“હું મૅરિડ છું એવી ખબર પડતાં ઘણાબધાનાં દિલ તૂટી ગયાં છે”

વિકી ડોનરના હીરો આયુષમાન ખુરાનાનો આખો પરિવાર રહે છે પંજાબના ચંડીગઢમાં

ayushmann‘વિકી ડોનર’ની સફળતાને પગલે ફિલ્મના હીરો આયુષમાન ખુરાનાના નસીબનો સિતારો ઝળહળી ઊઠuો છે. આ ફિલ્મની સફળતાને પગલે તેને જૉન એબ્રાહમની નેક્સ્ટ હોમ-પ્રોડક્શન માટે તેમ જ રોહન સિપ્પીની આગામી ફિલ્મ માટે સાઇન કરવામાં આવ્યો છે. મૂળ ચંડીગઢનો આયુષમાન તેની આ સફળતાથી બહુ ખુશ છે.

સાંભળ્યું છે કે તું મૅરિડ છે એ સાંભળીને ઘણાનાં દિલ તૂટી ગયાં છે?

(હસીને) એ વાત તો સાચી છે. જોકે મને લાગે કે જેને હું સેક્સી લાગું છું તેને કોઈ પણ પરિસ્થિતિમાં એવો જ લાગીશ. જોકે મારી ટૅલન્ટ એ લુકથી અલગ જ બાબત છે.

શું તેં જૉન એબ્રાહમની નેકસ્ટ હોમ-પ્રોડક્શન સાઇન કરી છે?

આ ફિલ્મ પર લગભગ ‘વિકી ડોનર’ની ટીમ જ કામ કરી રહી છે. આ ફિલ્મમાં આગરાના ગાઇડની વાર્તા છે જે સુપરસ્ટાર બની જાય છે. આ સિવાય તાજેતરમાં હું આઇફા અવૉર્ડ્સના સંચાલન માટે પણ ગયો હતો જ્યાં બહુ જ મજા આવી હતી. આ સિવાય હું ટૂંક સમયમાં રોહન સિપ્પીની ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો છું. હું જ્યારે વિડિયો જૉકી (વીજે) હતો ત્યારે મારી આ ફિલ્મમાં મહેમાન કલાકારનો રોલ ભજવનાર અભિષેક બચ્ચન તેમ જ ડિરેક્ટર રોહન સિપ્પીનો મેં ઇન્ટરવ્યુ કર્યો હતો. જોકે હું આ ફિલ્મ વિશે અત્યારે વધારે માહિતી આપી શકું એમ નથી.

‘વિકી ડોનર’ પછી જીવનમાં શું ફેરફાર આવ્યો છે?

મને સપનામાં પણ ખ્યાલ નહોતો કે લોકોને આ ફિલ્મ આટલીબધી પસંદ પડશે. આ બહુ મોટી વાત છે, પણ એના કારણે મારી જવાબદારીમાં પણ વધારો થયો છે. હું ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો ન હોવાને કારણે પહેલાં મારા માટે અલગ પરિસ્થિતિ હતી, પણ હવે મને અહેસાસ થયો છે સેલિબ્રિટી પણ હકીકતમાં ભારે ટૅલન્ટ ધરાવતા સામાન્ય માણસો જ છે. એવા પણ ઘણા લોકો છે જે ટૅલન્ટની દૃષ્ટિએ મારા કરતાં ઘણા સારા છે, પણ તેમને હજી સફળતા નથી મળી. એવા પણ ઘણા લોકો છે જે ટૅલન્ટમાં મારા કરતાં ઘણા પાછળ હોવા છતાં સફળતામાં ક્યાંય આગળ છે.

મુંબઈ અને ચંડીગઢ વચ્ચે તું કઈ રીતે બૅલેન્સ જાળવે છે?

હું દર મહિને એક વખત ચંડીગઢ તો જાઉં જ છું. મેં ઘણા સમયથી વેકેશન નથી લીધું, પણ ઇવેન્ટ માટે મારે સતત પ્રવાસ કરવાનો હોય છે. મારો આખો પરિવાર ચંડીગઢમાં રહે છે. અત્યારે તો મને મારું જીવન વ્યવસ્થિત લાગે છે.

આઇફા – IIFA = ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK