હું દિલથી હિપ્પી છું : અનુષ્કા

અનુષ્કા શર્મા વાત કરે છે ફરવાના પોતાના શોખની અને જબ તક હૈ જાનમાં કામ કરવાના પોતાના અનુભવની

અનુષ્કા શર્માની ગણતરી એવી નસીબદાર હિરોઇન તરીકે થાય છે જેને પોતાની કરીઅરની શરૂઆતમાં યશ ચોપડાના ડિરેક્શનમાં ‘જબ તક હૈ જાન’માં કામ કરવાની તક મળી ગઈ જેના માટે ટોચની હિરોઇનો તરસતી હોય છે. હવે આ ફિલ્મ જ્યારે ગઈ કાલે રિલીઝ થઈ ગઈ છે ત્યારે અનુષ્કા આ ફિલ્મમાં કામ કરવાના અને ખાસ કરીને યશ ચોપડાના ડિરેક્શનમાં કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરે છે.

તું જ એવી હિરોઇન છે જેણે યશ ચોપડા અને આદિત્ય ચોપડા બન્નેના ડિરેક્શનમાં કામ કર્યું છે.

આજે જ્યારે હું વિચારું છું કે મેં યશ ચોપડા અને આદિત્ય ચોપડા બન્ને સાથે કામ કર્યું છે ત્યારે મેં ખરેખર કોઈ મોટી અચીવમેન્ટ કરી હોય એવી લાગણી થાય છે. હું મારી જાતને આના માટે સ્પેશ્યલ અનુભવું છું. હું અત્યાર સુધી જેટલી વ્યક્તિઓને મળી છું એમાં યશજી સૌથી વધારે ક્રીએટિવ અને ઠંડા મગજના હતા.

યશ ચોપડા તેમની હિરોઇનને સફેદ શિફોનની સાડી પહેરાવવા માટે પ્રખ્યાત હતા તો તને આવી તક ન મળી હોવાનો કોઈ અફસોસ છે?

ખાસ નહીં, કારણ કે ‘જબ તક હૈ જાન’માં મારું પાત્ર સાવ અલગ છે. મારા પાત્રને યાદ કરાવવું પડે છે કે તે એક છોકરી છે. મેં ફિલ્મમાં ઘણી બધી વખત સફેદ ગંજી પહેરી છે એટલે એને કદાચ સફેદ સાડીઓની સમકક્ષ ગણી શકાય. મેં જ્યારે ‘દિલ તો પાગલ હૈ’ જોઈ હતી ત્યારે હું આખા ઘરમાં માધુરી દીક્ષિતની જેમ શિફોનનો દુપટ્ટો લહેરાવીને દોડતી હતી અને મને લાગતું હતું કે હું બહુ ખૂબસૂરત લાગું છું.

તને રિયલ લાઇફમાં ટ્રાવેલિંગનો બહુ શોખ છે ત્યારે આ ફિલ્મમાં ડૉક્યુમેન્ટરી ફિલ્મમેકરનો રોલ કરવાનો અનુભવ કેવો રહ્યો?

મને મારા પરિવાર સાથે સમય પસાર કરવાનું જેટલું પસંદ છે એટલું જ ટ્રાવેલિંગ પસંદ છે. જો હું બહુ લાંબો સમય મુંબઈમાં રહું તો મારો આ ટ્રાવેલિંગનો કીડો મને હેરાન કરવા લાગે છે. છેલ્લા એક વર્ષમાં હું ઇટલી, ફ્રાન્સ અને સ્પેન ફરી આવી છું. હું જ્યારે વિદેશમાં શૂટિંગ કરતી હોઉં ત્યારે કેટલાક દિવસોની રજા લઈને એ જગ્યાએ ફરવાનું પસંદ કરું છું. હું દિલથી હિપ્પી છું. ‘જબ તક હૈ જાન’ના શૂટિંગ વખતે મને લદ્દાખ અને કાશ્મીરનો અલગ જ અંદાજ માણવા મળ્યો હતો.

આ બે હિરોઇનોના પ્રોજેક્ટમાં કૅટરિના સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

અમે બન્ને સમજદાર અને વયસ્ત છીએ. જ્યારે તમે ફિલ્મ સાઇન કરો છો ત્યારે તમને તમારા રોલ વિશે બરાબર ખબર હોય છે. આ ફિલ્મ યશ ચોપડાની ફિલ્મ છે અને મને એનો હિસ્સો બનવાનો ગર્વ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK