ફિલ્મોથી દૂર રહીને પણ મેં આનંદમાં સમય ગાળ્યો છે : કરિશ્મા

૧૧ મેએ રિલીઝ થતી ડેન્જરસ ઇશ્ક સાથે કમબૅક કરી રહેલી કરિશ્મા કહે છે કે તે થોડો સમય બ્રેક લેવા માગતી હતી

karishma-interview૧૯૯૧માં ‘પ્રેમ કૈદી’થી બૉલીવુડમાં એન્ટ્રી કરનારી કરિશ્મા કપૂર છ વર્ષના લાંબા સમયગાળા બાદ ૧૧ મેએ રિલીઝ થનારી આગામી ફિલ્મ ‘ડેન્જરસ ઇશ્ક’થી પાછી ફરી રહી છે. જોકે આટલો લાંબો સમય ફિલ્મોથી દૂર રહી હોવા છતાં તેણે આ સમય આનંદમાં ગાળ્યો હોવાનું જણાવતાં કરિશ્મા કહે છે કે હું ૧૬ વર્ષની હતી ત્યારથી ફિલ્મોમાં કામ કરતી હતી એટલે થોડો સમય દૂર રહેવા માગતી હતી.

 

‘મિડ-ડે’ સાથેની ખાસ મુલાકાતમાં કરિશ્મા બૉલીવુડમાં પાછા ફરવા અને તેના જીવનમાં પ્રાથમિકતા ધરાવનાર બે બાળકો વિશે જણાવે છે.

 

કારકિર્દી દરમ્યાન બૉલીવુડમાં મહત્વના અને હંમેશાં કેન્દ્રસ્થાને રહ્યા બાદ આટલો લાંબો સમય ફિલ્મોથી દૂર રહેવાનો અનુભવ કેવો હતો?

 

ફિલ્મોથી દૂર હતી ત્યારે પણ હું ખૂબ ખુશ હતી. એક વાત મેં દૃઢ કરી રાખી હતી કે બાળકોના જન્મ બાદ તેઓ મારી પ્રાથમિકતા હશે. ૧૬ વર્ષની ઉંમરથી કામ કરતી હતી એટલે ફિલ્મોમાંથી બ્રેક લેવા માટે ઉત્સુક હતી. જોકે એક આશ્ચર્યજનક આઇડિયા હોવાનું કહીને વિક્રમ ભટ્ટ છેલ્લાં બે-ત્રણ વર્ષથી મને ફિલ્મોમાં પાછા બોલાવી રહ્યા હતા, પણ ત્યારે હું તેમને કહેતી હતી કે મારો પાછા આવવાનો કોઈ વિચાર નથી.

 

તો કયાં કારણોસર તેં પાછા આવવાનો વિચાર કર્યો?


ફિલ્મની સ્ક્રિપ્ટ. ગયા વર્ષે વિક્રમ ભટ્ટે ફરી મારો સંપર્ક કર્યો હતો અને એક વખત સ્ટોરી સાંભળવા કહ્યું હતું અને હું સ્ટોરીથી ખૂબ પ્રભાવિત થઈ હતી. આ પહેલાં મેં અનેક પ્રકારના સુંદર, અલગ અને ચૅલેન્જિંગ કૅરૅક્ટરોના રોલ કર્યા હતા, પણ આવો રોલ પહેલાં ક્યારેય નથી કર્યો. આ એક અલૌકિક અને કુદરતના નિયમોની વિરુદ્ધનું થ્રિલર છે. લોકોને એ ગમશે, કારણ કે આપણે દરેકે જીવનમાં એક ક્ષણ માટે પણ કર્મ, નસીબ અને ભવિષ્યમાંથી એકને અજમાવવાની કોશિશ કરી છે. ભારતમાં પહેલી વાર સ્ત્રીને કેન્દ્રમાં રાખીને 3D ફિલ્મ બનાવવામાં આવી રહી છે.

 

‘RA.One’ અને ‘ડૉન ૨’ જેવી ફિલ્મોનું ઉદાહારણ લઈએ તો બૉલીવુડમાં હજી સુધી 3D ફિલ્મોને સફળતા નથી મળી.

 

એ બધી ફિલ્મોને 3Dમાં રૂપાંતર કરવામાં આવી હતી જ્યારે ‘હૉન્ટેડ’ને 3Dમાં બનાવવામાં આવી હતી અને આ ફિલ્મ પણ તેઓ અલગ કૅમેરાથી શૂટ કરવાના છે. ફિલ્મની સ્ટોરી પ્રમાણે 3Dની જરૂર છે અને એ પ્રેક્ષકોને પાછલા જીવનમાં જવાના અનુભવમાં વધારો કરાવશે.

 

તારા મતે છેલ્લાં થોડાંક વર્ષોમાં ફિલ્મમેકિંગમાં શું બદલાવ આવ્યા છે?

 

એમ જોઈએ તો વધારે કોઈ બદલાવ નથી થયો. ફિલ્મોના સેટ પર હોવાનો જાદુ એવો જ અકબંધ છે. જોકે ટેક્નિકલી સારો બદલાવ થયો છે. સાધનો અને માણસોની કામ કરવાની રીતોમાં વધુ પ્રોફેશનલિઝમ આવ્યું છે, પણ એક સીન શૂટ કરવાની રીતમાં કોઈ ફેરફાર નથી થયો.

 

દીકરી સમાઇરા અને દીકરો કિઆન તારી ફિલ્મો વિશે શું મત ધરાવે છે?

 

તેમને મનોરંજન ગમે છે. મારી આગામી ફિલ્મ માટે બન્ને ઘણાં ઉત્સુક છે.

 

આવનારા કાન ફિલ્મ-ફેસ્ટિવલ માટે તારા શું પ્લાન છે?

 

મને નથી લાગતું કે અમે ત્યાં જઈશું, કારણ કે ત્યાં સુધી અમારી ફિલ્મ પૂરી થશે કે નહીં એ નિશ્ચિત નથી. એટલા માટે કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં જવાનો હજી સુધી કોઈ પ્લાન નથી બનાવ્યો.

 

એક ઇન્ટરવ્યુમાં કરીનાએ કહ્યું હતું કે તમારા દાદા રાજ કપૂરનો પ્રેમ તારા પર વધુ હતો અને એટલે તેને ઈર્ષા થતી હતી. એ વિશે તું શું કહીશ?

 

એ ફક્ત અમારાં ભાઈ-બહેન વચ્ચેની મજાક છે, કારણ કે હું પહેલાં જન્મી હતી અને મારી આંખો દાદા જેવી છે. અમને બધાને એકસરખો પ્રેમ મળતો.

 

- હિરેન કોટવાણી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK