"નામની મને પરવા નથી"

રાણા દગુબટ્ટી કહે છે કે ફિલ્મ સાથે સંકળાયેલા લોકો કરતાં મને ફિલ્મની સ્ક્રિપ્ટમાં વધુ રસ છે

rana-daggubatiરાણા દગુબટ્ટી ભલે રામગોપાલ વર્માની આગામી ફિલ્મ ‘ડિપાર્ટમેન્ટ’માં એક કડક પોલીસ-ઑફિસરનો રોલ કરી રહ્યો હોય, પણ હકીકતમાં તેનો સ્વભાવ ખૂબ નરમ છે. રાણાનો પૂરો પરિવાર તેલુગુ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે વર્ષોથી સંકળાયેલો હોવા છતાં તેને ક્યારેય એનું જરાસરખુંય અભિમાન નથી. ‘મિડ-ડે’ સાથેના હળવા વાર્તાલાપમાં સ્ક્રિપ્ટ પસંદ કરવાની ફિલસૂફી અને ભાષાના અવરોધો પાર કર્યા વિશે તે જણાવે છે.

બૉલીવુડમાં તારી બીજી ફિલ્મ રિલીઝ થવાની તૈયારી છે. અહીં સેટ થવાનો ઇરાદો લાગે છે તારો?

હા, પણ અત્યારે હું તેલુગુ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છું.

ભાષાને કારણે તને તકલીફ થઈ રહી છે?

જરાય નહીં. તેલુગુ, તમિળ, હિન્દી અને ઇંગ્લિશ બોલીને હું મોટો થયો છું એટલે મને નથી લાગતું કે ભાષા તકલીફ આપી શકે.

ફિલ્મ સાઇન કરવા માટે તું કયાં ધોરણો નક્કી કરે છે?

એક સારી સ્ટોરી, બસ એટલું જ.

તારો રોલમૉડલ કોણ છે?

કમલ હાસનથી મને ખૂબ પ્રેરણા મળી છે. હું તેમનો ખૂબ-ખૂબ આભારી છું કે તેમણે અલગ-અલગ પ્રકારના એટલાબધા રોલ કર્યા છે અને હજી પણ કરી રહ્યા છે.

તારી આગામી ફિલ્મના રોલ વિશે કંઈ જણાવીશ?

હું કામ પ્રત્યે નિષ્ઠાવાન એક પોલીસ-ઑફિસરનો રોલ કરી રહ્યો છું, પણ ક્યારેય ભ્રષ્ટાચાર વિરુદ્ધ કે એને રોકવા માટે કાંઈ નથી કર્યું. જોકે એનો ભાગ પણ બનવા નથી માગતો.

રામગોપાલ વર્મા ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે અને અમિતાભ બચ્ચન સાથે પણ તું કામ કરી રહ્યો છે. તારો અનુભવ કેવો રહ્યો?

ફિલ્મ માટે ફાળવેલી દરેક મિનિટમાં કાંઈક નવું શીખવા મળ્યું છે. રામુ જેવા ડિરેક્ટર સાથે કામ કરવાથી ઘણું શીખવા મળ્યું છે. હું અમિતજીના કામનો બહું મોટો પ્રશંસક છું એટલે તેમની હાજરીથી ગભરાઈ જાઉં નહીં એની કોશિશ કરું છું. જોકે એ ખૂબ કસોટીભર્યું છે.

- શક્તિ શેટ્ટી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK