‘અગ્નિપથ’ જેવી ભંગાર ફિલ્મની રીમેક બનાવવાનું ટાળી શકાયું હોત : નસીરુદ્દીન શાહ

ફાયરબ્રૅન્ડ નસીરુદ્દીન શાહ સ્પષ્ટ કહે છે કે જૂની મૂવીને ફરીથી બનાવવાના પક્ષમાં હું બિલકુલ નથી



૬૨ વર્ષના નસીરુદ્દીન શાહ હિન્દી ફિલ્મોમાં ઍક્ટિંગ કરીને કંટાળી ગયા હોય એમ લાગે છે અને એટલે જ હાલમાં તેઓ ફિલ્મોમાંથી બ્રેક લઈને પોતાના પ્રથમ પ્રેમ થિયેટર તરફ વળી ગયા છે. છેલ્લા વીક-એન્ડમાં તેમણે શહેરમાં યોજાયેલા ‘લિટરરી ફેસ્ટિવલ’માં નાના દીકરા વિવાન સાથે સ્ટેજ પર ટૂંકી વાર્તાઓનું પઠન કર્યું હતું. ‘મિડ-ડે’ સાથેની ખાસ વાતચીતમાં નસીરુદ્દીન તેમની ગમા અને અણગમાની, અત્યારની પ્રવૃત્તિની તેમ જ અત્યારના આશાસ્પદ કલાકારો વિશે વાત કરે છે.

શું તમે વધુ સારા અનુભવ માટે ફિલ્મોમાં ઍક્ટિંગ કરવાનું છોડી દીધું છે?

મેં ઍક્ટિંગ નથી છોડી. જો હું અભિનય કરવાનું છોડી દઉં તો કઈ રીતે મારો જીવનખર્ચ કાઢી શકું? જોકે એ વાત સાચી છે કે મેં કૅમેરાની સામે કામ કરવાનું છોડી દીધું છે. કૅમેરાની સામે ઍક્ટિંગ કરતી વખતે આંતરિક વ્યગ્રતા અનુભવાય છે અને જો એમાં નામ અને દામ ન મળતાં હોય તો દુનિયાની કોઈ પણ વ્યક્તિ ક્યારેય કૅમેરાની સામે કામ કરવાનું પસંદ નહીં કરે. હાલના તબક્કે મને થિયેટરમાં કામ કરવાનું વધુ ગમે છે.

તમારા જીવનમાં થિયેટર સિવાય બીજું શું ચાલી રહ્યું છે?

હું નવી-નવી વસ્તુઓ શીખવામાં વ્યસ્ત છું. એક વાર તમે ૬૦ વર્ષની ઉંમર પાર કરી જાઓ એ પછી વિસ્મૃતિના ભોગ ન બની જાઓ એ માટે નવી-નવી વસ્તુઓ શીખવાનું ચાલુ રાખવું જોઈએ. હાલમાં હું સુથારીકામ શીખી રહ્યો છું અને સાથોસાથ ઉદૂર્ શીખવાનો પણ પ્રયાસ કરી રહ્યો છું. મને ઉદૂર્ બોલતાં આવડે છે, પણ હવે હું એ લખતાં અને વાંચતાં શીખી રહ્યો છું.

શું તમે ફરીથી ડિરેક્ટર બનવાનું પસંદ કરશો?

બિલકુલ નહીં. હું એના માટે યોગ્ય નથી. એક વાર મેં ‘યૂં હોતા તો ક્યા હોતા’ ડિરેક્ટ કરીને આ અનુભવ લઈ લીધો છે. હું મારી જાતને ડિરેક્ટરના ઢાંચામાં ઢાળી શકું એમ નથી. કદાચ મેં આ કામને થોડી તોછડાઈથી ન્યાય આપ્યો હતો. સદ્નસીબે મને બહુ જલદી સમજાઈ ગયું હતું કે અભિનય માટેનો મારો અભિગમ છે એ ડિરેક્ટર બનતી વખતે કામ લાગે એમ નથી.

તમે તમારી જાતને મિડિયાશાઈ કેમ ગણાવો છો?

મને ઇન્ટરવ્યુ આપવાનું કામ બહુ બોરિંગ લાગે છે. હકીકતમાં મિડિયાની એવી અપેક્ષા હોય છે કે હું મારા વિશે કોઈક રસપ્રદ વાત કરું, પરંતુ મને મારા વિશે વાત કરવાનું ખાસ પસંદ નથી. મિડિયાને જેમ લોકોના મૃત્યુ અને લગ્ન વિશે મારો અભિપ્રાય લેવામાં રસ પડે છે એમ મને ઍક્ટિંગ વિશે વાત કરવામાં રસ પડે છે. મિડિયા તમારી લાગણીઓ વિશે તલસ્પર્શી માહિતી જાણવા ઇચ્છે છે.

તમારી ‘જાને ભી દો યારો’ તાજેતરમાં ફરીથી રિલીઝ થઈ છે. તમને રીમેક ગમે છે?


બિલકુલ નહીં. હાલમાં એવી ફિલ્મોની રીમેક બનાવવામાં આવે છે જે ઓરિજિનલ ફિલ્મ તરીકે પણ બનાવવાની કોઈ જરૂર નથી. ‘અગ્નિપથ’નું જ ઉદાહરણ લઈએ તો મૂળ ફિલ્મ જ સાવ ભંગાર હતી. એની રીમેક બનાવવાનું ટાળી શકાયું હોત.

ક્યા ઍક્ટર્સ તમને આશાસ્પદ લાગે છે?


મને ઇરફાન ખાન, અર્શદ વારસી અને મનોજ બાજપાઈ શ્રેષ્ઠ કલાકારો લાગે છે. બમન ઈરાની પણ સારો છે. નવા કલાકારોમાં રણબીર કપૂર આશાસ્પદ છે.

તેને ખબર છે કે તે શું કરી રહ્યો છે. છોકરીઓનું તો નામ લેતાં પણ મને બીક લાગે છે, કારણ કે હું એક હિરોઇનથી બીજી હિરોઇનને અલગ નથી પાડી શકતો. બધી હિરોઇનો મને એકસરખી જ લાગે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK