સગાઈ કે લગ્ન ન થઈ જાય ત્યાં સુધી પર્સનલ લાઇફની વાતો નહીં જ : કેટરિના

આ શુક્રવારે તેની ફિલ્મ ધૂમ: ૩ રિલીઝ થઈ રહી છે ત્યારે જોઈએ કૅટરિના કૈફ શું કહી રહી છે



કૅટરિના કૈફે ૨૦૧૩માં બૉલીવુડમાં એક દાયકો પૂર્ણ કર્યો છે. આ નાજુક, નમણી નારે આ સમયગાળામાં અભિનયના ક્ષેત્રે ઘણી જ પ્રગતિ કરી છે એમ ચોક્કસ કહી શકાય. જોકે છેલ્લા થોડા વખતથી કૅટરિનાની પ્રસિદ્ધિ તેના અંગત જીવન માટે વધારે થઈ રહી છે. જુઓ તે આ બાબતે શું કહે છે...

રણબીર કપૂર સાથેના તારા સંબંધો વિશે તારે કંઈ કહેવું છે?

મેં કદી મારા અંગત જીવન વિશે ટિપ્પણીઓ નથી કરી. વળી, મારું નામ કોઈની પણ સાથે જોડાયું હોય, હું કંઈ નથી બોલી અને મને લાગે છે કે હું કોઈની સાથે સગાઈ કે લગ્ન કરીશ ત્યાં સુધી બોલીશ પણ નહીં. હજી સુધી મારી સગાઈ નથી થઈ અને કોઈએ મને પૂછ્યું પણ નથી કે મારા માટે મારું કામ મહત્વનું છે કે અંગત જીવન. આથી આ બાબતે વધારે વાત કરવાનો કોઈ અર્થ હોય એવું મને નથી લાગતું (સ્મિત કરે છે). 

હવે તારા કામની વાત પર આવીએ. ‘ધૂમ:૩’માં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

સાચું કહું તો એમાં દેખાય છે એના કરતાં ઘણો વધારે શારીરિક શ્રમ પડ્યો. એમાં પડદા પર જે ઍક્શન છે એમાંની ઘણીબધી મેં કરેલી છે. હવે એ બધું યાદ કરીને લાગે છે કે એક સફર હતી, જે ઘણા વખત પહેલાં પૂરી થઈ ગઈ છે. ફિલ્મનું નિર્માણ દોઢેક વર્ષ ચાલ્યું છે. એક જિમ્નૅસ્ટમાં હોવી જોઈએ એવી જ શારીરિક ચુસ્તતા અને મજબૂતી એ બધું જ મારામાં હોય એવું મેં નક્કી કર્યું હતું, કારણ કે મારો રોલ જિમ્નૅસ્ટનો છે. આ પ્રકારની ભૂમિકા હોવાથી જ મેં ફિલ્મ સાઇન કરી હતી અને હું મારા પર્ફોમન્સમાં જીવ રેડી દેવા માગતી હતી.

તારે રિહર્સલ કરવું પડ્યું હોય એવો કોઈ ચોક્કસ સ્ટન્ટ કહેવા ઇચ્છીશ?

મેં તો દરેક સ્ટન્ટમાં અને દરેક પગલે ચોકસાઈ લાવવા માટે કલાકો સુધી કામ કર્યે રાખ્યું. આમિર અને હું ‘મલંગ’ ગીતમાં જે રીતે સ્પિનિંગ કરી રહ્યાં છીએ એ સ્ટ્રૅપ શૉટ મેં કંઈ પણ રક્ષણાત્મક બંધન બાંધ્યા વગર કરેલો છે. લોકો જ્યારે જોશે ત્યારે તેમને એ વાતનો કદાચ ખ્યાલ આવશે, છતાં મને લાગે છે કે મને એ બધું કરવામાં કેટલી તકલીફ પડી એનો અંદાજ તો દર્શકોને નહીં જ આવી શકે.

અત્યાર સુધીની તારી કારકિર્દીમાં સૌથી વધુ રસપ્રદ ભૂમિકા કઈ હતી?

હું તો એમ જ કહીશ કે દરેકની પોતપોતાની મજા હોય છે. અમુક ફિલ્મો કરવામાં આનંદ મળ્યો અને અમુકમાં મુક્તિનો અહેસાસ થયો. કેટલીક ફિલ્મો મુશ્કેલ હતી અને અમુકમાં હું કૅરૅક્ટર સાથે તાદાત્મ્ય અનુભવી શકી નહીં. જોકે એકંદરે અનુભવ સારો રહ્યો.

તારી આગામી ફિલ્મો વિશે કંઈક?

મેં રણબીર સાથેની અનુરાગ બાસુની ‘જગ્ગા જાસૂસ’નું એક શેડ્યુલ પૂરું કરી દીધું છે. ‘બૅન્ગ-બૅન્ગ’નું કામ જાન્યુઆરીમાં શરૂ થવાનું છે, પણ એનો બધો આધાર હૃતિકની તબિયત પર છે. ત્યાર બાદ ફરી ‘જગ્ગા જાસૂસ’નું કામ શરૂ થશે અને મારે ગટ્ટé (અભિષેક કપૂર)ની ‘ફિતૂર’ શરૂ કરતાં પહેલાં કબીર ખાનની સૈફ સાથેની ફિલ્મ પૂરી કરવાની છે.

શું તારો પરિવાર તારી ફિલ્મો જુએ છે?

હા, ક્યારેક. મારી મમ્મી લગભગ બધી જ ફિલ્મો જુએ છે અને એના વિશે પ્રતિભાવ આપે છે. તેને મારું કામ ગમે છે, પણ તેને ‘ન્યુ યૉર્ક’ ગમી નહીં, કારણ કે એમાં હું મરી ગઈ હતી (હસે છે).

- અસિરા તરન્નુમ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK