કાશ, હું એટલો જુવાન હોત કે દીપિકા, વિદ્યા, કંગના અને આલિયા સાથે રોમૅન્સ કરી શકું : અમિતાભ

બૉલીવુડમાં ૪૬ વર્ષની લાંબી સફર કરનારા અમિતાભ બચ્ચન મિડ-ડેને આપેલી ર્દીઘ મુલાકાતમાં આજના કલાકારો, ફિલ્મો, રાજકારણના અનુભવ અને મિત્રો વિશે દિલ ખોલીને વાત કરે છે


amitabhઇન્ટરવ્યુ : શુભા શેટ્ટી-સહા

અન્યો માટે ઝાઝી માનની લાગણી નહીં ધરાવતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ૪૬ વર્ષ થયાં છતાં પણ પંક્ચ્યુઆલિટીમાં હજી પણ પહેલાં જેવી જ ચપળતા ધરાવતા અમિતાભ બચ્ચન ઇન્ટરવ્યુ માટે નક્કી થયેલા સમય પ્રમાણે જ આવ્યા અને તેમણે શા માટે તેઓ બૉલીવુડમાં સફળ છે એનો પરિચય આપી દીધો.

મિત્ર એટલે જીવનભર


સૌથી પહેલા મિત્રો વિશેનો જ સવાલ પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે ‘વયોવૃદ્ધને પણ ઓછા મિત્રો હોય અને તેઓ ઓછા લોકોને ચાહતા હોય અને તેમની પ્રશંસા પણ ઓછા લોકોને પ્રાપ્ત થતી હોય છે. હું હંમેશાં એવું માનું છું કે એક વખત તમે કોઈના મિત્ર બનો એટલે સમગ્ર જીવન માટે બની જાવ છો. તમે એક વખત જીવનના અમુક હિસ્સા માટે કોઈને સહભાગી બનાવો એટલે તમે તેને નકારી કે ફગાવી ન શકો. એ વ્યક્તિ માન આપે કે ન આપે પણ મિત્ર માટે મને હંમેશાં માનની લાગણી રહે છે. હા, તમે વયોવ્ાૃદ્ધ થતા જાવ તમારી આસપાસ ઓછા મિત્રો રહે છે. મારા વેવાઈ એટલે કે fવેતાના સસરા રાજન નંદાએ મારા કોઈ મિત્ર મૃત્યુ પામ્યા ત્યારે એક ખૂબ પ્રસંગોચિત વાત કરી હતી. તેમણે મને ફોન પર કહ્યું કે હવે સમયનો તકાજો વધારે મિત્રો ન બનાવવાનો નહીં, પણ ગુમાવવાનો છે. આ ખેદજનક જીવનની હકીકત છે. તમે વૃદ્ધ થતા જાવ એટલે ઘણા લોકો તમારા જીવનમાંથી વિદાય લેતા જાય છે. મારી કારકિર્દીમાં બ્રેક આપનારા મહાનુભાવ ખ્વાજા અહમદ અબ્બાસ હયાત નથી. મનમોહન દેસાઈ, પ્રકાશ મહેરા અને શક્તિ સામંતા જેવા મારી કારકિર્દીને ઘાટ આપનારા મહાનુભાવો પણ આજે હયાત નથી. સચિન દેવ બર્મન અને રાહુલ દેવ બર્મન જેવા ઘણા લોકો ગુજરી ગયા છે. તમે તેમની સાથે હો ત્યારે જીવનમાં જોશ અને આનંદ ઊભરાતા હોય. એ વખતે તમને એવું લાગે નહીં કે તેઓ તમારી આસપાસ નહીં હોય એવો વખત પણ આવશે. તમે ઇચ્છો તો પણ તમે તેમને ફરી જોઈ ન શકો.’

રોમૅન્ટિક છું

તમે હજી દિલથી રોમૅન્ટિક છો કે નહીં? એવા સવાલના જવાબમાં તેઓ હસતાં-હસતાં કહે છે કે ‘મને લાગે છે કે હું રોમૅન્ટિક છું. ફિલ્મ-મેકિંગનું કાર્ય જ રોમૅન્ટિક છે. પ્રેમ એ માત્ર સ્ત્રી અને પુરુષ વચ્ચેનું સમીકરણ હોવું જરૂરી નથી. હું મારી પૌત્રીના પ્રેમમાં છું. હું મારા ફોન્સના પ્રેમમાં હોઈ શકું, કારણ કે દર બે સેકન્ડે હું ફોન જોઉં છું. આપણે બધા ફોન સાથે પરણ્યા હોઈએ છીએ. રોમૅન્સની અનેક છાયાઓ, અનેક અર્થો હોય છે.’

પરંતુ સ્ત્રી-પુરુષના રોમૅન્સનું શું? મુગ્ધતા કે મોહિત અવસ્થા જેવું કંઈ હોય છે?

‘હવે એ ઉંમર રહી નથી.’ તેમને કહો કે રોમૅન્સ ઉંમર વિનાનો હોય છે તો તેઓ સંમત થાય છે. તેઓ કહે છે કે ‘હા મને ઈર્ષા અને ખેદ થાય છે કે હું દીપિકા (પાદુકોણ), કંગના (રનોટ), વિદ્યા (બાલન) અને આલિયા (ભટ્ટ) વગેરે સાથે લીડિંગ રોલ ભજવી શકું એટલો યુવાન રહ્યો નથી.

કામ પ્રતિ ડેડિકેશન

કામ પ્રતિ ડેડિકેશન વિશે બોલતાં તેમણે કહ્યું કે ‘મારા પિતા હરિવંશરાય બચ્ચન પાસેથી હું ડેડિકેશન શીખ્યો છું. તેઓ સતત કામ કરતા રહેતા હતા. તેમને જ્યારે પણ કામ મળે ત્યારે એમાં ખૂંપી જતા.’

શૂજિત અને જુહીને અભિનંદન

ફિલ્મ ‘પીકૂ’માં દીપિકા પાદુકોણના કબજિયાતથી પીડાતા પિતા તરીકેના અમિતાભના રોલને ખૂબ વખાણવામાં આવ્યો છે. આ વિશે અમિતાભે નમ્રતાથી કહ્યું હતું કે ‘આ માટે તમારે અભિનંદન આ રોલ જેણે વિચાર્યો છે (શૂજિત સરકાર) અને જેણે લખ્યો છે (જુહી ચતુર્વેદી) તેમને આપવાં જોઈએ, આ રોલ ખૂબ આત્મસંયમ માગી લે એવો હતો; કારણ કે એમાં અતિરેક થવાનું જોખમ હતું. ’

હૃષીકેશ મુખરજીની યાદ

 ‘પીકૂ’ ફિલ્મ અમિતાભને હૃષીકેશ મુખરજીની ફિલ્મની યાદ તાજી કરાવે છે. અમિતાભે કહ્યું હતું કે ‘હૃષીદા પછી મને ક્યારેય આવો અનુભવ થયો હોય એવું યાદ નથી. આ બાબત શૂજિત માટે સારી પુરવાર થશે, કારણ કે ઋષિદામાં જ મધ્યમ માર્ગે ચાલવાની આવડત હતી. વધુ જમણેરી કે વધુ ડાબેરી નહીં. આ સાથે જ હું પ્રેક્ષકોને અભિનંદન આપવા માગું છું, કારણ કે તેમણે આ ફિલ્મના આંતરવહેણને પારખ્યું છે અને એની સાથે તન્મય થઈ ગયા છે. હવે સમય આવી ગયો છે કે આપણે પ્રેક્ષકોની સૂઝને સ્વીકારીએ. આપણે હવે મસ્ત બની જવું જોઈએ, કારણ કે આપણી પાસે અદ્ભુત પ્રેક્ષકો છે જેઓ જુદા પ્રકારની વાર્તાને પ્રોત્સાહન આપે છે. પરંતુ આપણે ચીલાચાલુ મનોરંજનમાં જ રચ્યાપચ્યા છીએ.’

‘શમિતાભ’ કેમ નિષ્ફળ રહી?

‘પીકૂ’ની સફળતાથી અમિતાભને હાશકારો થયો છે, કારણ કે તેમની છેલ્લી ફિલ્મ ‘શમિતાભ’ બૉક્સ-ઑફિસ પર પિટાઈ ગઈ હતી. જોકે ‘પીકૂ’ને મળેલી અદ્ભુત સફળતાથી ફિલ્મની ટીમને એકદમ આશ્ચર્ય થયું છે. આ વિશે અમિતાભ કહે છે કે ‘મને ખબર નથી કે ‘શમિતાભ’ બૉક્સ-ઑફિસ પર શા માટે પિટાઈ ગઈ. ‘શમિતાભ’ના ડિરેક્ટર આર. બાલ્કી અને મેં આ વિશે લાંબી ચર્ચા કરી છે. મને ફિલ્મનો કૉન્સેપ્ટ ખૂબ ગમ્યો હતો. એ અનોખો અને જુદો હતો. પરંતુ મને સંતોષ છે કે મેં એ રોલ કર્યો હતો. હુ મારી જાતને નસીબદાર માનું છું કે મને હજી પડકારરૂપ ભમિકાઓ મળે છે. એ એક વિચિત્ર બાબત છે કે જ્યારે તમે યુવાન હો ત્યારે તમે મુખ્ય ભૂમિકા ભજવો છો અને તમને વિવિધ ભૂમિકાઓ ભજવવાની તક મળતી નથી. હીરો તરીકે તમે માત્ર હિરોઇનને રોમૅન્સ કરો છો, થોડી ઍક્શન કરો છો એટલે બધું પતી જાય છે.’

આજના કલાકારો મૅચ્યોર

આજના કલાકારો વિશે બોલતાં અમિતાભે કહ્યું હતું કે ‘આ અદ્ભુત સમય છે. મને પહેલાં ન કરેલા રોલ કરવાનો સંતોષ મળવાની સાથે જ યુવા પેઢીના ઍક્ટર સાથે એક જ ફ્રેમમાં રહેવાની તક મળે છે. યુવા ઍક્ટરો અદ્ભુત છે. મને ખરેખર લાગે છે કે ભારતીય સિનેમાના ઍક્ટરો ખૂબ પ્રતિભાશાળી છે. દરેક ઍક્ટર મૅચ્યોર ઍક્ટર છે. જ્યારે અમે ફિલ્મોમાં આવ્યા ત્યારે અમે અણઘડ હતા. હું ૪૬ વર્ષો થયા છતાં ઍક્ટર તરીકે મૅચ્યોર નથી થયો અને હું હજી શીખી રહ્યો છું. પરંતુ આજના યુવા ઍક્ટરો તેમની પહેલી ફિલ્મથી જાણે છે કે તેમને શું જોઈએ છે. તેમને આ વાત જાણી આશ્ચર્ય થાય છે કે મારી પાસે મૅનેજર કે સ્ટાઇલિસ્ટ નથી. તેઓ કહે છે કે શા માટે તમે તમારી જાતે આ બધું કરો છો? તમારે માટે ãસ્ક્રપ્ટ ક્ોણ વાંચે છે? હવે મને ભાન થાય છે કે અમે અમારા જમાનામાં તમામ જવાબદારીઓ જાતે ઉપાડી હતી, જ્યારે તેમણે તેમની જવાબદારીઓ અન્યોને સોંપી સહેલાઈથી પોતાનું દબાણ હળવું કયુંર્ છે. તેઓ તેમના કામમાં પદ્ધતિસર આગળ વધે છે, જ્યારે અમે અમારી પાસે જે આવ્યું એ સ્વીકારતા ગયા હતા. કંગનાને જ જુઓ, તે ‘તનુ વેડ્સ મનુ રિટન્ર્સ’માં લાજવાબ છે. મારે આવું કંઈ કરવા ઘણો સંઘર્ષ કરવો પડે. ફિલ્મમાં કંગનાની સાથે રહેલા અન્ય ઍક્ટરો જુઓ, સૌકોઈ લાજવાબ છે.’

અવાજનો જાદુ


અમિતાભને પૂછી જુઓ કે શું તમે તમારા અવાજ માટે ગર્વ અનુભવો છો? એના જવાબમાં અમિતાભ શરમાળ સ્મિત આપી કહે છે કે ‘આ શું કહો છો? મારા જેવો અવાજ ઘણા લોકો ધરાવે છે.’

‘ક્યારેય તમારા અવાજથી તેમને નુકસાન થયું છે?’ પ્રશ્નના જવાબમાં અમિતાભ કહે છે કે ‘મારા અવાજનો સદુપયોગ થાય એ મને ગમે છે. ક્યારેક આ અવાજથી દૂર જવાની મેંં કોશિશ કરી છે. ઉદાહરણ તરીકે ‘અગ્નિપથ’. પરંતુ એથી ફિલ્મને નુકસાન થયું હતું. મારે અવાજને ફરીથી ડબ કરવો પડ્યો હતો, કારણ કે પ્રેક્ષકો તેમની સાઉન્ડ સિસ્ટમ બરાબર નથી એમ જણાવી થિયેટરમાલિકો પર હુમલો કરવા લાગ્યા હતા. હું મારો અવાજ સામાજિક કાર્યો માટે ઉપયોગમાં આવે એવી કોશિશ કરું છું એથી હું સંતુષ્ટ છું.’

આગામી ફિલ્મો

અમિતાભની આગામી ફિલ્મ ‘વઝીર’ બિજૉય નામ્બિયારે ડિરેક્ટ કરી છે. એના પ્રોડ્યુસરો વિધુ વિનોદ ચોપડા અને રાજકુમાર હિરાણી છે. અમિતાભ જણાવે છે કે ‘આ વિશે બોલવાની મને મંજૂરી નથી, પરતું હું એટલું કહીશ કે આખી ફિલ્મ દરમ્યાન હું વ્હીલચૅર પર છું અને ફરહાન અખ્તર પોલીસ- ઑફિસરના રોલમાં છે જેમાં બન્નેને લાગુ પડતા કેટલાક સામાન્ય સંબધો છે. ટેક્નિકલી બિજૉય એકદમ મજબૂત છે. આ ડ્રામેટિક થ્રિલર ઑક્ટોબરમાં રિલીઝ થશે.’

બિગ બીના ટ્વિટર પર એક કરોડ પચાસ લાખ ફૉલોઅર્સ

અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને ઇરફાનની ફિલ્મ ‘પીકૂ’ બૉક્સ- ઑફિસ પર સફળ રહેતાં તમામ કલાકારોએ એની ઉજવણી કરી હતી. પરંતુ અમિતાભ માટે ખુશ થવાનાં એક નહીં, પરંતુ બે કારણો છે. ફિલ્મ ‘પીકૂ’ની સફળતાની સાથે-સાથે અમિતાભના ટ્વિટર પર એક કરોડ અને પચાસ લાખથી પણ વધુ ફૉલોઅર્સ થઈ ગયા છે. અમિતાભ સોશ્યલ નેટવર્ક પર સૌથી ઍક્ટિવ સેલિબ્રિટી છે અને તેમણે તેમની આ ખુશી વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું હતું કે 'TWITTER... 15 MILLION!!! YEEEAAAEAEAEAAAHHHHHHHHH!! BADDOOOOOOOMMMBAAAAA !!'

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK