આ ગુજ્જુ એક્ટર હવે ગજવશે બોલીવુડની સિલ્વર સ્ક્રીન, વાંચો EXCLUSIVE ઈન્ટરવ્યુ

ગુજરાતી બેકગ્રાઉન્ડ ધરાવતી ફિલ્મ 'મિત્રોં' રિલીઝ થઈ ચૂકી છે. નવરાત્રિ પહેલા ફિલ્મના બે ગીત પણ ધૂમ મચાવી રહ્યા છે. ગુજરાતી બેકગ્રાઉન્ડ હોય એટલે અફકોર્સ ગુજરાતીઓને આ ફિલ્મ જોવાનો ઉત્સાહ હોય જ. પણ બીજા બે સજ્જડ કારણો આ ફિલ્મ જોવા માટેના છે કે બે ધરખમ ગુજરાતી એક્ટર્સ આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યા છે. એક તો જૂના અને જાણીતા સૌના ફેવરિટ પ્રતીક ગાંધી એન્ડ ધ સેકન્ડ વન ઈઝ શિવમ પારેખ. જેકી ભગનાની અને ક્રિતિકા કામરાની 'મિત્રોં' ફિલ્મથી આ બંને અભિનેતાઓએ બોલીવુડમાં ઝંપલાવ્યું છે. ત્યારે મિડ ડેની વેબસાઈટ પર વાંચો ગુજ્જુ બોય 'દીપુ' એટલે કે શિવમ પારેખનો EXCULSIVE ઈન્ટરવ્યુ.

mitron11


પહેલી બોલીવુડ, ફિલ્મ કેવું લાગી રહ્યું છે ?

પહેલી ફિલ્મ અને પહેલીવાર સિલ્વર સ્ક્રીન પર દેખાવાનું એટલે ઉત્સાહ તો હોય જ. મારો પહેલો શોટ પ્રતીક ગાંધી અને જેકી ભગનાની સાથે હતો. પહેલી વખત બોલીવુડના સેટ પર હતો. રૂંવાડા ઉભા થઈ ગયા હતા. નીતિન કક્કરની ફિલ્મ 'ફિલ્મીસ્તાન' જોઈ હતી. એટલે તેમની સાથે કામ કરવા મળ્યું એની ખુશી હતી. પણ પહેલી વખત હતું એટલે અંદર અંદર થોડો ડર હતો. જો કે ઓવરઓલ એક્સિપિરિયન્સ સુપર્બ રહ્યો.

'મિત્રોં'માં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો ?


પહેલી ફિલ્મ હતી એટલે થોડી નર્વસનેસ હતી. પણ સેટ પર પ્રતીક ગાંધી સાથે કામ કરવાનું હતું એટલે થોડું સારુ લાગતું હતું. પ્રતીક ગાંધીની હાજરી એક કમ્ફર્ટ ઝોન હતો. તો ડિરેક્ટર નીતિન કક્કર સરે પણ સારો સપોર્ટ કર્યો. જેકી ભગનાની અને ક્રિતિકા કામરા પણ સારા ફ્રેન્ડ્સ બની ગયા. બંનેએ ક્યારેય સ્ટાર જેવી ફિલીંગ નથી આવવા દીધી અને સેટ પર ખૂબ મદદ કરી. ક્રિતીકા કામરા ભયંકર સિન્સિયર છે, તેનો કોન્ફિડન્સ પણ ગજબ છે. તો જેકી ભગનાની પણ હાર્ડવર્કિંગ છે. એટલે તેમની પાસેથી એ બાબતો શીખવા મળી.

mitron


ગુજરાતી ડ્રામામાંથી સીધી જ બોલીવુડમાં એન્ટ્રી કેમ ?

બોલીવુડમાં જવું  કે મુંબઈમાં કામ કરવું છે એવું કંઈ વિચાર્યું નહોતું. એક્ટિંગ અને મિમિક્રી સ્કૂલ ટાઈમથી જ કરતો હતો. યુથ ફેસ્ટિવલમાં પણ ભાગ લેતો. કોલેજ પછી એક્ટિંગ કરવી એવું નક્કી હતું. એટલે FTIIમાં ટ્રેનિંગ લીધી. પણ બોલીવુડમાં જ કામ કરવું છે એવું નક્કી નહોતું. સારા રોલ કરવા હતા. અને ત્યારે ગુજરાતી ઈન્ડસ્ટ્રી પણ ગ્રો થઈ રહી હતી એટલે મુંબઈના બદલે અમદાવાદને પસંદ કર્યું. પણ FTII છોડ્યાના બે વર્ષ બાદ અચાનક એક ફોન આવ્યો, એક ગુજરાતી બેકગ્રાઉન્ડની ફિલ્મ માટે અમદાવાદમાં ઓડિશન હતા. મને ઓડિશન આપવા બોલાવાયો. અને બસ આ રીતે 'મિત્રોં' મળી.

'મિત્રોં'માં તમારો રોલ શું છે ?

'મિત્રોં'માં લીડ રોલમાં જેકી ભગનાની છે, હું તેના ફ્રેન્ડના પાત્રમાં છું. જે દરેક મુસીબતમાં તેને સપોર્ટ કરે છે. ફિલ્મમાં મારો રોલ થોડો કોમિક ટાઈપનો છે. પણ છતાંય મારુ પાત્ર કેટલાક મેસેજ તો આપે જ છે. હોપ સો ફિલ્મની સાથે સાથે મારો રોલ પણ બધાને ગમશે જ.

કોઈ ગુજરાતી ફિલ્મ કેમ નહીં ?


ગુજરાતી ફિલ્મ નહોતી જ કરવી એવું નહોતું. ઈન્ડસ્ટ્રી વિક્સી રહી હતી એટલે અમદાવાદમાં કામ કરવાનું પસંદ કર્યું હતું. પણ મારે એવા રોલ કરવા હતા, જે લોકોને યાદ રહી જાય. જે ભજવવાની મને પણ મજા આવે. અને ગુજરાતી ફિલ્મમાં એવા એકેય રોલ મળ્યા નહીં એટલે એકેય ગુજરાતી ફિલ્મ કરી નહીં. હાલ એક ગુજરાતી ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે. હોપ સો ટૂંક સમયમાં જ તમને જોવા મળશે.

shivam parekh


ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે શું માનો છો ?

આજથી પાંચ વર્ષ પહેલા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જે સ્થિતિ હતી, તેના કરતા અત્યારે ઘણી સારી છે. ઈન્ડસ્ટ્રી રિવાઈવ થઈ છે. આનંદ છે. ઈન્ડસ્ટ્રી ગ્રો થઈ રહી છે. દર્શકો પણ ગુજરાતી ફિલ્મ જોવા થિયેટર સુધી આવતા થયા છે. ગુજરાતી ફિલ્મો ઓફર થઈ ચૂકી છે. ઈન્ડસ્ટ્રીમાં એક્સપિેરિમેન્ટ થઈ રહ્યા છે, પણ ઈન્ડસ્ટ્રી સાચી દિશામાં જઈ રહી છે.

પહેલી હિન્દી ફિલ્મ સુધીની સફર કેવી રહી ?

અમદાવાદ આવ્યા પછી ગુજરાતી નાટકોમાં હાથ અજમાવ્યો. આ પહેલા પણ કોલેજ કાળમાં ગુજરાતી નાટકો તો ચાલુ જ હતા. INTમાં ભજવેલા નાટક થેન્ક્યુ મિ. ગ્લાડમાં મારા પાત્ર વીરભૂષણ પટનાયક માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. પહેલા ગુરુ કબીર ઠાકોરે એક્ટિંગને કરિયર તરીકે પસંદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. વિઝન બતાવ્યું, પછી  FTIIની ટ્રેનિંગ લીધી. વળી યુથ ફેસ્ટિવલ દરમિયાન ડિરેક્ટર કબીર ઠાકોર સાથે કામ કરતા જ હતા. ફરી વખત એમની સાથે ફરી કામ શરૂ કર્યું. કાળુ એટલે અંધારું, મેક્સ એન્ડ મિલી જેવા જુદા જુદા નાટકોમાં કામ કર્યું. કેટલાક નાટકો ડિરેક્ટ પણ કર્યા. કોર્ટ માર્શલ નાટક ડિરેક્ટ કર્યું એના માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો. એટલે બોલીવુડ સુધી પહોંચવાની સફર પણ નાની નાની સફળતાઓની સીડી પરથી જ પસાર થઈ છે.

ફેવરિટ એક્ટર કોણ, જેને જોઈને શીખતા હોય ?

આમ તો બોલીવુડના જ કેટલાક એક્ટર્સની મિમિક્રીથી શરૂઆત કરી હતી. પહેલા તેમની મિમિક્રી કરતો પણ હવે એમને જોઈને શીખું છું. ઘણા બધા એક્ટર્સ પાસેથી શીખવાનો ટ્રાય કરું છું. પણ હોલીવુડના એક્ટર જોકિન્સ ફિનિક્સ મને સૌથી વધુ ઈન્સ્પાયર કરે છે. તો બોલીવુડમાં રાજકુમાર રાવ ફેવરિટ છે. પણ 'મિત્રોં'માં મારા કૉ સ્ટાર અને ધાંસુ એક્ટર પ્રતીક ગાંધી પાસેથી પણ શીખવા ઘણું મળે છે.

shivam


હવે આગામી પ્રોજેક્ટ શું છે ? ગુજરાતી કે પછી બોલીવુડ ?

ગુજરાતી ફિલ્મ પણ કરવી છે. પણ સારી કરવી છે. એક ગુજરાતી ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે. તો એક હિન્દી વેબસિરીઝ પણ ટૂંક સમયમાં અનાઉન્સ થવાની છે. જેમાં પણ હું કામ કરી રહ્યો છું. આગળ પણ બોલીવુડમાં કામ કરવું છે. પણ ભલે લીડ ન હોય. સારા રોલ કરવા છે. રોલની લંબાઈ નાની હશે તો ચાલશે પણ ઈમ્પેક્ટ ફુલ હોવા જોઈએ. એવું જ ગુજરાતી ઈન્ડસ્ટ્રી માટે પણ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK