"જે કોઈ નથી કરતું એ કરવાનું હંમેશાં મને ગમ્યું છે"

‘કાઇટ્સ’માંથી રોલ કપાયાનું દુ:ખ કંગના રનોટને આજે પણ છે અને એ જ કારણે તેણે સૌથી પહેલાં ‘ક્રિશ ૩’ની ઑફર નકારી કાઢી હતી. લાંબા સમય સુધી સ્ક્રીનથી દૂર રહેલી કંગનાની ‘રજ્જો’ અને ‘ક્રિશ ૩’ જેવી મોટી ફિલ્મો હવે રિલીઝ થવામાં છે ત્યારે ‘મિડ-ડે’ની સાથેની આ વાતચીતમાં કંગના પોતાના જૂના અનુભવોની વાત કરવાની સાથોસાથ પોતે ડિરેક્ટર બની રહી છે એ વિશે પણ ખુલ્લા મને વાત કરે છે :



તારી પસંદગી હંમેશાં હેડલાઇન બની રહે છે.

જુઓ, એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે લોકો મને જજ કરે એ માટે હું કંઈ નથી કરતી. હું એક સ્ટાઇલિશ વ્યક્તિ છું. સારાં કપડાં પહેરવા મને ગમે છે. ફૅન્સી ફૂડ ખાવું મને ગમે છે. જો મને એવું લાગશે કે મારું સૅલડ ફૅન્સી નથી તો હું જાતે બહાર જઈશ, સૅલડ ખરીદીશ અને પછી એનું ડ્રેસિંગ પણ મારી જાતે કરી લઈશ. હું કોઈ દિવસ એક જ કપમાં ચા પણ નથી પીતી. કહેવાનો અર્થ કે હું જે કંઈ કરું છું એમાં મને વરાઇટી અને સ્ટાઇલ જોઈએ છે.

તું અવારનવાર સેટ પર નખરાં કરે છે, નાટક કરે છે. સાચું છે આ?

હા, મને ખબર છે કે આવી વાતો થાય છે, પણ મને કંઈ વાંધો નથી. હું એક મૂડી વ્યક્તિ છું, જેને કારણે ઘણાને એવું લાગે છે કે હું ટૅન્ટ્રમ્સ દેખાડું છું અને અકડુ બનીને રહું છું. જે કોઈ નથી કરતું એ મને હંમેશાં કરવું ગમ્યું છે. હું ઇચ્છું કે કાયમ માટે આવી જ રહું અને નવું કંઈક કરતી રહું. મને ખબર છે કે તમે સ્ટાર બનો એટલે કેટલીક અફવાઓ આપોઆપ તમારા નામ સાથે જોડાઈ જતી હોય છે. અફવાઓમાંથી કેટલીક અફવાઓ ખરેખર સરસ હોય છે.

તું હજી પણ તારા સિંગલ-સ્ટેટસથી ખુશ છે?

તમે લોકો મને પરણાવવા શું કામ માગો છો? હું બહુ ખુશ છું અને અત્યારના તબક્કે મારી કોઈ રિલેશનશિપથી જોડાવાની ઇચ્છા પણ નથી. સિંગલ સ્ટેટસ માણવાની પણ મને મજા આવે છે અને મને નથી લાગતું કે મારે મૅરેજ કરવાં જોઈએ, અત્યારના તબક્કે તો નહીં જ.

તું ડિરેક્ટર બની રહી છે. કેવી ચાલે છે તૈયારી?

આવતા વર્ષથી હું ડિરેક્શન કરવાની છું. એક ઑસ્ટ્રેલિયન રાઇટર સાથે મળીને મેં સ્ક્રિપ્ટ લખી છે, પણ એના કાસ્ટિંગમાં સમય પસાર થઈ રહ્યો છે. આશા રાખું કે બહુ ઝડપથી આ કામ પૂરું થઈ જાય. એક ઍક્ટ્રેસ તરીકે અમે બહુ બિઝી હોઈએ છીએ, પણ કેટલીક વાર એવું દેખાડતા પણ હોઈએ છીએ કે અમે બિઝી છીએ, પણ હકીકત એ છે કે અમારા શોખ પૂરા કરવા માટે સમય પણ કાઢી જ લઈએ છીએ.

તને એવું લાગે છે કે એક ઍક્ટ્રેસ તરીકે તારે હજી કંઈ મેળવવાનું બાકી હોય?

પહેલાં મને એવું લાગતું હતું, પણ ‘ક્રિશ ૩’, ‘રજ્જો’ અને ‘ક્વીન’ જેવી જે ફિલ્મો મને મળી છે એ જોતાં હવે મારો ઓપિનિયન બદલાયો છે. એક વ્યક્તિ તરીકે મારું મૂલ્યાંકન થયું છે. મને લાગે છે કે મારો ઍક્ટિંગ ગ્રાફ ઊંચો આવ્યો છે અને હું ખુશ છું.

તેં શરૂઆતમાં ‘ક્રિશ ૩’ની ના પાડી દીધી હતી?

મારો અગાઉનો અનુભવ ખરાબ હતો. ‘કાઇટ્સ’ રિલીઝ થઈ ત્યારે એમાંથી મારો રોલ કપાયો એ જોઈને મને ખરેખર બહુ દુ:ખ થયું હતું. અનુરાગ બાસુ ફ્રેન્ડ હતો. જો તેણે મારો રોલ કાપવો હતો તો ઍટલીસ્ટ તેણે મને વાત કરવાની જરૂર હતી, જેથી હું એ માટે માનસિક રીતે તૈયાર રહું, પણ તેણે એવું કર્યું નહીં. મેં આ વિશે હૃતિક કે રાકેશ રોશન સાથે વાત પણ નહોતી કરી. ‘ક્રિશ ૩’ મને ઑફર થઈ ત્યારે સ્ક્રિપ્ટ વાંચ્યા વિના જ મેં મારા ભૂતકાળના અનુભવને ધ્યાનમાં રાખીને ફિલ્મની ના પાડી દીધી, પણ એ પછી પણ રાકેશ રોશન અને હૃતિક રોશન મારા પ્રત્યે પૉઝિટિવ હતા. ફિલ્મની ના પાડ્યાનો મને અફસોસ થઈ રહ્યો હતો અને એ જ સમયે રાકેશ રોશને મને ફરીથી ફિલ્મ માટે ઑફર કરી. મેં બીજો વિચાર કર્યા વિના ફિલ્મ માટે એ જ સમયે હા પાડી દીધી.

- અસિરા તરન્નુમ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK