સોનલના પ્રેમમાં હોવાનો નીલનો છડેચોક એકરાર

છેલ્લા કેટલાક સમયથી નીલ નીતિન મુકેશ અને સોનલ ચૌહાણ વચ્ચે પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હોવાના સમાચાર ગાજી રહ્યા છે. જોકે તાજેતરમાં ‘મિડ-ડે’ સાથેની ખાસ મુલાકાતમાં નીલે આખરે સોનલ સાથેના પોતાના પ્રેમપ્રકરણનો છડેચોક સ્વીકાર કર્યો છે. આ રહ્યા નીલ સાથેની વાતચીતના કેટલાક અંશો.

neel-sonal-loveહાલમાં તારું રિલેશનશિપ સ્ટેટસ શું છે?

આ સવાલનો ડિપ્લોમૅટિક જવાબ આપીને જે વ્યક્તિને હું પ્રેમ કરું છું તેનું અપમાન કરવા નથી માગતો. એ વાત સાચી છે કે હું સોનલ ચૌહાણને પ્રેમ કરું છું. મને એક સ્ત્રીમાં જે ગુણોની તલાશ છે એ તમામ ગુણ સોનલમાં છે. તે હોમ-બ્રોકર નથી અને હું જે છું એ માટે ગર્વની લાગણી અનુભવવામાં તે મને મદદ કરે છે. મારા છેલ્લા સંબંધમાં તો હું જાણે સાવ નકામી વ્યક્તિ હોઉં એવી લાગણી સતત અનુભવાતી હતી.

તું કોની વાત કરી રહ્યો છે?

હુ એ વિશે વાત કરવા નથી માગતો. એના કરતાં મને સોનલ વિશે વાત કરવાનું વધારે પસંદ છે. તે મારી છેલ્લી પ્રેમિકા કરતાં સાવ જ અલગ છે. તેણે ફિલ્મજગતની કૃત્રિમતામાં પોતાની જાત નથી ગુમાવી.

તો શું હવે લગ્ન કરવાનું આયોજન છે?

અમે હજી સાથે મળીને નક્કી કરી રહ્યાં છીએ. જોકે એ વાત નક્કી છે કે સોનલ જ એ છોકરી છે જેની સાથે હું લગ્ન કરવા માગું છું.

શું સોનલ પણ તારા વિશે આવી જ લાગણી અનુભવે છે?

મને એ વાતનો અહેસાસ છે કે સોનલ પણ મારા વિશે ભારે લાગણી અનુભવે છે. અમારી વચ્ચેનો આ પ્રેમ જળવાઈ રહે એવા પ્રયાસો અમારે કરવાના છે. હું ઇચ્છું છું કે સોનલ મારી સાથે કોઈ કમિટમેન્ટ કરે એ પહેલાં મારા પર સંપૂર્ણ ભરોસો મૂકે. શું એ પ્રેમીની જવાબદારી નથી કે તે પોતાની પ્રેમિકાને વિશ્વાસ અપાવી શકે કે તે આખું જીવન તેનું ધ્યાન રાખી શકશે.

શું સોનલ તારા પેરન્ટ્સને મળી છે?

હા, મળી છે.

શું ફિજીમાં તમારી ફિલ્મના શૂટિંગ વખતે તમે એકમેકની વધુ નિકટ આવ્યાં હતાં?

હા, એમ કહી શકાય. મને સોનલ પહેલાંથી જ પસંદ હતી, પણ આ શૂટિંગ-શેડ્યુલ વખતે અમને એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક મળી જેને પરિણામે અમે વધુ નિકટ આવ્યાં. પહેલી વાર હું મારી સાથે કામ કરતી કોઈ વ્યક્તિના પ્રેમમાં પડ્યો છું. હવે મને લાગે છે કે જે વ્યક્તિ મારી સાથે આખું જીવન રહેવાની છે તે મારી કામ કરવાની શૈલીને સમજે એ સારી વાત છે.

તારા છેલ્લા પ્રેમના અનુભવથી તારો પ્રેમ પરનો વિશ્વાસ ડગી ગયો હતો?

આ અનુભવ પછી મને શંકા થવા લાગી હતી કે દુનિયામાં ખરેખર પ્રેમ જેવું કાંઈક છે કે નહીં? આ નકારાત્મક અનુભવ પછી હું ગુસ્સાની સાથોસાથ ભારે શરમની લાગણી અનુભવતો હતો. જોકે હવે હું વધુ મજબૂત બન્યો છું.

સોનલે મને સારા સંબંધો અને ખરાબ સંબંધો વચ્ચેનો ફરક સમજાવ્યો છે. સોનલે મારા ઘા પર મલમ લગાવ્યો છે. હવે મારા મનમાં કોઈ કડવાશ નથી. મને જાહેરમાં પ્રેમની લાગણી અભિવ્યક્ત કરવી ગમે છે. જોકે સોનલ થોડી રિઝર્વ છે. મને ખાતરી છે કે તે પણ એક દિવસ ચોક્કસ તેના પ્રેમનો એકરાર કરશે.

તું સોનલનો હાથ માગવા તેના પેરન્ટ્સને ક્યારે મળવાનો છે?

હાથ શું કામ? મારો ઇરાદો તો આખી સોનલને માગવાનો છે. સોનલ આ સંબંધમાં વધારે આગળ વધવા તૈયાર થઈ જશે કે તરત જ હું તેનાં માતા-પિતાને મળીશ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK