મનીષ શર્મા મારો ગુરુ છે. ગુરુ-શિષ્ય વચ્ચે કદી રોમૅન્સ થાય? : પરિણીતી

નવા વર્ષની શરૂઆતથી જ પરિણીતી ચોપડા ડિરેક્ટર મનીષ શર્માની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગઈ છે. તેના આગામી પ્રોજેક્ટ્સ, તેના વજન અને આજકાલ તેના વિશે ચાલી રહેલી ગરમાગરમ ગૉસિપ વિશે પરિણીતી દિલ ખોલીને ‘મિડ-ડે’ સાથે વાત કરે છે.



‘ઇશકઝાદે’ પછી તારી કરીઅરમાં ઠંડો સમય આવેલો. લોકો કહેતા હતા કે તારા હાથમાં કોઈ ફિલ્મ નથી. શું એનાથી તને ચિંતા થતી હતી?


વેલ, ‘ઇશકઝાદે’ પછી મને ઘણી ઑફરો મળી હતી, જેમાં મારું પાત્ર લગભગ ઝોયા જેવું જ હતું. મારે એકના એક પાત્રને ફરી-ફરીને રિપીટ કરવું નહોતું. એ વખતે હું સ્ક્રિપ્ટ્સ વાંચવામાં અને કેટલીક ઍડના શૂટિંગ્સ કરવામાં વ્યસ્ત હતી. ફિલ્મ સાઇન કર્યા પછી એની શરૂઆત થાય એ બન્ને વચ્ચે થોડોક સમય જાય છે. હવે હું ચોવીસ કલાક અને અઠવાડિયાના સાતે દિવસ કામ કરું છું. અને હવે મારા કામની વાતો થાય છે. સાથે જ મારી પાસે ઍડ્સ પણ છે. સારા સમયે તમારી પાસે કામ આવવાનું જ છે ને હું એ માટે જરાય અધીરી નથી બનતી.

ડિરેક્ટર મનીષ શર્મા સાથેના તારા સંબંધો આજકાલ વારંવાર હેડલાઇન બની રહ્યા છે. એ માટે તારું રીઍક્શન શું છે?

એ વાતો મને જરૂર અપસેટ કરે છે. હું એક નૉર્મલ ગર્લની જેમ ઑપોઝિટ સેક્સના મિત્રો ધરાવું છું. હું મિડિયાને જવાબદાર નથી ગણતી, કેમ કે તેઓ તો તેમનું કામ કરી રહ્યા છે, પણ મને એવું લાગે છે કે તેમણે મારી સાથે અફવાઓની સ્પષ્ટતા કરવી જોઈએ. મનીષ મારો ગુરુ છે. તેણે મને ઍક્ટિંગ વિશે ઘણુંબધું શીખવ્યું છે. તમે કહી શકો કે હું મનીષની શિષ્ય છું. તમે કોઈ સ્ટુડન્ટ અને ટીચરને રોમૅન્ટિકલી લિન્ક ન કરી શકો, તો મને તેની સાથે કેમ જોડો છો? ઇન ફૅક્ટ, અજુર્ન કપૂર, સુશાંત સિંહ રાજપૂત અને રણવીર સિંહ બધા જ મારા ફ્રેન્ડ્સ છે. અમે બધા સરખા એજ-ગ્રુપના છીએ, તો એમાં ખોટું શું છે?

તું ફરીથી શાદ અલીની ફિલ્મમાં રણવીર સાથે કામ કરી રહી છે. તમારા વચ્ચે કેવી કેમિસ્ટ્રી છે?


અમારી વચ્ચે સરસ રૅપો છે. અમે બન્ને અમારા કામ બાબતે ખૂબ જ ક્રેઝી છીએ એટલે અમે જ્યારે પણ સાથે હોઈએ ત્યારે સેટ પર હાઈ એનર્જી હોય છે. હું એ ફિલ્મમાં રણવીર સાથે રોમૅન્સ કરવાની છું એટલે આશા રાખું છું કે અમારી વચ્ચેની કેમિસ્ટ્રી સારી જામે.

તારા વજન વિશેની વાતોથી ચિંતા થાય છે?

ગૉસિપ સમય-સમયે બદલાતી રહે છે. લોકો મારા વિશે કહે છે કે મારી પાસે પૈસા નથી એટલે હું ન્યુ યરની સાંજે ૨૦ લાખ રૂપિયામાં નાચવા તૈયાર થઈ ગઈ. હવે તેઓ મારું અફેર કોની સાથે ચાલે છે એ વિશે વાતો કરે છે. હું કુદરતી રીતે જ હેલ્ધી છું, હું ભૂખમરો વેઠીને પાતળી બનેલી ઍનોરેક્સિક ગર્લ દેખાવા નથી માગતી. મને કવ્ર્સ ગમે છે. એ છતાં હું કહીશ કે એક ઍક્ટ્રેસ તરીકે મારે એવા દેખાવું જોઈએ જેવી મારા પાત્રની જરૂરિયાત હોય. જ્યાં સુધી હું એવું કરી શકું છું, હું ખુશ છું.

તો નવી ફિલ્મ સાઇન કરવા માટે તું કોને પ્રાયોરિટી આપે? રોલ, સ્ક્રિપ્ટ કે ડિરેક્ટર?


મારો રોલ અને મારા ડિરેક્ટરને. એક સારો ડિરેક્ટર હોય તો નબળી સ્ક્રિપ્ટમાં પણ ચમત્કાર કરી બતાવે. ‘ઇશકઝાદે’ અને ‘લેડીઝ વર્સસ રિકી બહલ’ પછી હું એવી કોઈ ફિલ્મ કરવા નથી માગતી જેમાં હું માત્ર શો-પીસ હોઉં.

અમે સાંભળ્યું છે કે તને કોઈ ઇવેન્ટમાં જવા માટે તૈયાર થવાનો કંટાળો આવે છે. શું એ સાચું છે?

હા, મને મારા રોલ માટે તૈયાર થવામાં વાંધો નથી. કેમ કે બે કલાક સુધી વાળ અને મેક-અપ કર્યા પછી એટલા પ્રયત્નોનું પરિણામ મળે છે, પણ એક-બે કલાકની ઇવેન્ટમાં હાજર રહેવા માટે થઈને તૈયાર થવાનું થકવી નાખે. હું ખૂબ લેઝી છું એટલે મને કમ્ફર્ટેબલ કપડાં જ વધુ ગમે છે.

- ઊર્મિમાલા બૅનરજી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK