મને બ્રેક જોઈએ છે : કપિલ શર્મા

કૉમેડી નાઇટ્સ વિથ કપિલ વિશે કપિલ શર્મા કહે છે કે આ શોના ૨૬ એપિસોડ કરવાના હતા એમાંથી ખેંચાઈને ૫૦ થયા અને પછી હજી વધારે ખેંચાઈને ૧૦૦ થઈ ગયા



સામાન્ય સ્ટૅન્ડ-અપ કૉમેડિયનથી કરીઅર શરૂ કરનારા કપિલે ઇન્ડિયન ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીને ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’ નામનો સૌથી સુપરહિટ કૉમેડી શો આપ્યો છે. કપિલ હવે યશરાજ ફિલ્મ્સની ‘બૅન્ક-ચોર’ ફિલ્મથી બૉલીવુડમાં દાખલ થઈ રહ્યો છે. કપિલ નથી ઇચ્છતો કે તેના શોની ઇમેજ કોઈ પણ કારણસર બગડે અને એ જ કારણે તેણે શો બંધ કરવાનું નક્કી કર્યું છે. પ્રસ્તુત છે તેની સાથેની વાતચીતના અંશ...

ચૅનલ સાથે વાતચીત કર્યા વિના જ તેં એકાએક શો બંધ કરવાનું નક્કી કેવી રીતે કર્યું?

મેં આ શોને મારી જિંદગી, મારું લોહી બધું આપ્યું છે. અત્યારે પણ હું આ વાત કરું છું ત્યારે છેલ્લા ૩૬ કલાકથી સૂતો નથી. હું આ શો ક્યારેય કાયમ માટે બંધ નહીં થવા દઉં. એકધારા કામથી હું હવે ચુસાઈ ગયો હોય એવું મને લાગે છે. મને એક બ્રેક જોઈએ છે.

એવું તે શું બન્યું કે તેં આવો ચોંકાવનારો નિર્ણય લીધો?

દરેક શોની પોતાની એક પ્રોફાઇલ હોય છે અને દરેક શોને પોતાની તકદીર હોય છે. ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’નું એક એવું ફૉર્મેટ હતું જેમાં ૬ પરિવારના સભ્યો હતા અને ૨૬ એપિસોડ કરવાના હતા. આ ૨૬ એપિસોડ ખેંચાઈને ૫૦ થયા અને પછી ૧૦૦ એપિસોડ થયા. મને લાગ્યું કે હવે બધાએ નવેસરથી વિચારવું જોઈએ.

યશરાજ ફિલ્મ્સની ઑફર આવી એ પહેલાં પણ તને અનેક ફિલ્મની ઑફર આવી હતી, બરાબરને?

હા, એ સાચું છે. યશરાજ ફિલ્મ્સની ‘બૅન્ક-ચોર’ માટે હા પાડી એ પહેલાં કેટલીક સારી કહેવાય એવી ઑફર આવી હતી, જેમાં ‘તેરે નામ’ના પ્રોડ્યુસર સુનીલ મનચંદાની ઑફર પણ હતી. મેં ફરહાન અખ્તરને પણ ફિલ્મ માટે ના પાડી હતી. એ બધાને ના પાડતી વખતે મને ખરેખર સંકોચ થઈ રહ્યો હતો. યશરાજની જે ફિલ્મ સાઇન કરી એ માર્ચમાં ફ્લોર પર જવાની હતી અને અત્યારે જૂન ચાલે છે. હું હજી સુધી તેમને ડેટ્સ નથી આપી શક્યો. ઍક્ટરો યશરાજ ફિલ્મ્સ સાથે કામ કરવા માટે રીતસર ટળવળતા હોય છે અને એક હું છું જે શૂટિંગ ડિલે કર્યા કરું છું. મારે હવે એવું પુરવાર નથી થવા દેવું કે હું તુમાખી છું અને એ પણ એટલું જ સાચું છે કે હું આજે પણ માનું છું કે ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’ કોઈ પણ ફિલ્મ કરતાં વધુ મોટો શો છે.

કલર્સ ચૅનલના બધા શોને મળીને જે રેટિંગ મળે છે એટલું રેટિંગ તારા એકલાના શોનું છે. ચૅનલને તારો શો બંધ કરવો નહીં પોસાય.

જો એવું હોય તો મારે એના વિશે નથી વિચારવું. જોકે મને ખબર છે કે લોકો દર અઠવાડિયે મારા શોની રાહ જોતા હોય છે. એ માટે હું કાંઈ બડાઈ હાંકવા કે અભિમાન કરવા નથી માગતો. જો એવું કરીશ તો મારી મમ્મી મને થપ્પડ મારશે. પણ હકીકત એ છે કે આ શો સાથે સંકળાયેલા તમામ ફૅમિલી-મેમ્બર પૉપ્યુલર થઈ ગયા છે. મારે શોને હજી આગળ લઈ જવો છે અને એ માટે પણ મને બ્રેકની જરૂર છે. મને ઍટ લીસ્ટ એક મહિનાના બ્રેકની જરૂર છે. એ સાચું છે કે ઇન્ડિયન ટેલિવિઝન હિસ્ટરીમાં એક પણ શો એવો નથી જે એકધારો ૧૦૦ એપિસોડ નંબર-વનની પોઝિશન પર રહ્યો હોય, પણ મારે એમાં કોઈ બાંધછોડ નથી કરવી.

તો કહી શકાય કે હવે તું કાયમ માટે ‘કૉમેડી નાઇટ્સ...’ છોડી રહ્યો છે?

મેં ‘કૉમેડી સર્કસ’ના ૩૦૦ એપિસોડ કર્યા. જુઓ, હું શો છોડીને ભાગી જનારો માણસ નથી. એ સાચું છે કે મને જેકોઈ ઑફર આવી રહી છે એ ખરેખર ઘણી લલચામણી અને સરસ છે. મને ચૅનલ સામે કોઈ ફરિયાદ નથી એ પણ એટલું જ સાચું છે. મારી સાથે ચૅનલનું વર્તન ખૂબ જ સારું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK