મને લોકોના ડાર્લિંગ બનીને રહેવું છે : ઇમરાન હાશ્મી

ફ્લુમાં પટકાયો હોવા છતાં ઇમરાન હાશ્મી દિવસ-રાત જોયા વિના કામ કરતો રહે છે.

‘રાઝ ૩’ના પ્રમોશન માટે હજીય તે ઇન્ટરવ્યુ આપવામાં વ્યસ્ત છે. એક મુલાકાતમાં તેણે ‘રાઝ ૩’ અને વિદ્યા બાલન સાથેની તેની આગામી ફિલ્મ બાબતે પણ વાતો કરી.

સાંભળ્યું છે કે તું માંદો છે?

મારી ફિલ્મને બૉક્સ-ઑફિસ પર જે રિસ્પૉન્સ મળ્યો છે એનાથી મારી તબિયત સુધરી રહી છે. હવે મને પહેલાં કરતાં ઘણું જ સારું લાગે છે.

આ વર્ષ તારા માટે ખૂબ સારું લાગે છે

હા, ‘જન્નત ૨’ને પણ ૮ કરોડ પ્લસનું સારુંએવું ઓપનિંગ મળેલું. ઘણા લોકોએ મારા ‘શાંઘાઈ’ના કામની નોંધ લીધી છે અને હવે મને લાગે છે કે હું બહુમુખી ભૂમિકાઓ નિભાવી શકું છું. ઓવરઑલ આ વર્ષ મારા માટે સારું છે.

કેટલાક લોકો સિંગલ સ્ક્રીન થિયેટર્સમાં તારા રેકૉર્ડને સલમાન ખાન સાથે પણ સરખાવે છે.

એ તો ટ્રેડ-પંડિતો જ કહી શકે, પણ દર્શકોએ મને પહેલી જ ફિલ્મથી પસંદ કરવાનું શરૂ કરી દીધેલું. મારે હંમેશાં બહોળા સમુદાયના ડાર્લિંગ બનીને રહેવું હતું.

‘રાઝ ૩’માં અમે ઇમરાનની અંદરના હીરોને મિસ કર્યો

દરેક વ્યક્તિ જ્યારે ફિલ્મ જોવા જાય ત્યારે પહેલેથી જ તેને કોઈ અપેક્ષા હોય. જ્યારે એ મુજબ ન થાય ત્યારે તેમને ખરાબ ફીલ થાય છે. ‘રાઝ ૩’માં હું એક એવા પાત્રની ભૂમિકામાં હતો જે કોઈ ટ્રેડિશનલ હીરો નથી. જો ફિલ્મનાં અન્ય પાત્રો મારા પર હાવી થઈ ગયાં હોય તો એ મારા પાત્રની જ વિક્ટરી છે.

વિદ્યા બાલન સાથે ફરીથી ‘ઘનચક્કર’માં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

અમારી છેલ્લી ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’ની જેમ જ એમાં પણ અમે એકબીજાની ખૂબ નજીક આવ્યાં છીએ. અમે એક કપલ છીએ, જેમનાં થોડા સમય પહેલાં લગ્ન થયાં છે અને તેમની વચ્ચે સતત ઝઘડા થતા રહે છે.

તને યશરાજ ફિલ્મ્સ દ્વારા અપ્રોચ કરવામાં આવેલો એ સાચી વાત છે?

હું એવી જ ફિલ્મો બાબતે વાત કરવા ઇચ્છીશ જેને મેં સાઇન કરી હોય. બાકી મને ઘણાબધા લોકોએ અપ્રોચ કર્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK