"આઇ ઍમ ફીલિંગ નંગા"

રામ-લીલાનો આ સ્ટાર ગોવિંદાનો ભક્ત છે, તેમને ગુરુ માને છે, મૂછ કઢાવી લીધા પછી રણવીર સિંહ કહે છે...રણવીર સિંહના ચહેરા પર તેજ છે અને આંખોમાં સચ્ચાઈ છે. બહુ જૂજ ઍક્ટર દિલથી વાત કરતા હોય છે અને રણવીર એ જૂજ પૈકીનો એક છે. ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’ની સફળતાની વાતો કરવા અમે તેને મળીએ છીએ. સાથોસાથ તેની પર્સનલ લાઇફને જોડીને બનાવવામાં આવતી સ્ટોરીથી તે કેવો અપસેટ થાય છે એ વિશે પણ તે ‘મિડ-ડે’ પાસે દિલ ખોલે છે.

‘રામ-લીલા’ માટે તને થોકબંધ કૉમ્પ્લીમેન્ટ્સ મળતાં હશે. ખુશી થાય છે કે શાંતિ મળે છે?

સાચું કહું તો હું આસમાન પર નથી કે નથી અતિશય ખુશ થયો, પણ અત્યારે શાંતિ છે. ફિલ્મનું જે સ્તર હતું એ બહુ હાઈ હતું. સંજય લીલા ભણસાલી જેવા દિગ્ગજ સાથે હું કામ કરી રહ્યો હતો એટલું જ નહીં, હું ઇન્ડસ્ટ્રીની ટોચની ઍક્ટ્રેસ દીપિકા સાથે કામ કરતો હતો. મારી કરીઅર માટે આ બહુ મહત્વનું સ્ટેજ હતું અને એટલે જ મારા મનમાં અનેક પ્રકારની ફીલિંગ્સ રમતી હતી. લોકો ફિલ્મ જોઈને શું રીઍક્શન આપશે, ફિલ્મ માટે તેમને કેવી લાગણી થશે, અમારી કેમિસ્ટ્રી કેવી બનશે અને મારી ઍક્ટિંગ... ફિલ્મ પાસેથી જબરદસ્ત અપેક્ષા રાખવામાં આવતી હતી અને હું જબરદસ્ત નર્વસ હતો. ફિલ્મ રિલીઝ થઈ અને ફિલ્મને સારો રિસ્પૉન્સ મળ્યો એ પછી મને રાહત થઈ.

અગાઉ કરતાં તારી પર્સનાલિટીમાં ચેન્જ થયો છે. એવું શું કામ?

ખરેખર, તને એવું લાગે છે? હા, વાત સાચી છે. મને લાગે છે કે ૧૦થી ૧૫ ટકા જેવો ફેરફાર થયો છે, પરંતુ હું હજી પણ એવો જ પ્રામાણિક છું જેવો પહેલાં હતો અને એટલો જ ખુલ્લા મનનો છું. હા, હવે હું દુનિયાદારી શીખી રહ્યો છું. એનો અર્થ એવો નથી કે હું મસકાબાજી કે પછી ગણતરીબાજ બની રહ્યો હોઉં. એટલું ચોક્કસ કે હવે હું ન્યુસન્સ લોકો સાથે પનારો તો ચોક્કસ નથી પાડવાનો. એવા લોકોને હું મારા મનમાં લેશમાત્ર સ્થાન આપવા તૈયાર નથી. મારે કારણે કોઈ દુખી થાય તો એ વાત મને અપસેટ કરી મૂકે છે. હું આજે પણ એ જ છું, પરંતુ હવે હું એ બાબતમાં ખાસ ધ્યાન રાખવાનો છું કે વધુપડતું કહેવાય એવું કાંઈ કરી ન બેસું.

તારી કરીઅર જે રીતે અને ઝડપે ચાલી રહી છે એનાથી તું સંતુષ્ટ છે?

જો, તૃપ્ત થઈને રહેવું એ ખતરનાક છે. ફિલ્મ ‘રામ-લીલા’ ચોક્કસપણે મારી કરીઅર માટે એક મોટો જમ્પ છે. આપણી પાસે એક જિંદગી છે અને મારે મારી આ જિંદગીમાં અઢળક ફિલ્મો કરવી છે. મારે મારી લાઇફનો દરેકેદરેક દિવસ ફિલ્મના સેટ પર પસાર કરવો છે. એક ફિલ્મ પછી તરત જ મારી બીજી ફિલ્મ રિલીઝ થાય એ મને ગમશે. અગાઉ આવું નહોતું થતું અને ગૅપ આવી જતો હતો. એ દૃષ્ટિએ હું અત્યારે ખુશ છું.

હવે તું ડાયટ પર નથી. કેવી મજા આવે છે?

(હસે છે) હા, મારે જે ખાવું હોય એ હવે હું ખાઉં છું. શાદ અલીની ફિલ્મ ‘કિલ દિલ’માં હું એક સીધોસાદો યંગસ્ટર છું, જેને કારણે મારે આખો દિવસ જિમમાં રહેવાની કોઈ જરૂર નથી.

મૂછ વિના કેવું લાગે છે?

ઓહ, આઇ ઍમ ફીલિંગ નંગા. મને લાગે છે કે બહુ ઝડપથી મને આદત પડી જશે. હું મૂછ સાથે લાગણીથી જોડાઈ ગયો હતો. છેલ્લા કલાકો દરમ્યાન તો મારો હાથ સતત મૂછને તાવ ચડાવવાનું જ કામ કરતો રહ્યો હતો.

તારા કામને બદલે તારી અંગત લાઇફને અગ્રતા આપવામાં આવતી હોય એ વાતથી તું ક્યારેય અપસેટ થયો છે? તને એવું ક્યારેય લાગ્યું છે ખરું કે તારા ફ્રૅન્ક સ્વભાવને કારણે તને ખોટી રીતે મૂલવવામાં આવ્યો હોય?

મને આનંદ એ વાતનો છે કે આ વાત તમે સમજી શક્યા છો. કારણ કે મારો જવાબ હા છે. એક નહીં, અનેક વખત લોકોએ મને ખોટી રીતે મૂલવી લીધો છે. એવા લોકો તરત જ ઘાતક બનીને હાથમાં હથિયાર લઈ લે છે જેનો કોઈ અર્થ જ નથી હોતો. હું વ્યક્તિને બદલી નથી શકવાનો કે એવી વ્યક્તિઓને સુધારી નથી શકવાનો, પણ હું મારી આસપાસ એક વતુર્ળ ઊભું કરીને અંતર રાખવાનું ચોક્કસ શીખી શકું છું અને એ અત્યારે હું કરી રહ્યો છું.

‘કિલ દિલ’માં ગોવિંદા સાથે કામ કરવામાં નર્વસનેસ લાગે છે ખરી?

અરે, મેરી ફટ ગઈ હૈ! હું અતિશય નર્વસ છું અને મારા પર રીતસર તેમની ધાક છે એવું કહું તો ચાલે. તેમની સાથે કામ કરતાં પહેલાં તો મારે તેમની આ માનસિક ધાક મારામાંથી કાઢવાની છે. મને લાગે છે કે તેમની સામે મારી જીભ સિવાઈ જવાની છે. ભણતો હતો ત્યારે સ્કૂલના દરેક ફંક્શનમાં મેં તેમનાં ગીતો પર ડાન્સ કર્યો હતો. એક વખત એકદમ સૌજન્યશીલ એવા ટીચર્સ-ડેના ફંક્શનમાં મેં તેમના ‘મેરી પૅન્ટ ભી સેક્સી, મેરી શર્ટ ભી સેક્સી’ ગીત પર ડાન્સ કર્યો હતો અને બધાની આંખો ફાટી ગઈ હતી (હસે છે). એ દિવસે મેં તેમના જેવું જ યલો શર્ટ અને ઑરેન્જ પૅન્ટ પહેર્યું હતું. લોકોને મજા પડી ગઈ હતી. હું ગોવિંદાનો ભક્ત છું અને મારે માટે તેઓ ગુરુ જેવા છે. હું તેમને મારા આઇડલ માનું છું.

- અસિરા તરન્નુમ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK