મેં જિંદગીને દરેક તબક્કે માણી છે અને સ્વીકારી છે

૬૪ વર્ષ પૂરાં કરીને ગઈ કાલે ૬૫મા વર્ષમાં પ્રવેશેલાં શબાના આઝમી બર્થ-ડે નિમિત્તે કરે છે દિલ ખોલીને વાત. અત્યારે તેઓ લંડનમાં છે, જ્યાં આજે તેમનું નવું નાટક ઓપન થઈ રહ્યું છે

sabana


ફિલ્મ-એકટર અને સોશ્યલ વર્કર શબાના આઝમી ગઈ કાલે ૬૪ વર્ષનાં થયાં. નસીબજોગે શબાના આઝમી અત્યારે જે પ્લેનું રિહર્સલ કરી રહ્યાં છે એનું નામ પણ જન્મદિવસ પર આધારિત ‘હૅપી બર્થ-ડે સુનીતા’ છે. બર્થ-ડેના દિવસે શબાના આઝમીએ કહ્યું હતું કે જીવનના દરેક તબક્કાને તેમણે મન ભરીને માણ્યો હોવાથી તેમને વધતી ઉંમરની સામે ક્યારેય કોઈ વિરોધ નથી. દરેક વ્યક્તિએ આ જ રીતે જીવનમાં આગળ વધવું જોઈએ એવું પણ તેમણે કહ્યું હતું.

જન્મદિવસે નવા વર્ષનો શું પ્લાન બનાવ્યો?

૧૯ સપ્ટેમ્બરે મારું પ્લે ‘હૅપી બર્થ-ડે સુનીતા’ લંડનમાં શરૂ થાય છે. બર્થ-ડેના દિવસે પણ મેં રાતે દસ વાગ્યા સુધી પ્લેનું ટેãક્નકલ રિહર્સલ કર્યું છે. જાવેદ પણ લંડન આવ્યા છે અને લંડનની ટ્રિપ માટે હું બહુ ખુશ છું. આના સિવાય બીજો કોઈ પ્લાન અત્યારે તો નથી.

બર્થ-ડેને દિવસે કેક કાપવાનું અને ગિફ્ટ મેળવવાનું ગમે ખરું?

કેક-કટિંગ કરવાની પ્રથા મને નથી ગમતી. ભારતમાં એની શરૂઆત ક્યારે થઈ અને કયા સંજોગોમાં થઈ એની પણ મને નથી ખબર. સ્કૂલના દિવસોમાં અમને ક્લાસરૂમમાં ચૉકલેટ અને પેપરમિન્ટ આપવાની જ માત્ર છૂટ હતી. એનાથી સમાનતા જળવાઈ રહેતી હતી, કારણ કે પૈસાદાર છોકરીઓને દેખાડો કરવાનો મોકો નહોતો મળતો અને જેઓ ગરીબ હતા તેમને નીચાજોણું નહોતું થતું. બર્થ-ડે કે ઍનિવર્સરીના દિવસે ગિફ્ટ આપવી કે ગિફ્ટ લેવી એ બાબત પાળવી જ જોઈએ એવું પણ હું નથી માનતી. જો મને કોઈને ગિફ્ટ આપવી હોય તો કોઈ જ કારણ વિના એ અપાવી જોઈએ એવું મારું માનવું છે.

પણ તમને કંઈક તો બર્થ-ડેના દિવસે ગમતું હશેને?

હા, ફ્લાવર્સ અને બુકે મારી નબળાઈ છે અને મને કોઈ એ આપે તો એ મને ગમે છે. ખાસ કરીને મોગરો, ગુલાબ, રજનીગંધા જેવાં ખુશ્બૂવાળાં ઇન્ડિયન ફ્લાવર મને વધારે ગમે છે.

અત્યાર સુધીનો સૌથી યાદગાર જન્મદિવસ ક્યો?

મારી પચાસમી વરસગાંઠ. દેશ અને દુનિયાભરમાંથી મારા બધા ફ્રેન્ડ્સ આવ્યા હતા. અબ્બા કૈફી આઝમી પણ શેરવાની અને ટોપીમાં એવી રીતે ફરતા હતા જાણે તેમનો જ બર્થ-ડે હોય. જાવેદ પણ ખૂબ જ સરસ રીતે તૈયાર થયા હતા. એ બર્થ-ડેની વાતો મારા માટે પર્સનલ સ્તરની છે જેની વિગતવાર વાત કરવી મને યોગ્ય નથી લાગતું.

‘૬૪’ તમારા માટે એક આંકડો જ છે કે પછી એનો જીવનમાં કોઈ અર્થ પણ છે?

મને મારી ઉંમર સામે કોઈ વિરોધ નથી. મેં જિંદગીને દરેક તબક્કે માણી છે અને સ્વીકારી છે. મને યાદ છે જ્યારે મેં પચાસમી વરસગાંઠનું સેલિબ્રેશન કર્યું ત્યારે લોકોને બહુ નવાઈ લાગી હતી. મને એવી સલાહ આપવામાં આવતી હતી કે તારી ઉંમર જાહેર નહીં કરતી. સાવ સ્ટુપિડ જેવી આ મેન્ટાલિટી છે.

એક ઍક્ટ્રેસ તરીકે તમને ક્યારેય એવું લાગે ખરું કે ઉંમરનું બંધન નડી શકે?

મારી દૃષ્ટિએ એક ઍPર માટે આ બેસ્ટ ટાઇમ કહેવાય. ઍક્ટિંગ માટે દરેક એજ પર બહુબધાં કૅરૅPર હોય જ છે. હવે એવું નથી રહ્યું કે સફેદ સાડી પહેરીને આખા કુંટુબ માટે બહુબધું સહન કરનારી પેલી સ્ટિરિયો-ટાઇપ માનો રોલ જ બાકી રહ્યો છે.

પાછળ વળીને જોતાં તમારી સિદ્ધિઓ વિશે કેવી અનુભૂતિ થાય છે?

હું નસીબદાર હતી કે સાચા સમયે મને સાચા સ્થાને જવા મળ્યું, પણ હા, લાઇફનો બેસ્ટ પાર્ટ હજી આવવાનો બાકી છે. મેં જે કંઈ કર્યું એ બધામાં મને સૌથી જો કોઈ કામ ગમ્યું હોય તો એ ઍક્ટિંગ છે. માલિકના આર્શીવાદ છે કે મને જે કામ કરવું હતું એ જ મારું પ્રોફેશન બન્યું.

તમે અનેક જગ્યાએ સંકળાયેલાં છો, એકસાથે આટલું બધું કામ કઈ રીતે થઈ શકે છે?

એક ઍPર માટે તેની પોતાની જિંદગીમાં એટલું બનતું હોવું જોઈએ કે જેથી તે પોતાના જાતઅનુભવથી કૅરૅPરમાં દરેક પ્રકારના રંગો પૂરી શકે. સ્ટાર બનવાની જે પ્રક્રિયા હોય છે એ દરમ્યાન તમારી આસપાસ એ પ્રકારના લોકોનું સર્કલ બનતું જવા માંડે છે જે તમને હવામાં રાખવાનું કામ કરે છે અને એના કારણે પણ તમે રૂટીન જિંદગીથી આઇસોલેટેડ થઈ જતાં હો છો.

ખુશામતખોરોની વચ્ચે પણ તમે તમારી જાતને જમીન પર કઈ રીતે રાખી શક્યાં?

ઍPર-ડિરેPર કેવિન સ્પેસીએ મને કહ્યું હતું કે તે તેની ઇચ્છાથી આજે પણ ટ્યુબ-ટ્રેનમાં ટ્રાવેલ કરે છે અને પોતાની ગ્રોસરી જાતે ખરીદવા જાય છે. વિચારો કે જો શાહરુખ ખાન ભારતમાં કેવિન જેવું કરવા જાય તો શું થાય. લંડનમાં મારા શો સમયે મારી ઇચ્છા મેટ્રોમાં ટ્રાવેલ કરવાની હતી, પણ મને એવું કરવાની ના પાડવામાં આવી.

જેના વિચારોએ હંમેશાં તમારું ઘડતર કરવામાં મદદ કરી છે એવી વ્યક્તિઓ કઈ?

‘મારા અબ્બા અને અમ્મી કૈફી આઝમી અને શૌકત આઝમી. મારા હસબન્ડ જાવેદ અખ્તર, શ્યામ બેનેગલ, શશી કપૂર અને જેનિફર કપૂર. આ ઉપરાંત જીવનની કોઈ પણ તકલીફમાં પણ સ્થિતપ્રજ્ઞતા રાખવાનું હું એ મહિલાઓ પાસેથી શીખી જે ઝૂંપડપટ્ટીમાં રહેતી હતી અને મને તેમની સાથે કામ કરવા મળ્યું હતું. જરા વિચારો કે મનમાં સતત એ વાતનો ડર રહેતો હોય કે કોઈ પણ દિવસે મહાનગરપાલિકાવાળા ઘર તોડી નાખશે અને એ પછી પણ બધું કામ શાંત મન સાથે કરવામાં આવતું હોય. મિજવાન સંસ્થા સાથે જોડાયેલી મહિલાઓ પાસેથી પણ ઘણું મળ્યું છે.’

લાઇફને બદલી નાખે એવી પાંચ ઘટના કહેવાની હોય તો એ ઘટનાઓમાં તમે શું ગણાવશો?

૧. મેં જ્યારે FTII જૉઇન કર્યું.

૨. ‘અંકુર’.

૩. ‘અર્થ’.

૪. આનંદ પટવર્ધને બનાવેલી ડૉક્યુમેન્ટરી ‘બૉમ્બે અવર સિટી’ જોઈ એ.

૫. દિલ્હીમાં ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાનું સેલિબ્રેશન હતું ત્યારે મેં પ્રોટેસ્ટ કર્યો એ ઘટના... થિયેટર-ઍક્ટિવિટસ્ટ સફદર હાશ્મીની હત્યા કરવામાં આવી ત્યારે એના વિરોધમાં એ પ્રોટેસ્ટ હતો. એ જ ફિલ્મ-ફેસ્ટિવલમાં મારી ફિલ્મ ‘મૅડમ સોઉસત્ઝકા’નું પ્રીમિયર હતું.

કોઈ અધૂરું સપનું, જે હજી બાકી હોય...

મને પિયાનો વગાડતાં શીખવું છે... પણ બહુ મોડું થઈ ગયું હવે.

જો જિંદગીમાં કોઈ એક ચેન્જ લાવવો હોય તો એ ચેન્જ કયો હોય?

બહુ અંગત સવાલ છે આ.

નવી જનરેશન તમને રોલ-મૉડલ માને છે. એ જનરેશન માટે શું સલાહ છે.

ક્યારેય સંતોષ નહીં માનો અને અત્યંત મહેનત કરીને જિંદગીને પ્રેમથી સ્વીકારો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK