હું જે ઇચ્છતો હતો એના કરતાં વધારે મને મળ્યું છે : શાહરુખ

શાહરુખ ખાન કહે છે કે જબ તક હૈ જાનના મારા રોલથી પ્રભાવિત થઈને દેશનો એક યુવાન પણ આર્મીમાં જોડાશે તો મને આ વાતની ખુશી થશે

આવતી કાલે દિવાળીના દિવસે શાહરુખ ખાન, કૅટરિના કૈફ અને અનુષ્કા શર્માને ચમકાવતી દિવંગત ડિરેક્ટર યશ ચોપડાની અંતિમ ફિલ્મ ‘જબ તક હૈ જાન’ આખરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં ૪૭ વર્ષનો શાહરુખ આર્મી ઑફિસરનો રોમૅન્ટિક રોલ કરી રહ્યો છે.

આટલી ઉંમર હોવા છતાં ફિલ્મના પ્રોમોમાં શાહરુખ ગજબનો હૉટ લાગે છે. આ ફિલ્મની રિલીઝ વખતે શાહરુખ વાત કરે છે પોતાની ફિટનેસની, સફળતા-નિષ્ફળતા અને દિવંગત યશ ચોપડા સાથેના અંતરંગ સંબંધોની.

તું ૪૭ વર્ષે કઈ રીતે ફિટનેસ જાળવે છે?

હું અતિરેકથી દૂર રહું છું. હું વધુ પડતા ભોજન કે સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓથી દૂર રહું છું. મને કૉફી અને સ્મોકિંગ સિવાય બીજી કોઈ ખરાબ આદત નથી. હું જરૂરી હોય એટલા કલાકની ઊંઘ લઉં છું. હવે મારી પાસે ફુરસદના બહુ ઓછા દિવસો બચ્યા છે અને પછી મને મારાં બાળકો સાથે પણ સમય પસાર કરવાની તક નહીં મળે. હાલમાં હું તેમની સાથે સમય ગાળી શકાય એટલે તેમને રાતે ત્રણ-ચાર વાગ્યા સુધી જગાડું છું. એ સિવાય હું ક્યારેય ઉજાગરા નથી કરતો.

ઉંમરની તારા મગજ પર કોઈ અસર થઈ છે?


આજે પણ મારું મગજ શરીર કરતાં વધુ ત્વરાથી ચાલે છે.

‘જબ તક હૈ જાન’માં આર્મી ઑફિસરનો રોલ ભજવવાનો અનુભવ કેવો રહ્યો?

મને આ વાતની ખુશી છે કે આ ફિલ્મમાં મને આર્મી ઑફિસરનો રોલ ભજવવાની તક મળી છે. મને આશા છે કે ફિલ્મોના આવા રોલ દેશના યુવાનોમાં દેશદાઝની લાગણી પ્રબળ બનાવશે. આર્મી ઑફિસરો દેશ માટે સમર્પિત હોય છે. જો આ ફિલ્મના મારા રોલથી પ્રભાવિત થઈને દેશનો એક પણ યુવાન આર્મીમાં જોડાશે તો મને આ વાતની બહુ ખુશી થશે, કારણ કે આ એક બહુ ઉમદા અને પ્રતિષ્ઠાવાળો વ્યવસાય છે.

‘જબ તક હૈ જાન’માં તું બે હિરોઇનો સાથે કામ કરી રહ્યો છે. આ પહેલાં તેં ‘વીર ઝારા’માં બે હિરોઇનો સાથે કામ કર્યું હતું. તો આ અનુભવ કેવો રહ્યો?

મને સુંદર હિરોઇનો સાથે લવસ્ટોરી કરવાની ઘણી તક મળી છે. મેં ‘વીર ઝારા’ પછી આવી સરસ લવસ્ટોરી કરવા માટે બહુ લાંબો સમય રાહ જોઈ અને આ તક મને ‘જબ તક હૈ જાન’માં કૅટરિના કૈફ અને અનુષ્કા શર્મા સાથે કામ કરીને મળી. જોકે એ વાત અલગ છે કે આ ફિલ્મમાં મને જોઈને ઘણા લોકોએ કહ્યું છે કે હું હિરોઇનો કરતાં વધુ સારો લાગું છું.

આ વર્ષે તારી પહેલી હિટ ફિલ્મ ‘દીવાના’ની રિલીઝને ૨૦ વર્ષ થઈ ગયાં છે. કેવું લાગે છે?

મને મારા કામ સાથે પ્રેમ છે અને એટલે જ રોજ સવારે ઊઠીને મને કામ પર જવાનું ગમે છે. લોકો જ્યારે જાહેરમાં એમ કહે છે કે મારી સાથે કામ કરવાનું તેમનું લાંબા સમયનું સપનું પૂરું થયું છે ત્યારે મને ખરેખર બહુ આનંદ થાય છે. મેં ક્યારેય બહુ મોટાં સપનાં નથી જોયાં. હું મહેનત કરીને ઇચ્છતો હતો કે લોકો મારા કામને પસંદ કરે. હું જે ઇચ્છતો હતો એના કરતાં વધારે મને મળ્યું છે. હું આ આનંદમાં અવરોધ ઊભો કરે એવું કાંઈ જ નહીં કરું. હું વધુમાં વધુ મહેનત કરીને સિદ્ધિના સર્વોચ્ચ શિખર સુધી પહોંચવાનો મારો પ્રયાસ ચાલુ રાખીશ.

તારી કઈ ફિલ્મો તારા દિલની નજીક છે?


મારી તમામ ફિલ્મોમાંથી ‘કભી હાં કભી ના’ મારા દિલની બહુ નજીક છે, કારણ કે આ ફિલ્મ મારી શરૂઆતની સફળ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મના અનેક સીન સ્ક્રિપ્ટ કરતાં સાવ અલગ છે જેને મેં મારી દિલની લાગણી પ્રમાણે ભજવ્યા છે. આ ફિલ્મમાં એક સીન છે જેમાં હું જેને પ્રેમ કરતો હોઉં છું એ સુચિત્રા અને તેનો પ્રેમી દીપક એકબીજાને કિસ કરવાની તૈયારીમાં હોય છે, જે જોઈને હું દુ:ખી થઈ જાઉં છું. વાર્તા પ્રમાણે મારે એ જોઈને દુ:ખી થવાનું હતું, પણ મારું દિલ આના માટે નહોતું માનતું, કારણ કે જો રિયલ લાઇફમાં એવું થાય તો હું ત્યાં ઊભો રહીને જોયા કરવાને બદલે કાં તો મારી પ્રેમિકાના પ્રેમીને મારું અને જો એવું થઈ શકે એમ ન હોય તો ત્યાંથી ભાગી જાઉં. આખરે મેં ડિરેક્ટરને સમજાવીને સ્ક્રિપ્ટમાં ફેરફાર કરાવીને હું ત્યાંથી ભાગી જાઉં છું એવો સીન રખાવ્યો હતો.

તેં બૉલીવુડના ટોચના ફિલ્મમેકરો સાથે કામ કર્યું છે તો હજી એવા કોઈ ફિલ્મમેકર છે જેની સાથે તને કામ કરવાની ઇચ્છા હોય?

મેં જ્યારે બૉલીવુડમાં કામ કરવાની શરૂઆત કરી હતી ત્યારે મને અમિતાભ બચ્ચન અને શ્રીદેવી સાથે કામ કરવાની બહુ ઇચ્છા હતી, જે સદ્નસીબે પૂરી થઈ છે. જોકે શક્ય હોત તો મને સંજીવકુમાર, મધુબાલા, દિલીપકુમાર અને બલરાજ સાહની સાથે કામ કરવાનું બહુ ગમ્યું હોત.

દિવાળી વખતે રિલીઝ થનારી ‘જબ તક હૈ જાન’ અને ‘સન ઑફ સરદાર’ વચ્ચેની લડાઈ બહુ ગંભીર બની ગઈ છે...

મેં પણ ન્યુઝપેપરમાં આ વિશે વાંચ્યું છે. સદ્નસીબે હું આ વખતે પ્રોડ્યુસર ન હોવાથી મને કોઈ લીગલ નોટિસ નથી મળી. આ મામલો બે પ્રોડ્યુસરો વચ્ચેનો છે અને મને એના કોઈ કાયદાકીય પાસાની ખબર નથી. હું આશા રાખું કે આ મામલો શક્ય એટલો સારી રીતે આટોપી લેવાય. મને લાગે છે કે આ બન્ને ફિલ્મો સારી રીતે રિલીઝ થઈ શકે એટલી પૂરતી સ્પેસ છે.

દરેક ફિલ્મ સારો બિઝનેસ કરે એ જ મારી ઇચ્છા છે.

યશ ચોપડા સાથે તારો અંગત અનુભવ કેવો રહ્યો છે?

યશજી દિલથી ૧૮ના હતા, ૮૦ના નહીં. અમે સાથે બહુ સારો સમય પસાર કર્યો છે. મારી તેમની સાથેની ચર્ચા હું મારી વયના અથવા તો મારાથી નાની વયના લોકો સાથે જે પ્રકારની ચર્ચા કરું એની સરખામણીમાં હંમેશાં વધારે યુથફુલ રહેતી હતી. અમે હળવા અંદાજમાં લગભગ દરેક વાતની ચર્ચા કરતા હતા. અમારી વચ્ચે સારો તાલમેલ હતો અને આજે પણ હું તેમની એનર્જી અને ખુશમિજાજી સ્વભાવને ભૂલી નથી શક્યો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK