ક્રિટિક્સ કી કિસકો પડી હૈ : રોહિત શેટ્ટી

આજે રિલીઝ થતી ‘બોલ બચ્ચન’થી તે ફરી બૉક્સ-ઑફિસ છલકાવે છે કે નહીં એના પર બધાની નજર છે ત્યારે ડિરેક્ટર રોહિત શેટ્ટી કહે છે...

rohit-shettyમોટા ભાગે ધડમાથા વગરની કૉમેડી ફિલ્મો બનાવતો રોહિત હવે પહેલી વાર શાહરુખ ખાન સાથે ‘ચેન્નઈ એક્સપ્રેસ’ નામની રોમૅન્ટિક ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે : ‘બોલ બચ્ચન’ અજય દેવગન સાથેની તેની સતત આઠમી ફિલ્મ ૧૭ વર્ષની ઉંમરથી જ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દીની શરૂઆત કરનારો ડિરેક્ટર રોહિત શેટ્ટી અમસ્તો જ મિસ્ટર બ્લૉકબસ્ટર તરીકે નથી ઓળખાતો. ‘ગોલમાલ’, ‘ગોલમાલ રિટન્ર્સ’, ‘ઑલ ધ બેસ્ટ’, ‘સિંઘમ’ અને ‘ગોલમાલ ૩’ જેવી બૅક-ટુ-બૅક સુપરહિટ ફિલ્મો દ્વારા તેણે જબ્બર કમાણી કરી છે. સાથે ઑડિયન્સની વાહવાહી પણ જીતી છે. ક્રિટિક્સનાં મંતવ્યો માટે તે તદ્દન બેપરવાહ છે, સાથે સફળતાનો કેફ માથે ન ચડી જાય એ માટે સતર્ક પણ છે. અત્યાર સુધી પોતાના બેસ્ટ ફ્રેન્ડ અજય દેવગન સાથે જ ફિલ્મો કરનારો રોહિત હવે આગળ વધીને પહેલી વાર શાહરુખ સાથે એક રોમૅન્ટિક ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. આજે તેની નવી ફિલ્મ ‘બોલ બચ્ચન’ રિલીઝ થઈ રહી છે ત્યારે જાણીએ તેના નવા પ્રોજેક્ટના વિચારો અને ઇન્ડસ્ટ્રીમાં તેના વિકાસની વાતો.

 

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો તારા માટે મિસ્ટર બ્લૉકબસ્ટરનું ટૅગ વાપરે છે, તું એ ઍપ્રીશિએશનને કેવી રીતે લે છે?

હું આવી બાબતો માટે બહુ ગંભીરતાથી નથી વિચારતો અને ખરેખર કહું તો મને એ પણ નથી ખબર કે ક્યારથી મારા માટે ઇન્ડસ્ટ્રીમાં આવી છાપ ઊભી થઈ છે, પરંતુ એટલું જરૂર કહીશ કે જ્યારે પણ આપણી ટૅલન્ટ પર લોકો ભરોસો મૂકવા માંડે અને આપણી પ્રશંસા કરે તો સ્વાભાવિક રીતે એ ગમે છે. જોકે આ પ્રકારનો ટૅગ તમારા માટે એક મોટી જવાબદારી અને એક જુદા પ્રકારનું પ્રેશર લઈને આવે છે એ ભૂલવું ન જોઈએ.

સફળતાનો નશો માથા પર સવાર ન થઈ જાય એ માટે તું શેનું ધ્યાન રાખે છે?

ઇન્ડસ્ટ્રીમાં મારા એવા ઘણા મિત્રો છે જેઓ પ્રામાણિકપણે મને સાચા રિવ્યુ આપતા હોય છે અને મને એ વાતનું ભાન છે જ કે કંઈ જ પર્મનન્ટ નથી. અત્યારે જે છે એ પણ એક દિવસ તો બદલાવાનું જ. મારી સફળતા પાછળ ઘણા લોકોનું યોગદાન છે અને તેમને હું ક્યારેય નથી ભૂલવાનો.

વિવેચકોને તું જરાય નથી ગમતો, એનો કોઈ રંજ?

ક્રિટિક્સની કોને પડી છે. મારા ખ્યાલથી તે લોકોને મારું ડિરેક્શન જ નથી ગમતું, ઠીક છે. ભગવાને મને ઘણું આપ્યું છે અને આમેય મારું માનવું છે કે બીજા બધા કરતાં ઑડિયન્સના સ્ટાર વધારે મહત્વના છે. મેં ક્યારેય એવો દાવો નથી કયોર્ કે હું નૅશનલ અવૉર્ડ જીતી શકે એવી ફિલ્મો બનાવું છું. તો મને એ કહો કે હું શું ખોટું કરું છું. જ્યારે હું ક્લિયર છું કે હું એન્ટરટેઇનમેન્ટ બેઝ્ડ કમર્શિયલ ફિલ્મો જ બનાવું છું તો ક્રિટિક્સ શા માટે એવા ઓપિનિયન આપે છે જાણે એ કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ ફિલ્મ હોય?

તું પણ એવા કેટલાક ગણ્યાગાંઠ્યાં ડિરેક્ટરોમાંનો એક છે જે પ્રોડ્યુસર નથી બન્યા, કોઈ ખાસ કારણ?

જો બધા જ પ્રોડ્યુસર બની જશે તો ઇન્ડસ્ટ્રીનું કામ કેવી રીતે આગળ વધશે? અત્યારના સમયમાં એક ફિલ્મ પાછળ કરોડો રૂપિયા દાવ પર લાગેલા હોય છે. મારી ફિલ્મો માટે પણ મારા માથે સો-સો કરોડ રૂપિયાનું પ્રેશર હોય છે. પ્રોડ્યુસર બની શા માટે મારે આ પ્રેશર હજી વધારવું જોઈએ?  

ઘણા પ્રોડ્યુસરો પોતાની ફિલ્મો માટે તને સાઇન કરવા માટે મોટી રકમ પણ ઑફર કરે છે. જોકે તેં ક્યારેય એ તરફ ધ્યાન નથી આપ્યું. કેમ તને ઇચ્છા નથી થતી?

હોતા હૈ. હું પણ એક માણસ છું. સારું વળતર મળતું હોય તો આવું મન થાય, પરંતુ હું પણ આ ઇન્ડસ્ટ્રીનો જ છું અને મને ખબર છે કે અહીં કઈ રીતે કામ આગળ વધે છે. મેં તો માત્ર શરૂઆત કરી છે, હજી તો ખૂબ લાંબો પ્રવાસ ખેડવાનો છે. મારે એક જ દિશામાં આગળ નથી વધવું માટે હું એ તરફ ધ્યાન નથી આપતો.

‘બોલ બચ્ચન’ માટે હૃષીકેશ મુખરજીની ‘ગોલમાલ’ ફિલ્મના તેં રાઇટ્સ ખરીદ્યા છે એવું સંભળાય છે...

કારણ કે મારે પ્રામાણિક રહેવું હતું. મારા માટે એ ખૂબ સહેલું હતું જો મેં એમ કહ્યું હોત કે ‘બોલ બચ્ચન’ને ‘ગોલમાલ’ સાથે કોઈ લેવાદેવા નથી. હું એ માટે લડ્યો હોત તો આરામથી જીતી પણ ગયો હોત, પરંતુ મેં એના રાઇટ્સ મેળવ્યા; કારણ કે મારી ફિલ્મનો બેસિક પ્લૉટ ખરેખર એ ફિલ્મથી પ્રેરિત છે.

અજય સાથે આઠ ફિલ્મો કર્યા પછી હવે તું શાહરુખ સાથે ફિલ્મ બનાવે છે?

મેં આ પહેલાં ક્યારેય રોમૅન્ટિક ફિલ્મ નથી બનાવી, પરંતુ રોહિત શેટ્ટીનો માકોર્ રોમૅન્ટિક ફિલ્મો પર પણ હોવો જોઈએ એવું મને લાગેલું તેમ જ શાહરુખ એક ખૂબ સારો પ્રોડ્યુસર છે. ફિલ્મ માટેની બેસિક પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. હિરોઇન દીપિકા પાદુકોણ છે.

તું શાહરુખ સાથે ફિલ્મ બનાવે છે એમાં અજય રાજી છે?

મેં જ્યારે અજયને કહ્યું કે હું રોમૅન્ટિક ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ શાહરુખ સાથે બનાવવા જઈ રહ્યો છું ત્યારે તેનો જવાબ હતો, સુપર્બ. તે બન્નેમાંથી કોઈએ જ મને એકબીજા માટે કંઈ કહ્યું નથી. મને ઘણી વાર આશ્ચર્ય થાય છે કે શા માટે લોકો આવી વાતો કરતા હશે. તેઓ બન્ને મૅચ્યોર માણસો છે જેમનું પોતાનું અલાયદું સામ્રાજ્ય છે અને તેમની પાસે કરવા માટે બીજાં ઘણાં કામ છે.

મારી ફિલ્મો સારી હોવા છતાં લોકો એને ખરાબ જ કહેવાના

થોડા સમય પહેલાં ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડાએ કહ્યું હતું કે આજકાલ કચરા જેવી ફિલ્મો પણ ૧૦૦ કરોડ બનાવી લે છે. જોકે આના પર રોહિત શેટ્ટીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મારી ફિલ્મો ૯૯ કરોડ બનાવે તો એ લોકો તો એમ જ કહેશે કે આમાં કંઈ દમ નહોતો.

જાગરણને લીધે ગુજરાતને એક દિવસ વહેલી જોવા મળી

‘બોલ બચ્ચન’ આજે દેશભરના ફિલ્મરસિયાઓને જોવા મળશે, પણ ગુજરાતના દર્શકો આ બાબતમાં થોડા નસીબદાર નીવડ્યા છે, કારણ કે ગઈ કાલે જયાપાર્વતીનું જાગરણ હોવાથી આ ફિલ્મ ગઈ કાલે જ રાત્રે બાર વાગ્યે ગુજરાતમાં રિલીઝ કરી દેવામાં આવી હતી અને રાત્રે બારથી ત્રણ અને ત્રણથી છના બે શો રાખવામાં આવ્યા હતા.

રોહિત શેટ્ટીની ફિલ્મો

૨૦૦૩

ઝમીન

૨૦૦૬

ગોલમાલ

૨૦૦૮

સન્ડે

૨૦૦૮

ગોલમાલ રિટન્ર્સ

૨૦૦૯

ઑલ ધ બેસ્ટ

૨૦૧૦

ગોલમાલ ૩

૨૦૧૧

સિંઘમ

૨૦૧૨

બોલ બચ્ચન

આ બધી ફિલ્મોમાં અજય દેવગન છે

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK