"હું બૂરી નજરમાં માનું છું"

આવું કહેતી ઈશા ગુપ્તા દુષ્ટ આત્માઓને દૂર રાખવા માટે હંમેશાં પોતાની સાથે ટાઇગર્સ આઇ નામનો ખાસ પ્રકારનો પથ્થર રાખે છે

isha-guptaસાત સપ્ટેમ્બરે રિલીઝ થનારી ડિરેક્ટર વિક્રમ ભટ્ટની ‘રાઝ ૩’ જબરસ્ત હૉરર ફિલ્મ છે અને આ ફિલ્મમાં બિપાશા બાસુ અને ઈશા ગુપ્તા એમ બે હિરોઇનો કામ કરી રહી છે. ફિલ્મની હિરોઇન ઈશા તો તેને આ ફિલ્મમાં કામ કરવાની તક મળી એ વાતથી બહુ ખુશ છે, કારણ કે ઈશા અને તેનો પરિવાર તો લાંબા સમયથી હૉરર ફિલ્મો અને સિરિયલોનો શોખીન રહ્યો છે. ‘મિડ-ડે’ સાથેની ખાસ વાતચીત દરમ્યાન ઈશા ‘રાઝ ૩’માં કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરે છે.

સાંભળ્યું છે કે તું ઓરિજિનલ ‘રાઝ’ની બહુ મોટી ચાહક છે?

હા, હું અને મારાં માતા-પિતા હૉરર ફિલ્મનાં બહુ મોટાં ફૅન છીએ. અમે નાનાં હતાં ત્યારે અમને મોડી રાતે ટીવી જોવાની છૂટ નહોતી, પણ એમ છતાં મારા પેરન્ટ્સ મને ‘ઝી હૉરર શો’ અને ‘આહટ’ જોવાની પરવાનગી આપતા હતા. મને બરાબર યાદ છે કે ‘રાઝ’ મેં કેબલ પર જોઈ હતી અને ફિલ્મની પ્રિન્ટ ખરાબ હોવા છતાં હું એક સેકન્ડ માટે પણ મારી જગ્યાએથી હલી નહોતી શકી. મને લાગે છે કે ‘રાઝ’ ભારતમાં બનેલી શ્રેષ્ઠ હૉરર ફિલ્મોમાંથી એક છે. મને આ ફિલ્મમાં બિપાશાના વાળ હવાને કારણે ઊડે છે એ સીન એકદમ યાદ છે. ખરેખર એ બહુ ભયાનક હતો. ‘રાઝ’ એક જોરદાર હૉરર ફિલ્મ હોવાને કારણે હું એની સિરીઝની ‘રાઝ ૩’માં કામ કરતાં અચકાતી હતી, કારણ કે મને લાગતું હતું કે હું આટલો સારો અભિનય નહીં કરી શકું.

તું બ્લૅક મૅજિકમાં માને છે?

હું બૂરી નજરમાં માનું છું. હું આજે પણ સારી રીતે તૈયાર થાઉં ત્યારે મારી મેક-અપમૅન મારા કાનની પાછળ કાળું ટપકું લગાવી દે છે જેથી મને કોઈની નજર ન લાગી જાય. હું દિલ્હીથી આવી છું અને ત્યાંના લોકો આવી વાતોમાં બહુ વિશ્વાસ કરે છે. મેં જ્યારથી

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી દુષ્ટ આત્માઓને મારાથી દૂર રાખવા માટે ટાઇગર્સ આઇ નામનો ખાસ પ્રકારનો પથ્થર મારી સાથે હંમેશાં રાખું છું.

‘રાઝ ૩’માં બિપાશા બાસુ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

મારી બિપાશા સાથે જ્યારે પહેલી વાર મુલાકાત થવાની હતી ત્યારે મને થોડો ડર લાગી રહ્યો હતો, પણ તે મારી સારી મિત્ર બની ગઈ છે. હું જ્યારે મૉડલિંગમાં પણ નહોતી આવી ત્યારે મેં તેની ફિલ્મો જોઈ છે અને હવે હું તેની સાથે કામ કરી રહી છું એ વાત પર તો મને પહેલાં વિશ્વાસ જ નહોતો થયો. પહેલી મુલાકાતમાં તે મને પ્રેમથી ગળે મળી હતી અને પછી અમારી વચ્ચે વાતોનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. ‘રાઝ’ બિપાશાની કરીઅર માટે મોટો વળાંક સાબિત થઈ હતી અને હું આશા રાખું છું કે ‘રાઝ ૩’ મારા માટે પણ એટલી જ લકી સાબિત થાય.

પ્રકાશ ઝાની ‘ચક્રવ્યૂહ’માં શું તારા પર સારો પર્ફોમન્સ કરવા માટે કોઈ દબાણ છે?

હા, દબાણ તો છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આ મારું પહેલું વર્ષ છે અને મારી બે ફિલ્મો બૅક-ટુ-બૅક રિલીઝ થઈ રહી છે. હું જ્યારે પ્રકાશ ઝાને મળી ત્યારે મને તેમનો ડર લાગતો હતો. તેમની સાથે બે મુલાકાત પછી હું સરખી રીતે વાત કરી શકી હતી. તેમણે અમારી ત્રીજી મુલાકાતમાં મને ‘ચક્રવ્યૂહ’ માટે સાઇન કરી હતી. મને યાદ છે કે આ ફિલ્મના ઓમ પુરી સાથેના એક દૃશ્યના શૂટિંગમાં નર્વસ થઈ જવાને કારણે હું પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી અને મારી હાલત જોઈને સેટ પર બધા હસી પડ્યા હતા.

રાઝ ૩ના એક શૉટમાં ઈશા પર એકસાથે ૬૦૦ વંદાઓનો અટૅક

ઈશા ગુપ્તાનો ‘રાઝ ૩’માં એક જબરદસ્ત સીન છે જેમાં તેના પર એકસાથે ૬૦૦ વંદા હુમલો કરે છે અને જીવ બચાવવા તે પોતાનાં કપડાં કાઢી નાખે છે અને પાર્ટીમાં બધા સામે ન્યુડ થઈ જાય છે. હકીકતમાં ફિલ્મમાં આ બધું બિપાશા બાસુએ કરાવેલા બ્લૅક મૅજિકનું પરિણામ હોય છે. આ સીન કરતી વખતે ઈશા બહુ નર્વસ હતી, પણ આખરે તેણે સારી રીતે આ સીન પર્ફોમ કર્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK