હું ક્યારેય સંતુષ્ટ નથી થતો : કરણ જોહર

કરણ જોહરે ૪૧મા બર્થ-ડે પર સફળતા, સપનાં અને મહત્વાકાંક્ષા વિશે મિડ-ડે સાથેની વાતચીતમાં જણાવ્યું

karan-joharબૉલીવુડની બીજા કોઈ સેલિબ્રિટીના બર્થ-ડેની ચર્ચાઓ હજી સુધી આટલીબધી નથી જોવા મળી. આજે ૪૦ વર્ષ પૂરાં કરી રહેલા કરણ જોહરે કહ્યું હતું કે તેની બૉલીવુડમાં અત્યાર સુધીની સફર સંતોષકારક રહી છે. આ બર્થ-ડે પર કરણની ઇચ્છા છે કે તેનું બૅનર સફળતાનાં શિખરો પર હજી આગળ વધે.

૪૦ વર્ષ પૂરાં કરી રહ્યો છે ત્યારે તને સૌથી પહેલો વિચાર શું આવે છે?

હંમેશ કરતાં વધુ સારું અનુભવી રહ્યો છું. જીવનનો આ મધ્ય ભાગ છે. હું હંમેશાં મોટું સેલિબ્રેશન રાખવા માગતો હતો. હજી સુધી મેં મોટાં લગ્ન નથી કયાર઼્ અને ઇન્ડસ્ટ્રીમાં પણ ૧૫ વર્ષ પૂરાં કરી રહ્યો હોવાની ખુશીમાં મોટી પાર્ટી રાખવાનો નિર્ણય લીધો છે. મારી જીવનયાત્રા ખૂબ સારી હતી અને યાત્રા દરમ્યાન અનેક સારા અને ઉત્તમ રિલેશન બનાવ્યા છે.

માણસ ૪૦ વર્ષનો થાય ત્યારે તેની સાથે નૉટી શબ્દ જોડાય છે, તારું શું કહેવું છે નૉટી ઍટ ફૉર્ટી માટે?

મારા મતે આ અતિશયોક્તિ છે. માણસે દરેક સમયે નૉટી રહેવું જોઈએ; પછી તે ૨૦-૩૦નો હોય કે ૫૦-૬૦નો થાય. હંમેશાં તમારું દિલ કહે એમ કરવું જોઈએ. હું આખી જિંદગી નૉટી રહેવા માગું છું.

તો અમને કહે કે તેં અત્યાર સુધી સૌથી નૉટી શું કર્યું છે?

હું સ્વભાવથી નૉટી નથી. મેં ૨૦-૩૦ વર્ષની ઉંમર દરમ્યાન ફક્ત કામ કર્યું છે. મેં ઘણી વસ્તુઓ નથી કરી એટલે મારી પાસે દુનિયાથી છુપાવવા જેવું કંઈ જ નથી. મારું અંગત જીવન એકદમ સાદું અને પ્રોફેશનલ જીવન રસપ્રદ રહ્યું છે.

તારા બર્થ-ડેની પાર્ટી અત્યાર સુધી વર્ષની સૌથી મોટી ચર્ચાનો વિષય છે એ વિશે તારું શું કહેવું છે?

હું ખૂબ કૃતજ્ઞતા અનુભવું છું. આ મારી પહેલી ભાવના છે. હું આટલા સારા સંબંધોથી ધન્યતા અનુભવું છું. હું ઇન્ડસ્ટ્રીને ખૂબ પ્રેમ કરું છું. ઇન્ડસ્ટ્રી માટે અનેક વાતો કરવામાં આવે છે, પણ મેં ખૂબ સારા સંબંધો અને મિત્રતા અહીં બનાવ્યાં છે.

તું પાવર ધરાવતા માણસ તરીકે ઇન્ડસ્ટ્રીમાં ઓળખાય છે. તારા પાવર વિશે શું કહેવું છે તારું?

ફિલ્મો બનાવીને હું જે કરું છું એનાથી ખુશ છું. દરેક સફળતા મારા માટે મહત્વની છે અને અસફળતાઓ મને અસર કરે છે. હું નથી માનતો કે મારી પાસે કોઈ પાવર છે. હું પાવરફુલ હોવાનું નથી અનુભવતો. હું ક્યારેય સંતોષ અનુભવીને બેસી નથી રહેતો, હંમેશાં અસંતુષ્ટ રહું છું. હું પાવર વિશે નથી જાણતો, પણ હંમેશા અસુરક્ષિતતા અનુભવું છું.

જેના બૅનર હેઠળ દરેક ઍક્ટર કામ કરવા માગતો હોય તે આવું કહે એ આર્યજનક કહેવાય.

દરેક સર્જનાત્મક માણસ હંમેશાં અસુરક્ષિત હોય છે. જો તમારે અડીખમ ઊભા રહેવું હોય તો હંમેશાં અસુરક્ષિત રહેવું જોઈએ. મારા મતે જો તમે નિશ્ચિંત થઈને ઊભા રહો તો તમારી પડતી શરૂ થઈ જાય છે. બીજાના કામનો આદર કરો અને પોતાના કામથી અસુરક્ષા અનુભવો, આ બન્ને મહત્વની વસ્તુઓ હું અહીંથી શીખ્યો છું. આ બન્ને વગર તમે કયારેય ધારી સફળતા નહીં મેળવી શકો.

તારા જીવનમાં ૨૦ અને ૩૦ના દાયકાઓમાં થયેલી એવી કઈ વાતને તું ટર્નિંગ-પૉઇન્ટ ગણે છે?

૨૦ના દાયકામાં મને પહેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ મળી હતી, જ્યારે ૩૦ના દાયકામાં હું મારી કંપનીને નવી ઊંચાઈ પર લઈ જાવામાં સફળ થયો હતો, પણ એ સમયે મેં પિતાને ખોયા હતા. ૪૦ના દાયકામાં હું મારી કંપનીને હજી વધુ ઊંચાઈ પર લઈ જવા માગું છું અને દરેક દિવસે કામ કરીને મારા પિતાને ગર્વ થાય એવું કરવા માગું છું. એ બ્રહ્માંડમાં ક્યાંય પણ હોય, એમને મારા કામથી ગર્વ અપાવવા માગું છું, કારણ કે એ મારા જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે.

આવનારાં વર્ષોમાં તારા માટે તેં કોઈ ધ્યેય રાખ્યું છે?

વધુ સારી ફિલ્મો બનાવવાની મહત્વાકાંક્ષા અને સિનેમાને એક નવી ઊંચાઈએ લઈ જવા ઇચ્છુ છું. મારાં સપનાં સાકાર કરવા માટે મહેનત કરવી એ મારું ધ્યેય છે.

- હિરેન કોટવાણી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK