લોકો હંમેશાં મારા પર જ આક્ષેપ કરે એવું ન ચાલે : પ્રિયંકા

પ્રિયંકા ચોપડા પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે મિડ-ડે સાથે શૅર કરે છે દિલની વાતો

Priyanka Chopra


વર્લ્ડ-ફેમસ કૉસ્ચ્યુમ-ડિઝાઇનર વિક્ટોરિયા બેકહૅમે ડિઝાઇન કરેલા બ્લુ સ્લિન્કી ડ્રેસમાં એકદમ સેક્સી દેખાતી પ્રિયંકાએ આ ઇન્ટરવ્યુ દરમ્યાન ક્યાંય કોઈ શબ્દો ર્ચોયા વિના વાત કરી છે. નકારાત્મકતાથી તેના પર થઈ રહેલા આક્ષેપો વિશે પણ કહ્યું છે અને પોતાનામાં રહેલી પૉઝિટિવિટી પણ તેણે સ્પષ્ટ દર્શાવી છે.

તેં કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં ચેન્જ આવ્યો છે અને વધુ ને વધુ લોકો હવે વુમન-સેન્ટ્રિક ફિલ્મ જોતા થયા છે...

હા, એવું બની રહ્યું છે. આપણે ભારતીય હંમેશાં જે નથી હોતું એના પર નજર રાખીએ છીએ પણ એવું નહીં થવા માટે જે પૉઝિટિવ પૉઇન્ટ પર ધ્યાન રાખવાનું હોય એ નથી કરતા. હું બહુ આશાવાદી છું. આપણે બધા પુરુષપ્રધાન વિશ્વમાં જીવીએ છીએ, જે હકીકત છે, પણ આ માન્યતા હવે ફિલ્મો થકી ધીમે-ધીમે બદલાઈ રહી છે. ૧૦ વર્ષ પહેલાં તમે ફિલ્મમાં હિરોઇનને ડાન્સ કરતાં અને ગીતો ગાવા સિવાય કાંઈ કરતી જોતા નહોતા, પણ આજે, આજે હિરોઇન સોલો લીડ મૂવી કરે છે અને સાથોસાથ એવી ફિલ્મો પણ કરે છે જે કમર્શિયલી સક્સેસફુલ હોય. જેમ કે મેં ‘બર્ફી’ કરી. એ ફિલ્મ જેટલી રણબીરની હતી એટલી જ એ મારી પણ હતી. તમે જ કહો કે દીપિકા પાદુકોણે ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં મીનાઅમ્માનું જે કૅરૅક્ટર કર્યું એવું કે પછી કૅટરિના કૈફે ‘રાજનીતિ’માં જે કૅરૅક્ટર કર્યું એવું બીજું કોણ કરી શકે. અગાઉ આવું નહોતું થતું. હવે આપણે હીરો જેટલું જ ફુટેજ હિરોઇનને આપીએ છીએ. ‘ફૅશન’, ‘ડર્ટી પિક્ચર’, ‘કહાની’, ‘ક્વીન’ અને ‘હાઇવે’ જેવી ફિલ્મોનાં પોસ્ટર પરથી દેખાઈ રહ્યું હતું કે એ હિરોઇનનું સોલો પિક્ચર છે અને એ પછી પણ લોકો હૉલમાં ફિલ્મ જોવા આવી રહ્યા હતા.

પણ એ એક તબક્કો હતો જ્યારે બૉલીવુડમાં હિરોઇનને માત્ર દેખાવ ખાતર લેવામાં આવતી. તું હિન્દી સિનેમાની હિસ્ટરી જો, અગાઉ પણ ઍક્ટ્રેસે દમદાર રોલ કર્યા જ છે...

હા, હું માનું છું કે અગાઉ પણ રોલ થયા જ છે, પણ માધુરી દીક્ષિત અને શ્રીદેવીને છોડીને બીજી કોઈ ઍક્ટ્રેસ માટે ક્યારેય રોલ બન્યા નથી એ પણ હકીકત છે, પણ હવે જુઓ, નવો દોર શરૂ થયો છે અને આ ઑડિયન્સને કારણે શક્ય બન્યું છે. ઇન્ટરનેટના કારણે હવે જાગ્રત થયા છે. હવે આ ઑડિયન્સને એ નથી જોઈતું કે એની ઇન્ટેલિજન્સીની કદર કરવામાં ન આવે. આજે ફિલ્મમાં તમને તમારા કામના આધારે લેવામાં આવે છે. કોઈને પડી નથી કે લેવામાં આવ્યું એ છોકરી છે કે છોકરો.

અફકોર્સ મને પણ મસાલાફિલ્મ જોવી બહુ ગમે છે, પણ મને એન્ટરટેઇનમેન્ટના નામે કાંઈ પણ પાગલ જેવું કરવું નથી.

તારી મહત્વાકાંક્ષાઓની વ્યાખ્યા પણ બદલાઈ છે?

મને નથી ખબર કે એનો અર્થ શું છે, કારણ કે ૧૭ વર્ષની ઉંમરે મેં શરૂઆત કરી. મને માત્ર સારું કામ કરવું હતું, પછી એ કોઈ પણ કામ હોય અને આજે પણ મને એ જ કરવું છે જે સારું હોય, પછી ભલે એ કોઈ પણ કામ હોય. ગેમ-ચેન્જર બનવું એ મારી ઍમ્બિશન છે. મારે મારી પાછળ એક રસ્તો છોડવો છે. લોકોએ કહેવું જોઈએ કે તે કંઈક એવું કરીને ગઈ જેને ફૉલો કરવું જોઈએ.

હવે તું જાતે ઘણું નક્કી કરી રહી છે...

હા, કારણ કે લોકો મારે માટે જાતે જ અભિપ્રાય બાંધી લેતા હતા, જે મને નહોતું જોઈતું. હા, એ હકીકત છે કે કરોડો લોકોની લાગણી મારી સાથે છે, મને પ્રેમ કરે છે અને એ લોકોને કારણે જ હું આજે આગળ વધુ છું, પણ જ્યારે લોકો સેલિબ્રિટીને એક કૉમોડિટી તરીકે જોવા માંડે ત્યારે દુ:ખ થતું હોય છે. મારી ફૅમિલી કે મારે માટે ગંદવાડ મોઢામાંથી કાઢે એવા લોકોને મારે દુ:ખ નથી પહોંચાડવું, પણ દરેક વખતે લોકો મારા પર પથ્થર ફેંક્યા કરે એ પણ યોગ્ય નથી. હું તો લોકોને કહું છું કે જે કહેવું હોય એ આવીને મારા મોઢા પર કહો અને પછી મારો જવાબ સાંભળીને જે નિર્ણય લેવો હોય એ લો.

આ બધી નફરતને કારણે તું પથ્થર થતી જાય છે?

ના, આજે પણ લાગણી અને સંવેદનશીલતા મારામાં છે જ. પણ જ્યારે એવી વાતો આવે ત્યારે બહુ દુ:ખ થાય છે. એવા સમયે હું તૂટી જાઉં છું. મારા ફ્રેન્ડ્સ અને ફૅમિલી પાસે રડી પણ પડું. મૌન રહીને પણ આદર સાથે રહેવું બહુ અઘરું છે.

એવું કહેવાય છે કે ‘મૅરી કૉમ’ દરમ્યાન તેં બહુ ઇન્ટરફિયર કર્યું હતું

પહેલાં તો મને એ કહો કે પુરુષો આવું કરે તો શું આવો દેકારો કરવામાં આવે છે? નહીંને. જો હીરો આવું કાંઈ કરે તો તેનાં સૂચનોને તાળી પાડીને વધાવવામાં આવે, પણ જો હિરોઇન આવું કરે તો તેને ઇન્ટરફિયરન્સ કહેવામાં આવે. એવું શું કામ? શું અમારી પાસે દિમાગ નથી, અમારામાં બુદ્ધિ નથી. હવે તમારા સવાલનો જવાબ આપી દઉં. હા, વાત સાચી છે. ફિલ્મના દરેકેદરેક પાર્ટ સાથે હું ઇન્વૉલ્વ હતી. મારા ડિરેક્ટરને મારા એ ઇન્ટરફિયરન્સથી કોઈ જ વાંધો નહોતો. પ્રોડ્યુસર સંજય લીલા ભણસાલીએ પણ મને પૂરી સ્વતંત્રતા આપી હતી અને જેકાંઈ શક્ય હતું એ બધું તેમણે સ્વીકાર્યું પણ હતું.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK