“મને છે બૉયફ્રેન્ડની તલાશ”

કહે છે ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’થી ચમકી ગયેલી દિલ્હીગર્લ રિચા ચઢ્ઢા

riya-chaddhaડિરેક્ટર અનુરાગ કશ્યપની લેટેસ્ટ ફિલ્મ ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’થી લાઇમલાઇટમાં આવી ગયેલી મૂળ દિલ્હીની ઍક્ટ્રેસ રિચા ચઢ્ઢા આ સફળતાથી બહુ ખુશ છે. આ ફિલ્મમાં તેના અભિનયે બધાનું ધ્યાન ખેંચ્યું છે અને એની સફળતાને પગલે તેને ૧૧ ફિલ્મોની ઑફર મળી છે. આમ એક ફિલ્મની સફળતાને કારણે રાતોરાત ખ્યાતનામ બની ગયેલી રિચા પોતાની કરીઅર અને બૉયફ્રેન્ડ વગરની લાઇફ વિશે દિલ ખોલીને વાત કરે છે.

શું ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ને તારા જીવનનો ટર્નિંગ પૉઇન્ટ ગણી શકાય?

આ ફિલ્મને જે સફળતા મળી છે એનાથી હું બહુ ખુશ છું. આ ફિલ્મના મારા અભિનયે મને બીજી ૧૧ ફિલ્મોની ઑફર મેળવી આપી છે. મારે આ ફિલ્મોમાંથી કઈ ફિલ્મ સાઇન કરવી જોઈએ એનો નિર્ણય હું ટૂંક સમયમાં લઈ શકીશ.

એવો કોઈ પ્રોજેક્ટ છે જેમાં તને રસ પડ્યો હોય?

મેં માત્ર ડિરેક્ટર મીરા નાયરની ફિલ્મ સાઇન કરી છે. આ સિવાય હું પુષ્કળ વાર્તાઓ સાંભળી રહી છું. ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ પછી ફિલ્મોની ઑફર તો મળી રહી છે, પણ મારે કઈ ફિલ્મ સાઇન કરવી જોઈએ એનો નિર્ણય હું હજી નથી લઈ શકી. હું એવી હિરોઇન નથી બનવા માગતી જેનાં પાંચ વર્ષ બ્લૉક થઈ ગયાં હોય. મેં જોયું છે કે નવી હિરોઇનો લાલચમાં ગમે એવી ફિલ્મ સાઇન કરી લે છે અને પછી ઍવરેજ કામ કરીને ગુમનામ થઈ જાય છે. હું આવું નથી કરવા માગતી.

અમે સાંભળ્યું છે કે તું સિંગલ છે...

સાચી વાત છે. હું સિંગલ છું અને સારા સાથીદારની તલાશમાં છું. મારે કોઈ બૉયફ્રેન્ડ નથી અને હું બૉયફ્રેન્ડની તલાશમાં છું. જોકે અત્યાર સુધી મારું ધ્યાન કામમાં હોવાને કારણે આ મુદ્દે પૂરતું ધ્યાન નહોતી આપી શકી. હવે જ્યારે મારી કરીઅર સેટ થઈ રહી છે ત્યારે હું જીવનની બીજી મજા માણવા પણ ઇચ્છું છું.

‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’માં તું રિયલ લાઇફમાં છે એના કરતાં થોડી વધારે જાડી લાગે છે.

હા, એ સમયે ઍક્સિડન્ટમાં મારા ગોઠણને ઈજા થઈ હોવાથી મને જિમમાં જવાની પરવાનગી નહોતી. આ ફિલ્મ માટે મારે થોડું પાકટ અને સ્થૂળ લાગવાનું હતું. હું જિમમાં ન જતી હોવા છતાં અનુરાગની ડિમાન્ડ જેટલી જાડી નહોતી થઈ શકી એટલે તેણે મારા નિતંબો અને સાથળ પરદા પર સ્થૂળ લાગે એ માટે પૅડિંગનો ઉપયોગ કર્યો હતો.

તું નિખિલ દ્વિવેદી સાથે પણ એક ફિલ્મ કરી રહી છે?

હા, એ ફિલ્મનું નામ ‘તમંચે’ છે. હું એમાં દિલ્હીની છોકરીની ભૂમિકા કરી રહી છું. હું પોતે પણ દિલ્હીની છું, પણ ફિલ્મમાં મારું પાત્ર ક્રિમિનલ બૅકગ્રાઉન્ડ ધરાવતી ટફ છોકરીનું છે. આ પાત્ર ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ના મારા પાત્રથી સાવ અલગ છે, પણ જેમ-જેમ ફિલ્મ આગળ જતી જશે એમ અહેસાસ થતો જશે કે સંજોગોને કારણે છોકરી ટફ બની ગઈ છે.

તું રિયલ લાઇફમાં પણ ટફ છે?

હું બહુ સ્ટ્રૉન્ગ માઇન્ડની છું, પણ મને જીવનની મજા માણવાનું પણ બહુ પસંદ છે. હું બહુ સરળતાથી મિત્રો બનાવી લઉં છું અને તેમની સાથે ફરવાનું મને પસંદ છે.

શું તું સાઇઝ ઝીરો ફિગરમાં માને છે?

હું સાઇઝ ઝીરો ફિગરમાં નહીં પણ શેપમાં રહેવામાં માનું છું. મને ઘૂંટણના ફ્રૅક્ચરને કારણે હાલમાં જિમમાં જવાની પરવાનગી નથી, પણ આશા છે કે ટૂંક સમયમાં હું પહેલાંની જેમ એક્સરસાઇઝ કરવા માટે જિમમાં જઈ શકીશ. કોઈ પણ વ્યક્તિ માટે ફિટ અને હેલ્ધી રહેવું જરૂરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK