ઈન્ટરવ્યુ - રણબીર મારી લાઇફનો બહુ મહત્વનો હિસ્સો છે : કૅટરિના

આ પ્રકારની આડકતરી કબૂલાત કરવાની સાથોસાથ કૅટરિના કૈફે બૅન્ગ બૅન્ગ વિશે, ફિલ્મ-લાઇનમાં બહેન ઇઝાબેલની એન્ટ્રી વિશે અને મીડિયા આઝાદી પર જે તરાપ મારે છે એના વિશે મિડ-ડે સાથે સાવ ખુલ્લા મને વાત કરી

katrina kaif


આજકાલ કરતાં કૅટરિનાને બૉલીવુડમાં આવ્યાને લગભગ એક દશકો થઈ ગયો. આ એક દશક દરમ્યાન કૅટરિનાએ પોતાની જાતને એકદમ વ્યવસ્થિત રીતે ઘડી લીધી છે. હવે તે પોતાનું શેડ્યુલ ટાઇટમટાઇટ નથી રાખતી તો ફિલ્મની પસંદગીમાં પણ ધ્યાન રાખવા માંડી છે. ‘મિડ-ડે’ સાથે વાત કરતી વખતે તે પોતાની હૃતિક રોશન સાથેની ફિલ્મ ‘બૅન્ગ બૅન્ગ’ વિશે વાત કરે છે તો ઍક્ટિંગમાં દાખલ થઈ રહેલી બહેન ઇઝાબેલ કૈફ અને બૉયફ્રેન્ડ રણબીર કપૂર વિશે પણ વાતો કરતાં ખચકાતી નથી.

‘બૅન્ગ બૅન્ગ’ એ હૉલીવુડની સુપરહિટ ફિલ્મ ‘નાઇટ ઍન્ડ ડે’ની રીમેક છે. રીમેકમાં શું ફેરફાર કર્યા છે?

મેં ઓરિજિનલ ફિલ્મ જોઈ છે. ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે ઓરિજિનલમાંથી માત્ર એનું સ્ટ્રક્ચર લીધું છે એટલે હું એવું કહેવાનું પસંદ કરીશ કે ‘બૅન્ગ બૅન્ગ’ એ ‘નાઇટ ઍન્ડ ડે’ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી છે, નહીં કે એની રીમેક છે. હું આ ફિલ્મમાં ઓરિજિનલ ફિલ્મની જેમ સાલસ અને શાંત છોકરીનું કૅરૅક્ટર નથી કરતી. હા, કોઈ ઓરિજિનલ કૅરૅક્ટર સાથે સરખામણી કરી શકે છે, પણ પહેલી દસ જ મિનિટમાં બધાને ખબર પડી જશે કે આ ફિલ્મ ‘નાઇટ ઍન્ડ ડે’ જેવી નથી. આખી ફિલ્મમાં માત્ર એક ઍક્શન-સીક્વન્સ એવી છે જે ઓરિજિનલ ફિલ્મની યાદ અપાવશે.

હવે તારી બહેન ઇઝાબેલ પણ ઍક્ટિંગના ફીલ્ડમાં આવી રહી છે. શું સલાહ આપી તેં તેને?

હા, ઇઝાબેલ ફિલ્મોમાં આવી રહી છે. ગયા વીકમાં તે પોતાની પહેલી ફિલ્મના મ્યુઝિક-લૉન્ચ માટે કૅનેડા ગઈ હતી. અમે કુલ છ બહેનો છીએ અને ઇઝાબેલ સૌથી નાની છે, પણ તે મારાથી સાવ જુદી છે. છેલ્લાં ચાર વર્ષથી તે ઍક્ટિંગમાં આવવાની તૈયારી કરી રહી હતી અને એ માટે તેણે ઍક્ટિંગ અને ડાન્સિંગ શીખવાનું પણ શરૂ કરી દીધું હતું. જો ઇઝાબેલે બૉલીવુડમાં આવવું હશે તો તેણે હિન્દી શીખવી પડશે. અત્યારે તો તે પોતાની ઍક્ટિંગ-કરીઅર ઇંગ્લિશ ફિલ્મથી કરી રહી છે એટલે વાંધો નહીં આવે. હિન્દી ફિલ્મ કરવી કે નહીં એ તેણે જાતે નક્કી કરવાનું છે. ઇઝાબેલ ટૅલન્ટેડ છે અને તેનામાં કૉન્ફિડન્સ છે. મને વિશ્વાસ છે કે તે પોતાની રીતે જગ્યા બનાવી લેશે.

હવે તું તારા અને રણબીર કપૂરના રિલેશન વિશે બોલવા તૈયાર છે?

રણબીર મારી લાઇફનો બહુ મહત્વનો હિસ્સો છે, પણ નજીકના ભવિષ્યમાં હું તેની સાથે મૅરેજ નથી કરવાની અને મેં એ વિશે કંઈ વિચાર્યું પણ નથી. હું જ્વલ્લે જ મારા અંગત સંબંધો વિશે કંઈ બોલતી હોઉં છું. રિલેશનશિપ વિશે ન બોલવું એ વિશે મેં કરીઅરની શરૂઆતમાં નક્કી કરી લીધું હતું.

તું અને રણબીર વેકેશન માણવા સ્પેનના ઇબીઝા આઇલૅન્ડ પર ગયાં અને એ સમયના ફોટોગ્રાફ રિલીઝ થયા એ પછી તું મીડિયા પ્રત્યે વધારે ચીવટ રાખતી થઈ ગઈ છે?

જુઓ, એ જે કંઈ બન્યું હતું એ મારી આઝાદી પર તરાપ મારવા જેવું હતું અને મારો ગુસ્સો વાજબી હતો. મને મીડિયા સામે કોઈ વાંધો નથી, પણ જે સમયે એ પિક્ચર્સ આવ્યાં એ સમયે મને દુખ થયું હતું. મેં જે ગુસ્સો દેખાડ્યો એ બદલ મને કોઈ અફસોસ નથી. હું આજે પણ માનું છું કે કોઈની આઝાદીમાં દાખલ ન થવા માટે બાઉન્ડરી હોવી જ જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK