત કરવું કેટલું અઘરું હતું?

બહુ જ અઘરું હતું. મારે બધી જ વસ્તુને ભૂલીને કામ પર સો ટકા ધ્યાન આપવાનું હતું. જ્યારે મારા ફૅન્સ મારી ફિલ્મ જોવા માટે પૈસા ખર્ચે છે ત્યારે હું એ લોકોના મનોરંજનનું ધ્યાન રાખું છું. હું મારું કામ હાફ-હાર્ટેડલી ન કરી શકું. હું મારા ફૅન્સને એમ તો ન જ કહી શકું કે હું બહુ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. એ લોકો માટે એ મહત્વનું નથી. મારો કહેવાનો અર્થ એ છે કે લોકો મારી કૅર કરે છે, પરંતુ જ્યારે તેઓ ફિલ્મ જોવા જાય ત્યારે તેમને મજા આવવી જોઈએ એ મહત્વનું છે. મારી આસપાસ જ્યારે આ બધી વસ્તુઓ એકસાથે ચાલતી હતી ત્યારે કામમાં ફોકસ કરવું બહું જ કપરું બની ગયું હતું.

‘બજરંગી ભાઈજાન’ની કહાણી વાસ્તવિક બની જ્યારે એક પાકિસ્તાની ઍક્ટિવિસ્ટે ભારતીય યુવતી ગીતાને ૧૫ વર્ષ પછી તેના ઘરે પાછી મોકલવામાં મદદ કરી. શું તું તેને મળવાનું વિચારે છે?

મેં નથી વિચાર્યું. હું એક NGO સાથે જોડાયેલો છું જે ખોવાઈ ગયેલાં બાળકોને શોધે છે અથવા ભારતનાં રિમાન્ડ હોમમાં રહેલાં બાળકોને તેમના પરિવાર સાથે મેળવવાની કોશિશ કરે છે. અમે હાલમાં જ ૩૦ બાળકોને તેમના ઘરે પાછાં મોકલ્યાં છે. જ્યારે આવી રીતે બાળકોને તેમના ઘરે મોકલવામાં આવતાં ત્યારે હું તેમને મળવા જતો. બાળકો જ્યારે ઘરે જાય ત્યારે મને મળવાની અપેક્ષા રાખતાં. એક વખત બે કે ત્રણ બાળકો મને મુંબઈ મળવા માટે ભાગી આવ્યાં. એટલે મારે તેમની પાસે જવાનું બંધ કરવું પડ્યું. ગીતાનો સવાલ છે તો ગીતા તેનાં મા-બાપને મળવા માગે છે અને તેને તેના પેરન્ટ્સ મળી જશે એ વાતથી હું બહુ જ ખુશ છું. પાકિસ્તાનમાં તે જે પરિવાર સાથે રહેતી હતી તેમણે તેની બહુ સારી રીતે સંભાળ લીધી. હું આશા રાખું છું કે તેના પેરન્ટ્સ પણ તેની બહુ સારી કાળજી લે. ઘણાં ભારતીય બાળકો ગાયબ થઈ જાય છે અને તેમનું શોષણ થાય છે. ખબર નહીં શું-શું થતું હશે. ગીતા નસીબદાર હતી કે તેને ખરાબ સમયમાંથી પસાર ન થવું પડ્યું.

તું ૨૭ ડિસેમ્બરે પચાસ વર્ષનો થઈ જઈશ. એ દિવસ કેવી રીતે ઊજવવાનો વિચાર છે?

મને નથી લાગતું કે પચાસ વર્ષના થવું બહુ મોટી વાત છે. એથી મેં કોઈ એવો ખાસ વિચાર નથી કર્યો. ઊલટાનું અમારે સખત મહેનત કરવી પડે છે જેથી મારા ફૅન્સ માટે તેમનો ફિલ્મ જોવાનો સમય યાદગાર બની રહે. આ બાજુ જેટલું પેઇન હોય એ બીજી બાજુ મનોરંજન બની રહેતું હોય છે. જો તમે સેટ્સ પર થોડી તકલીફ સહન કરી લો તો તમારા ફૅન પણ પોતાના જીવનને વધુ સારું બનાવવાની કોશિશ કરે અને સારા હ્યુમન બીઇંગ બની શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK