"મારે બિગ બી અને મોદીની જાસૂસી કરવી છે"

બૉબી જાસૂસમાં ડિટેક્ટિવ બનેલી વિદ્યા બાલન જાસૂસ બનીને શું કરવા માગે છે એનો જવાબ આપે છે, તો સાથોસાથ પોતાની પ્રેગ્નન્સીની અફવાઓનું ખંડન પણ કરે છે અને કહે છે કે જે સમયે એવું બનશે એ દિવસે બધાને ખબર પડી જશે



તારી ‘બૉબી જાસૂસ’ પછી સુશાંત સિંહ રાજપૂતની ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ અને રણબીર કપૂરની ‘જગ્ગા જાસૂસ’ આવી રહી છે. એવું તે શું બન્યું કે અત્યારે એકસાથે આટલીબધી ડિટેક્ટિવ ફિલ્મો બનવા માંડી?

મને લાગે છે કે દેશમાં ઘણાંબધાં સ્કૅમ થવા લાગ્યાં એને કારણે આવી ફિલ્મો બને છે. લગ્નેતર સંબંધોનું પ્રમાણ પણ એ લેવલ પર વધ્યું છે કે લોકોને જાસૂસની જરૂર પડે છે.

જ્યારે ‘બૉબી જાસૂસ’ માટે તને કહેવામાં આવ્યું ત્યારે તારું રીઍક્શન શું હતું?

જ્યારે મને ‘બૉબી જાસૂસ’ ફિલ્મની ઑફર આવી છે ત્યારે મને લાગ્યું હતું કે પ્રોડ્યુસરને પેલા ડિટેક્ટિવ કરમચંદની અસિસ્ટન્ટ કિટી હતી એવો રોલ ઑફર કરવો હશે. મને એવો રોલ નહોતો કરવો એ સ્પષ્ટ હતું, પણ હું પ્રોડ્યુસર અને ઍક્ટ્રેસ દિયા મર્ઝિાને કઈ રીતે ના પાડી શકું. જે સમયે મને કહેવામાં આવ્યું કે બૉબી એક ફીમેલ ડિટેક્ટિવ છે એ સમયે મને રોલ કરવાની ઇચ્છા થઈ અને પછી તો સ્ક્રિપ્ટને કારણે મારું એક્સાઇટમેન્ટ વધી ગયું અને હું બૉબીના પ્રેમમાં પડી ગઈ.

આ એક અલગ જ પ્રકારનો રોલ લાગે છે...

આ એક એવો અનુભવ છે જેમાં મને સૌથી વધુ રોમાંચ મળે છે.પહેલી વાત એ કે હું આ પ્રકારનું કૅરૅક્ટર કરવા રાજી ન થાઉં, પણ બૉબી બાળક જેવી છે. એ વાતે મને તેના તરફ આકર્ષિત કરી. બૉબીમાં જે ઉત્સાહ છે એ કોઈ જુદા જ સ્તરનું છે. તે બીજાની જેમ રડવા બેસે એમ નથી. તે હંમેશાં ખુશ રહે છે અને તેના ચહેરા પર હંમેશાં સ્માઇલ હોય છે. હૈદરાબાદની બૉબીને નૌટંકી આવડે છે અને એ એકદમ જીવંત છે.

જો તું ડિટેક્ટિવ હોય તો તને કોની જાસૂસી કરવી ગમે?

અમિતાભ બચ્ચનનું નામ સૌથી પહેલું આવે આ લિસ્ટમાં. ઑડિયન્સ તરીકે આપણને તેમની ખાસિયતો, તેમની બોલચાલની રીતભાત ખબર છે; પણ મને લાગે છે કે એ સિવાય પણ તેમનામાં હજી કંઈક એવું છે જે આપણા સુધી પહોંચ્યું નથી. જાસૂસીના લિસ્ટમાં બીજા નંબરે નરેન્દ્ર મોદીનું નામ આવે. મોદીના મનમાં દેશ માટેના શું પ્લાન છે એ જાણવાની મને ઇચ્છા છે એટલે તેમનું નામ ગણાવું છું. એ પ્લાન અમલમાં મુકાશે ત્યારે તો બધાને ખબર પડવાની જ છે, પણ મારે એ પહેલાં જાણવું છે જેથી હું એ બધાને કહી શકું. મારે ધર્મગુરુઓની જાસૂસી પણ કરવી છે, જે ધર્મના નામે લોકોને મૂર્ખ બનાવવાનું કામ કરે છે.

છેલ્લા થોડા સમયથી કહેવાય છે કે તું પ્રેગ્નન્ટ છે. તને એવું લાગે છે કે બૉલીવુડમાં ફિલ્મોના કૉન્ટ્રૅક્ટમાં હિરોઇનોએ શૂટિંગ દરમ્યાન પ્રેગ્નન્ટ ન થવું એવી કલમ હોવી જોઈએ?

હું એની તરફદારી કરું છું. મને નથી લાગતું કે એમાં કાંઈ ખોટું હોય, કારણ કે તમે કોઈ કામ માટે કમિટમેન્ટ આપો, એવા કામ માટે કમિટમેન્ટ આપો જેમાં તમે પ્રેગ્નન્ટ હો તો એ કામ ન કરી શકવાનાં હો તો આ કૉન્ટ્રૅક્ટ ખોટો ન હોઈ શકે. ફિલ્મ એક વિઝ્યુઅલ મિડિયમ છે અને તમે સ્ક્રીન પર દેખાવાનાં છો. હું મક્કમતાથી માનું છું કે હું કોઈ ફિલ્મની હા પાડું તો એ સમય દરમ્યાન હું પ્રેગ્નન્સી ટાળું અને જો મારે પ્રેગ્નન્ટ થવું હોય તો હું ફિલ્મ ન લઉં. સિમ્પલ છે આ. પ્રેગ્નન્સી ક્લૉઝમાં કાંઈ ખોટું નથી, કારણ કે આખી ફિલ્મનો મદાર તેના પર હોય છે અને પ્રોફેશનલ લેવલ પર હું આ પ્રકારના ક્લૉઝની રિસ્પેક્ટ પણ કરું.

આ પ્રકારની જે અફવા તારા માટે સંભળાય છે એનું શું?

જો આ વાત સાચી હોત તો તને અત્યારે એ દેખાઈ શકે છે. આ બધી અફવા છે, કારણ કે એ સમયે મારી હેલ્થ સારી નહોતી. બધાને એવું લાગ્યું કે હું પ્રેગ્નન્ટ હોઈશ. જે દિવસે એવું હશે ત્યારે બધાને ખબર પડી જશે એ નક્કી છે. મને અને મારા હસબન્ડને હંમેશાં ગમ્યું છે કે અમે અમારી ખુશી બધા સાથે શૅર કરીએ.

થોડા સમયથી તારી પર્સનલ લાઇફ વિશે પણ અફવાઓ ચાલે છે.

જો હું પબ્લિક ફિગર છું અને લોકોને મારી અંગત વાતોમાં રસ હોય એ સ્વાભાવિક છે. લોકો જાતે આવી વાતો ઊભી કરે છે અને ફેલાવે છે અને કેટલીક વાર એ વાત મોટી પણ થઈ જાય છે. મને એ સમયે ખરાબ પણ લાગે છે. એવા દિવસો પણ છે જે વખતે મને આવી અફવાઓથી દુ:ખ થયું હતું, પણ એવા દિવસો ઓછા છે. મોટા ભાગના સમયે અફવાઓ સાંભળીને હું હસી છું. હવે મને આ બધાની આદત પડી ગઈ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK