મને ફક્ત સ્વતંત્રતા જોઈએ છે : સંજય દત્ત

સુપ્રીમ કોર્ટના ચુકાદાના ફક્ત બે દિવસ પહેલાં સંજય દત્તે આ ઇન્ટરવ્યુ દરમ્યાન  મિડ-ડે સાથે મોકળા મને ચર્ચા કરી હતી

ગેરકાયદે હથિયારો રાખવા સંદર્ભે લાંબા સમયથી અટવાઈ ગયેલા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના ફક્ત બે દિવસ પહેલાં સંજય દત્તે ‘મિડ-ડે’ સાથે તેના જીવનની મહત્વની બાબતો વિશે નિખાલસપણે ચર્ચા કરી હતી. ગોરેગામના તબેલામાં શૂટિંગ કરી રહેલા સંજુબાબા સાથેના ઇન્ટરવ્યુના કેટલાક અંશ અહીં રજૂ કર્યા છે...

આ પહેલાંના એક ઇન્ટરવ્યુમાં તમે કહ્યું હતું કે મને નામ કે દામમાં રસ નથી, ફક્ત સ્વતંત્રતામાં રસ છે.

હા, હું મારા કેસ બાબતે વાતચીત કરી રહ્યો હતો જે તમે જાણો છો. હું પ્રાર્થના કરું છું કે આ કેસ પૂરો થાય અને મને સ્વતંત્રતા મળે. અત્યારે મારા પર ઘણી બધી રોકટોક છે. એમાં પ્રવાસ માટેના નિયમોનો પણ સમાવેશ છે. મારે પ્રવાસ માટે વારેઘડીએ મંજૂરી લેવી પડે છે. આ વાતને આજે ૨૦ વર્ષ થયાં. મારી ઇચ્છા છે તેમ જ હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે હું દોષમુક્ત જાહેર થાઉં અથવા સ્વતંત્ર થાઉં. મને ફક્ત સ્વતંત્રતા જોઈએ છે.

આ બધાનો સામનો તું કઈ રીતે કરે છે?

તમારો પરિવાર અને આંગળીના વેઢે ગણી શકાય તેટલા મિત્રો તમારા પડખે ઊભા રહે છે. એના પર તમે મદાર રાખી શકો છો, પણ હું એ માટે કોઈને જવાબદાર નથી ગણતો. ઘણીબધી ઘટનાઓ ઘટી છે અને આ વિશે મારે ચર્ચા નથી કરવી.

શું પિતા બનીને તું વધુ સમજદાર બન્યો છે?

જ્યારે તમે ૪૦ વર્ષના થાઓ છો ત્યારે જીવનમાં ઘણો બદલાવ આવે છે. આ વયે વ્યક્તિ પરિપક્વ થાય છે અને જીવનને નવી રીતે જુએ છે. પરિવાર અને બાળકો હોય ત્યારે તમે એક જવાબદાર વ્યક્તિ બનો છો અને દરેક બાબતને અલગ રીતે વિચારો છો.

કામ સિવાય અત્યારે તારા મનમાં બીજું શું ચાલે છે?

કામ સિવાય સ્વાસ્થ્ય વિશે વિચારું છું.

શું તારાં બાળકો તારી ફિલ્મો જુએ છે?

શાહરાન અને ઇકરા હજી ઘણાં નાનાં છે. હા, ક્યારેક તેઓ મારી ફિલ્મો જુએ છે અને એક્સાઇટેડ થઈ જાય છે.

ત્રિશલા આજકાલ શું કરે છે?

ત્રિશલા ફૉરેન્સિક સાયન્સનો અભ્યાસ કરે છે. હું આશા રાખું કે તે એ ક્ષેત્રમાં આગળ વધે. તમે એજન્સી સાથે કામ કરીને નિર્દોષ લોકોને બચાવવાના પ્રયત્ન કરો એ મારા મતે મોટું કામ છે. મને પ્રવાસ કરવાની છૂટ ન હોવાથી હું તેને વારંવાર મળી શકતો નથી. મને તક મળે તો મારે તેને મળવું છે.

તેં છેલ્લે ધૂમ્રપાન છોડવાનો નિર્ણય લીધો હતો એમાં તને કામયાબી મળી?

હા, મેં ધૂમ્રપાન છોડવાની કોશિશ કરી. એ માટે મારે ખૂબ જ હિંમત રાખવી પડે છે, પણ મને વિશ્વાસ છે કે હું એક દિવસ જરૂર એ છોડી દઈશ.

તું તારી નવી ફિલ્મમાં પોલીસની ભૂમિકા ભજવે છે?

હા, આ ફિલ્મમાં મારી ભૂમિકા પોલીસની છે. તે એક શહેરમાં આવે છે અને પોતાના હક માટે લડે છે.

મુન્નાભાઈ ટૂંક સમયમાં શરૂ થશે?

મુન્નાભાઈને લઈને હું ખૂબ જ ઉત્સાહી છું. એ ઉપરાંત મારી પાસે રાહુલ બજાજની બે ફિલ્મો છે જે હજી સુધી જાહેર કરવામાં આવી નથી.

સંજય દત્તને કારણે આ ફિલ્મોને નુકસાન થવાની શક્યતા


સંજય દત્તને સજા થવાથી બૉલીવુડ શૉકમાં ગરકાવ છે. સંજય અત્યારે ચાર ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યો છે અને સૌથી વધુ નુકસાન ‘પુલીસગીરી’ અને ‘ઝંજીર’ને થશે.

ફિલ્મો અને એનું બજેટ : પુલીસગીરી (૪૦ કરોડ), પીકે (૧૦૦ કરોડ), ઉંગલી (૫૦ કરોડ), ઝંજીર (૪૫ કરોડ), શેર (૩૫ કરોડ), ઘનચક્કર, મુન્નાભાઈ (૧૦૦ કરોડ), હસમુખ (૧૦ કરોડ)

- અસિરા તરન્નુમ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK