હું ૮૦ વર્ષની થાઉં ત્યાં સુધી એક્ટિંગ કરીશ એટલે ૭૦ વર્ષની થાઉં ત્યારે કદાચ સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરીશ

કરીનાએ ઇન્ટરવ્યુમાં તેની ફિલ્મો, એક્સ-બૉયફ્રેન્ડ અને બહેન કરિશ્મા કપૂર વિશે પણ ઘણી ચર્ચા કરી





શુભા શેટ્ટી-સાહા


કરીના કપૂર ખાન લંડનમાં વેકેશન માણીને ફરી મુંબઈ આવી ત્યારે તે પ્રેગ્નન્ટ છે એવી ઘણી વાતો ચાલી હતી. થોડા સમય બાદ તે જાહેરમાં બેબી-બમ્પ વગર દેખાતાં આ વાતો બંધ પણ થઈ ગઈ હતી. કરીનાની ‘ઉડતા પંજાબ’ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે, પરંતુ તે આ ફિલ્મના પ્રમોશનમાંથી ગાયબ છે. તેણે ‘મિડ-ડે’ સાથે કરેલી વાતચીતમાં તે ફિલ્મના પ્રમોશનમાંથી કેમ ગાયબ છે, સંજય લીલા ભણસાલી સાથે ક્યારે કામ કરશે; એક્સ-બૉયફ્રેન્ડ શાહિદ કપૂરે તેની સાથે ફોટો પડાવવાનું ટાળ્યું હતું તેમ જ તેની બહેન કરિશ્મા કપૂર ફરી ફિલ્મોમાં કામ કરશે કે નહીં વગેરે બાબતો પર વાત કરી હતી. આ ઇન્ટવ્યુના કેટલાક અંશો પર એક નજર કરીએ:

તું ‘ઉડતા પંજાબ’ના પ્રમોશનમાં કેમ ગેરહાજર છે?

હું આ ફિલ્મના પ્રમોશનનો ભાગ બનવા ઇચ્છતી હતી, પરંતુ હું બીમાર થઈ ગઈ હતી. છેલ્લા સાત દિવસથી મને ફિવર હતો અને આજે જ મારું ટેમ્પરેચર ૧૦૨ પર આવ્યું છે. હું લંડનમાં વેકેશન માણી રહી હતી અને જ્યારે પાછી આવી ત્યારે અહીં ખૂબ જ ગરમી હતી. વાતાવરણ બદલાવાના કારણે એની અસર મારા પર પડી હોય એવું લાગી રહ્યું છે.

‘ઉડતા પંજાબ’ વિશે હાઈ ર્કોટે આપેલા ચુકાદા વિશે તારું શું કહેવું છે?


ડિરેક્ટરનો આ ખૂબ જ મોટો વિજય છે. ડિરેક્ટરનું જ આ વિઝન હતું. અભિષેક ચૌબેએ ખૂબ જ હિંમતપૂર્વક ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં મારું પાત્ર ખૂબ જ સ્પેશ્યલ છે. મેં જ્યારે આ સ્ક્રિપ્ટ પહેલી વાર વાંચી હતી ત્યારે મને ખૂબ જ ગમી હતી, પરંતુ આ ફિલ્મ કરવા માટે એટલી ઉત્સુક નહોતી; કારણ કે મારું પાત્ર એટલું બધું મોટું નથી. મારી બહેન (કરિશ્મા કપૂર) અને પતિ (સૈફ અલી ખાન)એ મને કહ્યું હતું કે પાત્ર કેટલું મોટું છે એ નહીં જો. તેમણે કહ્યું હતું કે મારે આ ફિલ્મ કરવી હોય તો મારે એ માટે હા પાડી દેવી જોઈએ. આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રોલ છે અને મારા જેવી કમર્શિયલ હિરોઇન માટે આવું પાત્ર સ્વીકારવું સરળ નથી. આ ફિલ્મમાં હું એક જ એવી છું જે ડ્રગ્સ નથી લઈ રહી. હું આ ફિલ્મમાં ઇનસાઇડર તરીકે છું, પરંતુ આઉટસાઇડર તરીકે વિચારીને જે સાચું છે એ માટે લડતી જોવા મળીશ.

તું રિયલ લાઇફમાં પણ આવી જ છે. તું ઇન્ડસ્ટ્રીનો એક ભાગ હોવા છતાં તું એની બહાર જ જોવા મળે છે.

સાચી વાત છે. હું ઇન્ડસ્ટ્રીનો એક ભાગ હોવા છતાં એની બહાર જોવા મળું છું. એથી જ હું ગમે ત્યારે આવી શકું છું અને ગમે ત્યારે ઇન્ડસ્ટ્રીની બહાર જઈ શકું છું. મારી લાઇફ હાલમાં જે રીતે પસાર થઈ રહી છે એનાથી હું ખુશ છું. મારે વર્ષની એક અથવા બે જ ફિલ્મ કરવી છે જે મને પસંદ હોય.

શાહિદ કપૂરે એવું કહ્યું હતું કે તારી સાથે તેનો ફોટોગ્રાફ ન આવે એ માટે તારાથી તે દૂર રહ્યો હતો.

મને નથી લાગતું કે તેનો કહેવાનો મતલબ એવો હશે. આ ખૂબ જ મહત્વની ફિલ્મ છે જે સિરિયસ ઇશ્યુ પર બનાવવામાં આવી છે. તે નહોતો ઇચ્છતો કે લોકો ફિલ્મ પરથી ધ્યાન હટાવીને અમારી કેમિસ્ટ્રી પાછળ પડે. હું તેની સાથે સહમત છું. હું અને તે સાથે હતાં એ વાત વર્ષો જૂની થઈ ગઈ છે. હું આ બધાથી દૂર રહું એનું એક કારણ એ પણ છે કે લોકો આવી વસ્તુઓ વિશે શું રિઍક્ટ કરશે એ વિશે હું વિચારીશ તો હું એમાં ડૂબી જઈશ. મને નેગેટિવ રિઍક્શનથી ખૂબ જ ડર લાગે છે. હું સોશ્યલ મીડિયા પર કરવામાં આવતી ઝાટકણીથી પણ દૂર રહું છું. મને લાગે છે કે આ બધી વસ્તુઓનો જે સામનો કરી શકે છે તે ખૂબ જ સ્ટ્રૉન્ગ હોય છે.

તારી આગામી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ છે. સોનમ કપૂર તારી સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત લાગી રહી છે.

ખૂબ જ ઓછા હિન્દી ફિલ્મમેકર છોકરીઓ પર ફિલ્મો બનાવે છે. હૉલીવુડમાં આવી ઘણી ફિલ્મો બને છે, પરંતુ બૉલીવુડના પ્રોડ્યુસરો કોઈ હીરો વગર ફિલ્મો બનાવવા તૈયાર નથી. આ ફિલ્મની વાર્તા અમારી સ્કૂલના મિત્રો વિશે છે. મને રિયા અને સોનમ ખૂબ જ પસંદ છે. તેઓ ફક્ત ફિલ્મની જ વાત નથી કરતાં, તેઓ મારા જેવા છે; દરેક બાબત પર વાતો કરે છે.

સંજય લીલા ભણસાલી ઘણા સમયથી તારી સાથે કામ કરવા માગે છે. એ શક્ય હોય એવું લાગતું નથી.

મને તેમની સાથે કામ કરવું ગમશે. મને ખબર છે કે એક દિવસ હું તેમની સાથે કામ કરીશ. મેં આગળ કહ્યું છે. હું ૮૦ વર્ષની થઈશ ત્યાં સુધી ઍક્ટિંગ કરીશ. એથી હું જ્યારે ૭૦ વર્ષની થાઉં ત્યારે કદાચ અમે બન્ને સાથે કામ કરીશું, પરંતુ મને વિશ્વાસ છે કે અમે બન્ને સાથે કામ કરીશું.

શું કરિશ્મા કપૂર ફિલ્મોમાં કમબૅક કરશે?


ના, તે નહીં કરે. તે તેની લાઇફથી ખૂબ જ ખુશ છે.

પૉપ્યુલર ઍક્ટર્સ સોશ્યલ મેસેજ પર આધારિત ફિલ્મ ભાગ્યે જ પસંદ કરે


કરીના કપૂર ખાન કહે છે કે તેઓ આજે કમર્શિયલ ફિલ્મોનાં પાત્ર પસંદ કરવામાં જ રસ ધરાવે છે




કરીના કપૂર ખાને ‘કભી ખુશી કભી ગમ’, ‘જબ વી મેટ’ અને ‘કી ઍન્ડ કા’ જેવી કમર્શિયલ અને એન્ટરટેઇનમેન્ટથી ભરપૂર ફિલ્મોમાં કામ કર્યું છે અને તે માને છે કે આજે પૉપ્યુલર ઍક્ટરો સોશ્યલ મેસેજ પર બનનારી ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે. જોકે કરીના ‘ઉડતા પંજાબ’માં ડૉક્ટર પ્રીતની ભૂમિકામાં જોવા મળશે. તેને જ્યારે પૂછવામાં આવ્યું કે તેણે કેમ ‘ઉડતા પંજાબ’ સાઇન કરી ત્યારે કરીનાએ કહ્યું હતું કે ‘મેં આ ફિલ્મ એના વિષયને કારણે પસંદ કરી. આ ફિલ્મમાં મારું પાત્ર ખૂબ જ નાનું છે. મને લાગે છે કે મારા જેવા ઍક્ટર્સ આજે આવી ફિલ્મોમાં કામ કરવાનું પસંદ નથી કરતા. પૉપ્યુલર ઍક્ટરો આજે કમર્શિયલ ફિલ્મ્સનાં જ પાત્રો પસંદ કરે છે. મેં ઘણી કમર્શિયલ ફિલ્મો કરી છે. આ ફિલ્મનો મેસેજ ખૂબ જ સ્ટ્રૉન્ગ છે અને એમાં મારું પાત્ર નાનું, પરંતુ સ્પેશ્યલ છે. મને લાગ્યું કે આ સારો મેસેજ આપતી ફિલ્મ છે અને મારા ચાહકો માટે કંઈક સારું કરવાની તક પણ મને મળી રહી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK