મને નવોદિત કલાકાર જેવું જ એક્સાઇટમેન્ટ છે

પ્રભુ દેવા ડાન્સ આધારિત ફિલ્મ ‘એબીસીડી - ઍની બડી કૅન ડાન્સ’માં ઍક્ટિંગ કરવાનો છે ને એ માટે હિન્દી પણ સુધારી રહ્યો છે એ વિશે એક ઇન્ટરવ્યુમાં તેણે કરેલી નિખાલસ વાતો જોઈએ

 

 

prabhudeva-interview(ઇન્ટરવ્યુ)


પહેલાં ‘વૉન્ટેડ’ અને પછી ‘રાઉડી રાઠોડ’ એમ બૅક ટુ બૅક બે હિટ ફિલ્મો પછી શું તું બૉલીવુડનો મોસ્ટ વૉન્ટેડ ડિરેક્ટર બની ગયો છે?


એવું હું પોતાના વિશે કેવી રીતે કહી શકું? કદાચ બીજા કહેતા હશે.


શું હવે તને લાગે છે કે તું બૉલીવુડનો ભાગ બની ચૂ્ક્યો છે?


હા, અને હું ખુશ પણ છું. આખરે હું પણ માણસ છું. બૉલીવુડની ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું એ પહેલાં મનમાં અનેક શંકાઓ હતી, પણ આપણા દેશમાં ઑલમોસ્ટ બધાની  સેન્સિબિલિટી સરખી જ છે. આપણને બધાને રોમૅન્સ, કૉમેડી, ઍક્શન અને ઇમોશન્સ જોઈએ છે.


શાહરુખ ખાન અને અક્ષયકુમારને ડિરેક્ટ કર્યા પછી હવે તું નવોદિત ગિરીશ તૌરાણી સાથે કામ કરી રહ્યો છે.


હા, એ ખૂબ ચૅલેન્જિંગ કામ રહેશે. હું ઍક્શન-ફિલ્મો ડિરેક્ટ કરવા ટેવાઈ ગયો છું ત્યારે આ એકદમ રોમૅન્સથી ભરપૂર ફિલ્મ છે.


લાગે છે કે તને રીમૅક બનાવવાનું ખૂબ ગમે છે.


મારા ફ્રેન્ડ્સ પણ હવે તો મને આ સવાલ કરે છે, પણ મારી આગામી બે ફિલ્મો ઓરિજિનલ સ્ક્રિપ્ટવાળી છે. જ્યાં સુધી મારી ફિલ્મના પ્રોડ્યુસર અને ઑડિયન્સ ખુશ છે, હું પણ ખુશ છું.


તારી રાઉડી ‘રાઠોડ’એ ૧૦૦ કરોડનો વકરો કર્યો?


હું ક્યારેય મારી ફિલ્મનું ક્લેક્શન કેટલું થયું એ નથી પૂછતો. મને ફિલ્મ ગમી એટલું જ મારા માટે પૂરતું છે. મારા બે ફ્રેન્ડ્સ છે જે મને બૉક્સ-ઑફિસના કલેક્શન વિશે જણાવ્યા કરતા હોય છે.


તું ‘એબીસીડી - ઍની બડી કૅન ડાન્સ’ ફિલ્મમાં ઍક્ટિંગ પણ કરવાનો છે?


હું એ માટે ખૂબ જ એક્સાઇટેડ છું કેમ કે એ ડાન્સ આધારિત ફિલ્મ છે અને ૩D પણ. મને એક નવોદિત કલાકારને હોય એવું એક્સાઇટમેન્ટ છે. હું સ્ક્રીન પર મારા ફ્રેન્ડ ગણેશ આચાર્ય સાથે દેખાવાનો છું.


સાંભળ્યું છે કે તારી હિન્દી સુધરી રહી છે?


(હસે છે) હા, મને એવું લાગે છે, પણ હજી સુધી કોઈ મને આ બાબતે કૉમ્પ્લિમેન્ટ્સ નથી આપતું.


સોનાક્ષી સિંહાને તેના પહેલા આઇટમ-સૉન્ગ માટે તેં એટલી મહેનત કરાવી કે તેને આખરે ઇન્જરી થઈ ગઈ?


અમે તો માત્ર ડાન્સ જ ડાન્સ કરી રહ્યાં હતાં. બાકી લોકોને રાઈનો પહાડ બનાવવાનું ગમે છે.


તું કાયમ માટે મુંબઈ શિફ્ટ થઈ ગયો?


હા, હું મારાં બાળકોને ખૂબ મિસ કરું છું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK