ઘણા લોકોએ શોમાં પસંદગી માટે ભલામણ કરવા કહ્યું છે

સલમાન ખાને આ વખતે એટલે જ કન્ફ્યુઝ થઈને બિગ બૉસના સ્પર્ધકોના પસંદગીની પ્રક્રિયાથી દૂર રહેવાનું નક્કી કરી લીધું



કલર્સ ચૅનલ પર ‘બિગ બૉસ’ની છઠ્ઠી સીઝન શરૂ થવાની છે ત્યારે સલમાન ખાન ફરી એક વાર આ શોના હોસ્ટ તરીકેની કમાન સંભાળવા તૈયાર છે. જોકે આ વખતે સલમાનના જ આગ્રહને કારણે શોના ફૉર્મેટમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે જેથી એ વધારે ઑડિયન્સ-ફ્રેન્ડ્લી બની શકે. જોકે આની સાથે-સાથે સલમાન એ વાતની પણ સ્પષ્ટતા કરે છે કે ‘બિગ બૉસ’ના ઘરમાં સ્પર્ધક તરીકે કોણ જશે એ નક્કી કરવામાં તેનો કોઈ જ હાથ નથી.

આ શોના ફૉર્મેટમાં પરિવર્તન... શું કામ?

આ શોની છેલ્લી સીઝનમાં ઘરમાં બહુ બૂમાબૂમ અને ઝઘડા થયા હતા. આ શોને રાતના અગિયાર વાગ્યાના ટાઇમ-સ્લૉટમાં ધકેલી દેવામાં આવ્યો હતો એ વાત જ દર્શાવે છે કે આ શો આપણી સંસ્કૃતિને નુકસાન પહોંચાડી રહ્યો હતો. હું ઇચ્છું છું કે આ શો ફૅમિલી એન્ટરટેઇનર તરીકે સાબિત થાય જેથી છ વર્ષથી માંડીને ૬૦ વર્ષની વ્યક્તિ એની મજા લઈ શકે.

આ શોના સ્પર્ધકોની પસંદગીમાં તારો કોઈ હાથ છે?

ના, હું આમાં પડ્યો જ નથી. મને ઘણાબધા લોકોએ તેમનાં નામની ભલામણ કરવાનું જણાવ્યું છે. આના કારણે મારા માટે કોને પસંદ કરવા અને કોને છોડી દેવા એ નક્કી કરવાનું મુશ્કેલ બની ગયું હતું. છેલ્લી સીઝનમાં પણ મેં આ શોનું શૂટિંગ શરૂ કર્યું હતું ત્યારે જ મને સ્પર્ધકોની જાણકારી મળી હતી.

તને નથી લાગતું કે આ શોમાં કેટલીક વ્યક્તિ સંજોગોનો શિકાર બની જાય છે?

આ શોમાં જે મુશ્કેલ સંજોગો ઊભા થાય છે એમાં વ્યક્તિની સાચી પર્સનાલિટી જાહેર થઈ જાય છે. શોમાં કેટલાક લોકો ઍક્ટિંગ કરી શકે છે તો કેટલાક લોકો નથી કરી શકતા. આ શોના કેટલાક ભૂતપૂર્વ સ્પર્ધકોએ મને તેમનો અનુભવ જણાવતાં કહ્યું કે આ શોના બે-ત્રણ દિવસમાં જ તેમની આસપાસ કૅમેરા છે એ અહેસાસ જતો રહ્યો હતો. અમે આ વખતે શોમાં સારી વર્તણૂકવાળા લોકોને લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પણ એવી કોઈ ગૅરન્ટી નથી કે તેઓ ઘરની અંદર પણ એવા જ રહેશે.

આ સીઝનમાં ઘરમાં કૉમન મૅનને લાવવાનું પણ પ્લાનિંગ છે?

જે વ્યક્તિઓ સામાજિક કાર્ય કરતી હોય તેમનું આ ઘરમાં સ્વાગત છે. જો તમે સારું કામ કર્યું હોય, પણ આમ છતાં લોકો તમને ન ઓળખતા હોય તો તમે અરજી કરી શકો છો.

આ વર્ષે તું હોસ્ટ કરતી વખતે સંજય દત્તને મિસ કરીશ?

હા, હું તેને મિસ કરીશ. ગયા વર્ષે હું મારા કામમાં વ્યવસ્ત થઈ ગયો હતો અને આ વર્ષે તે તેના ફિલ્મ-કમિટમેન્ટમાં બિઝી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK