ક્રિશ ૩ પર કામ કરતી વખતે અમે ઘણી વાર સ્ક્રિપ્ટ પડતી મૂકવાનો પણ વિચાર કરેલો : હૃતિક

મિડ-ડે સાથેના ઇન્ટરવ્યુમાં હૃતિક રોશન સુપરહિટ ફિલ્મ અને તબિયત વિશે દિલ ખોલીને વાત કરે છે


માત્ર દસ જ દિવસમાં ૨૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરનારી ફિલ્મ ‘ક્રિશ ૩’ના સુપરહીરો હૃતિક રોશન માટે એવી ધારણા માંડવામાં આવતી હતી કે હવે તે હવામાં ઊડતો હશે, પણ એવું સહેજ પણ નથી. હૃતિક આજે પણ જમીન પર છે અને એક ફિલોસૉફરના અંદાજમાં જ જીવી રહ્યો છે. ફિલ્મ સુપરહિટ થયા પછી ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતી વખતે હૃતિક પોતાની તબિયતની સાથોસાથ પોતાની સફળતાની વ્યાખ્યા પણ અહીં વર્ણવે છે તો સાથોસાથ જિંદગી કઈ રીતે જીવવી જોઈએ એના વિશે પણ વાત કરે છે.

હજી પણ તને માથાનો દુખાવો છે?

હા, અત્યારે મને જબરદસ્ત પેઇન છે. અત્યારે તારી સાથે વાત કરતી વખતે પણ મને માથામાં ઝાટકા લાગી રહ્યા છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. હું પરફેક્ટ થઈ જઈશ. અત્યારે પણ મારી તબિયત પરફેક્ટ થઈ ગઈ હોત, જો મેં ડૉક્ટરની સલાહ મુજબ આરામ કરી લીધો હોત, પણ સર્જરીના થોડા સમય પછી તરત જ મારે ‘ક્રિશ ૩’ના પ્રમોશનમાં લાગી જવું પડ્યું હતું. હવે મારી પાસે દસ-બાર દિવસ છે. ‘બૅન્ગ બૅન્ગ’નું શૂટિંગ શરૂ થાય એ પહેલાં આરામ કરી લઈશ. ‘બૅન્ગ બૅન્ગ’ પછી ‘શુદ્ધિ’ પણ શરૂ થવાની છે. એ ફિલ્મ પણ હવે ઝડપથી શરૂ કરવી છે. હું નથી ઇચ્છતો કે મારી હેલ્થને કારણે પ્રોડ્યુસરને કોઈ ટેન્શન રહે.

આ બધી અડચણોમાંથી તું શું શીખ્યો?

જીવનમાં કંઈ પણ અઘટિત બને, પણ એનાથી સહેજ પણ ડરવું નહીં. તમારે જે કામ કરવાનું હોય એ કરતા રહેવાનું, કારણ કે આગળ શું થવાનું છે એના વિશે તમે કંઈ જાણતા નથી. જ્યારે મારી સર્જરી થવાની હતી ત્યારે હું ઑપરેશન ટેબલ પર પણ ગીતો ગાતો હતો. મેં નર્સને પણ મારી સાથે ગાતી કરી હતી, કારણ કે હું કોઈ જ જાતનો ડર મનમાં નહોતો રાખવા માગતો. આ પરિસ્થિતિમાં હું એ શીખ્યો છું કે જે પરિસ્થિતિ તમારા કાબૂમાં ન હોય એ પરિસ્થિતિ માટે સહેજ પણ સ્ટ્રેસ અનુભવવું નહીં. મારી અગાઉની જિંદગીમાં મને અનેક પ્રકારના ડર સતાવતા હતા, પણ હવે હું જિંદગી સમજી શક્યો છું. મને મારી જાત માટે હવે વીઆઇપી શબ્દ નહીં, પણ વીવીઆઇપી શબ્દ વાપરવો ગમશે. મને એવી વાતોનો ભય હતો કે જેનો કોઈ અર્થ નહોતો, પણ હવે મને સમજાયું છે કે ડરની લાગણીની ઉત્કંઠા હોવી જોઈએ. જો તમે વધુ ડરની અપેક્ષા રાખશો તો એ તમારાથી દૂર ભાગશે. તમે કુદરતના નિયમથી ભાગીને કંઈ જીતી નથી શકવાના. આગળ વધવાનો અર્થ એક જ છે કે તમે તમારી આજુબાજુની તમામ વાતો સ્વીકારી લો. મારું માનવું છે કે કિસ્મત એક મોજું છે. નક્કી તમારે કરવાનું છે કે એ મોજા પર સવારી કરવી કે પછી એ મોજાને તમારા પર સવાર થવા દેવું.

‘ક્રિશ ૩’ પર આવીએ, મહત્વનું શું છે? બૉક્સ-ઑફિસ પર રેકૉર્ડ બન્યો એ કે પછી ખાનનો રેકૉર્ડ તૂટયો એ...

એક પણ નહીં. મારા માટે મહત્વનું છે ફિલ્મ બનાવવાની આખી પ્રોસેસની અમે મજા લીધી છે. આ પ્રોસેસ દરમ્યાન સતત અમારા મનમાં જે જિજ્ઞાસા હતી એની અમે મજા લીધી છે. અત્યારે બિઝનેસના જે આંકડા આવી રહ્યા છે એ તો કરેલી એ યાત્રાનું પરિણામ છે. એ પણ મહત્વનું છે, ના નથી, પણ એટલું જ એનું મહત્વ છે કે એ આંકડાઓ નવું કામ કરવા માટે પીઠબળ પૂરું પાડે છે અને વધુ કંઈક સારું કરવાની પ્રેરણા આપે છે.

‘ક્રિશ ૩’ ખરેખર એક મોટું જોખમ નહોતું?

મારા મનમાં એક જ વાત હતી કે હું લઈ શકું એ ક્ષમતા સુધી મારે જોખમ ખેડવું જોઈએ. મને ખબર હતી કે મહેનત અને સફળતા વચ્ચે એક સંબંધ છે. ‘ક્રિશ ૩’ માટે જે બજેટની જરૂર હતી એ બજેટ અમે કોઈ કાળે કાઢી શકીએ એમ નહોતા અને એટલે ફિલ્મની સ્પેશ્યલ ઇફેક્ટ્સ માટે જે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX)ની જરૂર હતી એ અમે ઇન્ડિયામાં જ ડિઝાઇન કરી. અરે, અમે જ્યારે સ્ક્રિપ્ટ પર કામ કરતા હતા ત્યારે પણ અમે અનેક વખત સ્ક્રિપ્ટ પડતી મૂકવાનો પણ વિચાર કર્યો હતો. રાઇટિંગ દરમ્યાન પણ ડૅડ (રાકેશ રોશન)એ સ્ક્રિપ્ટ ત્રણથી ચાર વાર અટકાવી દીધી હતી, પણ સરવાળે અમે આગળ વધતા રહ્યા અને બ્રહ્માંડ થકી અમને સહકાર મળતો રહ્યો. આ આખી પ્રોસેસ દરમ્યાન અમારા મનમાં આછોસરખો ડર રહ્યા કરતો હતો. ફિલ્મનું બજેટ ખરેખર ખૂબ જ વધારે હતું એટલે લોકોને માત્ર ફિલ્મ ગમવી જ ન જોઈએ, પણ ફિલ્મના પ્રેમમાં પડવા જોઈએ એ અમને ખબર હતી.

સુપરસ્ટારપદ કેવું લાગે?

પ્રેમથી આપવામાં આવેલું આ એક લેબલ માત્ર છે. હું એ લેબલને માન આપું છું, પણ હકીકત તો એ જ છે કે આ એક લેબલ કે ટૅગ માત્ર છે. હું બીજાઓની જેમ જ સવારે જાગું છું અને એવી જ રીતે પ્રૉબ્લેમ પણ ભોગવું છું જે રીતે બીજા લોકો પ્રૉબ્લેમ ભોગવે છે. આ લેબલ મારી પાછળ લગાડવામાં આવ્યું છે જે મને દેખાતું નથી. જો હું આ લેબલને ગંભીરતાથી લેવા માંડું તો હું ક્યારેય આગળ વધી ન શકું.

રાકેશ રોશન પૈસાની બાબતમાં બહુ સ્માર્ટ કહેવાય છે, તું એટલો જ સ્માર્ટ છે?

હવે છું. છેલ્લાં બે-ત્રણ વર્ષમાં હું ઘણું શીખ્યો છું, જેના કારણે હવે હું પહેલાં કરતાં થોડો વધુ સ્માર્ટ થયો છું અને એ સારું જ છે કે તમે પૈસા અને બિઝનેસની બાબતમાં વધુ જાગ્રત થાઓ. પહેલાં હું સારું ઇન્વેસ્ટમેન્ટ કરતો હતો, પણ હવે હું બેટર ઇન્વેસ્ટર બન્યો છું.

પૈસા તને સુરક્ષિત હોવાની ભાવના આપે ખરા?

ના, સહેજ પણ નહીં. હું ખરેખર માનું છું કે બહારની કોઈ ચીજવસ્તુ એવી નથી કે જે તમને સુરક્ષિત હોવાની લાગણી આપી શકે, કારણ કે એ બધું કોઈના કોઈ દિવસે છૂટવાનું જ છે. સાચી સુરક્ષિત ભાવના તો એ જ છે કે તમે તમારામાં વિશ્વાસ ધરાવતા હો. મને ખબર છે કે આ અમલમાં મૂકવા કરતાં કહેવું સહેલું છે, પણ એ અમલમાં મૂકવું જોઈએ. મેં મારી ખુશી માટે બીજા પર આધારિત થવાને બદલે મારી જાત પર સ્વાવલંબી થવાનું પસંદ કર્યું છે. આ માટે બસ, તમારી પાસે સાચો હેતુ હોવો જોઈએ.

- શુભા શેટ્ટી-સાહા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK