"હું મારી જાતને અભિનેતા તરીકે ઝીરો માર્ક આપું છું"

અભય દેઓલ કહે છે કે બીજા લોકો તમારું મૂલ્યાંકન કરે એ યોગ્ય છે, તમે કરો એ નહીં

મિડિયા સાથે સલામત અંતર રાખવા માટે જાણીતા અભય દેઓલની ડિરેક્ટર પ્રકાશ ઝાની ‘ચક્રવ્યૂહ’ રિલીઝ માટે તૈયાર છે. આ વખતે ‘મિડ-ડે’ સાથેની ખાસ વાતચીતમાં અભય આ ફિલ્મમાં ચર્ચા કરાયેલા નક્સલવાલના મુદ્દાની અને ઍક્ટર તરીકે પોતાની ક્ષમતાની ચર્ચા કરે છે.

‘ડિફરન્ટ દેઓલ’નો ટૅગ તને કેવો એહસાસ કરાવે છે?

કંઈ ખાસ નહીં. હું જો અલગ લાગતો હોઉં તો હું મારા પરિવારથી અલગ નથી, પણ હું જે પ્રકારના કામની પસંદગી કરું છું એ પ્રકારનું કામ મારા પરિવારની પસંદગીના કામ કરતાં અલગ છે. મારી સરખામણી માત્ર મારા પરિવાર સાથે શું કામ કરો છો? આખી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે કરોને.

તું તારી જાતને ઍક્ટર તરીકે કેટલા માર્ક આપે છે?

માઇનસ નવ! હું મારી જાતને કઈ રીતે મૂલવી શકું. લોકો તમારું મૂલ્યાંકન કરે એ યોગ્ય છે, તમે કરો એ નહીં. હું મારી જાતને ઍક્ટર તરીકે ઝીરો માર્ક આપવાનું પસંદ કરીશ, કારણ કે મને મારા માટે એ શ્રેષ્ઠ જગ્યા લાગે છે.

એટલે જ તને મહિલાઓ સેક્સ-સિમ્બૉલ ગણાવે છે....

તેવી મહિલાઓએ પોતાની પસંદગી વિશે ફરીથી વિચારવું જોઈએ.

તું તારા રોલની સામાજિક વૅલ્યુ તપાસીને પછી એને સાઇન કરે છે?

મને લાગે છે કે એવું કરવું જરૂરી છે. આપણી ફિલ્મોમાં સમાજની સંસ્કૃતિનું પ્રતિબિંબ પડે છે. ફિલ્મોમાં લગ્ન અને નાચ-ગાના સિવાયની નક્કર સમસ્યાઓની પણ ચર્ચા થવી જોઈએ.

નક્સલવાદ પર તારા શું વિચાર છે?

આ કોઈ સરળ મુદ્દો નથી. આજે આ સમસ્યા દેશની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે અને આનો ઉકેલ માનવીય રીતે આવવો જોઈએ. આપણે કોઈ રોગની વાત નથી કરી રહ્યા, પણ એવી સમસ્યાની ચર્ચા કરી રહ્યા છીએ જેમાં જીવતાજાગતા લોકો સામેલ છે. આપણે તે લોકો આવા શું કામ બની ગયા છે એનાં કારણો સમજીને એને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

તને લાગે છે કે સિનેમાથી માનસિકતામાં ફરક પડે છે?

બહુ મોટો ફરક નથી પડી શકતો, પણ આનાથી લોકોને સમસ્યાની બીજી બાજુ દેખાડીને ચોક્કસપણે વિચારતા કરી શકાય. આ મુદ્દે દરેક વ્યક્તિનો દૃષ્ટિકોણ અલગ-અલગ હોઈ શકે છે અને ‘ચક્રવ્યૂહ’માં પ્રકાશસરે આ બધા મુદ્દાઓનો સમાવેશ કરવાનો પ્રયાસ કર્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK