હવે મને થાક લાગે છે : નસીરુદ્દીન શાહ

નસીરુદ્દીન શાહ કહે છે કે હું મારી જાતને સ્ટાર નથી ગણતો



બૉલીવુડમાં દાયકાઓની કરીઅર પછી હવે નસીરુદ્દીન શાહ કબૂલે છે કે તેમને હવે થાક લાગે છે. એટલે જ તેઓ સામે આવતી બધી ફિલ્મો સ્વીકારવાને બદલે કાળજીપૂર્વક એની પસંદગી કરે છે.

અચાનક જ તમારી પાસે કન્વેન્શનલ ભૂમિકાઓ આવવા માંડી છે?

મારી કરીઅરના આ તબક્કે હું મારી પાસે આવતી બધી જ ફિલ્મો કરવા નથી માગતો. યોગાનુયોગ મારી પાસે અચાનક જ ખૂબ રસપ્રદ ફિલ્મોની ઑફરો આવવા માંડી છે, પણ હું હવે થોડો થાક અનુભવું છું.

કેમ અચાનક આ પરિવર્તન?

જ્યારે હું થોડો યંગ હતો ત્યારે કદાચ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના લોકોને ખબર નહોતી પડતી કે મારી પાસેથી કેવું કામ લેવું. એ વખતે પણ હું અમુક-તમુક પ્રકારના રોલમાં ઢળી જવા તૈયાર નહોતો. મને ડર લાગતો હતો કે કદાચ મને દરેક ફિલ્મમાં પોલીસ કે રસોઈયાની ભૂમિકા જ મળશે. જોકે ટકવા માટે હું દરેક વખતે સહેલો રસ્તો લઈ શકું એમ નહોતો.

તમારાં સંતાનો શું કરવા ઇચ્છે છે?

હિબા અત્યારે થોડી સ્ટ્રગલ કરી રહી છે, પણ એ તેના માટે સારું છે. મને ખુશી છે કે તે છેલ્લાં પાંચ-છ વરસથી જાતે સર્વાઇવ થઈ રહી છે અને તેનો ખચોર્ જાતકમાઈથી કરે છે. ઇમાદ પણ તેની મ્યુઝિકની કરીઅરમાં છે. ભલે તે મારી પાસેથી ક્યારેક થોડા પૈસા ઉધારી લઈ લે છે (હસે છે).

વિવાન પણ તેના સમયને નાણી રહ્યો છે. હું જ્યારે ૨૪ વર્ષનો હતો ત્યારે મને પહેલી ફિલ્મ મળેલી. વિવાન પણ હવે ૨૪ વર્ષનો થયો છે અને હજી તેની પાસે ઘણો સમય છે. મેં તેમને તેમની મેળે જ આગળ વધવા માટે છોડી દીધાં છે.

તમે સંતાનોને ઇન્ડિપેન્ડન્ટ થતાં શીખવ્યું છે?

જો તેઓ ક્યાંક લથડિયું ખાતાં હોય તો હું તેમને મદદ કરીશ. બાકી તેઓ તેમના રસ્તે આગળ વધવા માંડે અને તેમના નર્ણિયો જાતે લે એવું ઇચ્છું છું. હું ઇચ્છું કે મારાં બાળકો પર સિનેમા કરતાં થિયેટરની અસર વધુ પડે, કેમ કે હું મારી જાતને સ્ટાર નથી ગણતો અને અમારી લાઇફસ્ટાઇલ પણ એ પ્રકારની નથી. અમે ટિપિકલ બૉલીવુડ સ્ટાઇલમાં સોશ્યલાઇઝ નથી કરતા, પણ અમે સિનેમાની વાતો જરૂર કરીએ છીએ. હું આશા રાખું છું કે તેઓ ફિલ્મમાં સ્ટાર બનવા ઉપરાંત પણ કંઈક વધુ કરે.

તમારી આગામી ફિલ્મમાં તમે સંતની ભૂમિકામાં છો.

આપણી આસપાસ હંમેશાં જે ભગવાનના સંતો જોઈએ છીએ તેના પર એક પ્રકારનો કટાક્ષ છે. કેટલાક લોકો ખરેખર ફની છે. આસારામ બાપુની વાતો ઘણા વખતથી થાય છે. તેમને આવા પાઠ મળતા રહેવા જોઈએ.

થિયેટરમાં તમે શું કરી રહ્યા છો?

નાટકોની એક બહુ મોટી સીઝન આવી રહી છે અને એને કારણે થોડુંક ટ્રાવેલિંગ પણ વધશે. અમે કદાચ નાટક માટે પાકિસ્તાન પણ જઈશું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK