ઇન્ટરવ્યુ : પ્રિયંકાની 'મિડ-ડે' સાથે દિલ ખોલીને વાત

ક્વૉન્ટિકો પછી વિદેશના લોકો સરિયસ્લી લેશે ભારતીય ઍક્ટરોને, મિડ-ડે સાથેની મુલાકાતમાં પ્રિયંકા ચોપડા વાત કરે છે અમેરિકન ટીવી-સિરિયલ અને ફ્યુચર પ્લાન્સ વિશે

priyanka



Priyanka Chopra



તમે પ્રિયંકાને ‘મોસમની બહાર’ કહો તો હું ‘સદાબહાર’ છું એમ કહી તમને સુધારશે. પ્રિયંકા જ્યારે અમેરિકામાં ભણી રહી હતી ત્યારે તેની જિંદગી કાંટાઓથી ભરેલી હતી. અમેરિકામાં તેણે જાતિવાદી ટિપ્પણીઓના વારંવાર ભોગ બનવું પડ્યું હતું. આજે એ જ પ્રિયંકા તેની અમેરિકન ટીવી-સિરીઝ ‘ક્વૉન્ટિકો’ના ટ્રેલર વિશે વધતી જતી ઉત્કંઠાને લીધે અમેરિકનો સામે અટ્ટહાસ્ય કરી રહી છે. પ્રિયંકાએ ‘મિડ-ડે’ને આપેલા ઇન્ટરવ્યુમાં તેના પશ્ચિમી જગતના અનુભવો, ખાનત્રિપુટી સાથે કામ કરવા વિશે અને પોતાના લગ્ન વિશે ખુલ્લા મને વાતચીત કરી હતી. આ વાતચીતના અંશો અહીં પ્રસ્તુત છે.

‘કવૉન્ટિકો’ના ટ્રેલરને મળેલી પ્રતિક્રિયા વિશે તમે શું માનો છો?

હું એથી ભાવવિભોર છું, કારણ કે મેં એની અપેક્ષા નહોતી રાખી. હું જાણું છું કે લોકોને પણ આવી આશા નહોતી. પશ્ચિમી ફિલ્મો અને ટીવીમાં ભારતીય કલાકારોને મુખ્ય ભૂમિકા નથી મળતી. ભારતીયોને સ્ટિરિયોટાઇપ્ડ ભૂમિકાઓ મળે છે. એથી મેં ‘ક્વૉન્ટિકો’ વિશે ચૂપ રહેવું પસંદ કર્યું હતું અને લોકોનો પ્રતિભાવ જોવા ટ્રેલર રિલીઝ થવાની રાહ જોઈ હતી. હું ભગવાનને પ્રાર્થના કરીને આશા રાખું છું કે આ શો એક અથવા ઘણાં કારણોસર હિટ નીવડે. 

અન્ય કારણો કયાં છે?

હું એમ નથી કહેતી કે હું ભગવાન છું, પરંતુ હું જ્યારે અમેરિકામાં ભણતી હતી ત્યારે મેં જાતિવાદનો સામનો કર્યો છે. જે જહાજમાં હું અમેરિકા આવી હતી એમાં જ પાછા જવાની સલાહ આપવામાં આવી હતી. મને બ્રાઉની કહેવામાં આવતી હતી. જોકે બધા જ આવો વ્યવહાર નહોતા કરતા, પરંતુ સ્કૂલમાં એક ગ્રુપ હતું જે મને હેરાન કરતું હતું. જ્યારે આ હેરાનગતિ અસહ્ય થઈ ગઈ ત્યારે મેં વચ્ચેથી સ્કૂલ છોડી દીધી હતી અને હું ભારત આવી ગઈ હતી. એથી જ્યારે મેં ફરી અમેરિકામાં કામ કરવું શરૂ કર્યું ત્યારે મારી સાથે અગાઉ જે થયું હતું એનું પુનરાવર્તન ન થાય એની મેં તકેદારી લીધી હતી. હું એક ઍક્ટર છું અને મારું કામ ગંભીરતાથી લેવાવું જોઈએ, ભારતીય ટૅલન્ટને માન મળવું જોઈએ અને મને જે તક મળી એ માટે આભારી છું. એથી આ કારણ ઘણું અંગત છે.

પશ્ચિમમાં જ્યાં ઘણા લોકો નિષ્ફળ ગયા છે ત્યાં તમે તમારી આગવી છાપ છોડી છે. તમે આ ફરક કેવી રીતે કર્યો?

મેં એટલું જુદું કર્યું છે કે મેં મારું વ્યક્તિત્વ જાળવી રાખ્યું છે અને મને ‘ભારતીય’ના બીબામાં ઢાળે એવી તમામ ઑફરો મેં નકારી છે. મારે એવી સુંદર, જાજરમાન રાજકુમારી નહોતું થવું કે જે હાથી પર સવારી કરતી હોય. મને ભારતને લગતા લાક્ષણિક પ્રશ્નો વારંવાર પુછાતા હતા. જેવા કે ‘શું તમે ભારતમાં હાથી પર સ્કૂલે જાઓ છો?’ અમેરિકનોની ભારતીયો વિશેની છાપ હાસ્યાસ્પદ છે. જ્યારે ‘ક્વૉન્ટિકો’ની વાટાઘાટો થઈ ત્યારે મેં મારા એજન્ટને સ્પષ્ટ કહ્યું હતું કે મારા માટે એક અભિનેત્રી તરીકે જાતિવાદ વગરની સ્ક્રિપ્ટ શોધજો. આ સ્ક્રિપ્ટને મારી જાતિ, દેશ, રંગ કે ધર્મ સાથે કોઈ લેવાદેવા ન હોવી જોઈએ અને એજન્ટે ખરેખર એવી જ સ્ક્રિપ્ટ શોધી છે. ‘ક્વૉન્ટિકો’માં હું હાફ અમેરિકન અને હાફ ભારતીય ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એજન્ટનો રોલ કરું છું. આ એક સારો મહિલા કેન્દ્રિત રોલ છે.

ટ્રેલરમાં એક ગરમ સેક્સ-સીન ચર્ચામાં રહ્યો છે. તમને આ સીન કરતાં મુશ્કેલી નડી હતી?

આ સેક્સ્યુઅલ રોલ નથી. આ સીનમાં મારા ઘૂંટણનો એક શૉટ છે. એક કારનો શૉટ છે અને એક જૅક (મૅક્લૉફલિન)નો શૉટ છે. બસ એટલું જ. અમારે એ એક વાર્તા તરીકે દર્શાવવાનું હતું અને એનો અમે સુંદર રીતે રસ્તો કાઢ્યો હતો અને મારે કાંઈ કરવું નહોતું પડ્યું. અમારે એ દર્શાવવું હતું કે મારું પાત્ર બિન્દાસ છે અને પુરુષોને દાદ દેતું નથી. સામાન્ય રીતે જે રીતે પુરુષો મહિલાઓ સાથે વર્તન કરે છે એ જ રીતે આ પાત્ર પુરુષો સાથે વર્તન કરે છે. આ દર્શાવવું અગત્યનું હતું. જ્યાં સુધી અંગત સંકોચનો સવાલ છે મારે કાંઈ કરવું નહોતું પડ્યું. આ ટીવી-સિરીઝમાં મેં જે કર્યું છે એનાથી ઘણું વધારે ભારતીય ફિલ્મોમાં કરવું પડે છે.

તમારી આવનારી ફિલ્મ ‘દિલ ધડકને દો’માં તમારા પાત્રની સૌથી રસપ્રદ બાબત કઈ છે?

હું આયેશાના પાત્રને પ્રેમ કરું છું, કારણ કે તે નાજુક, સંવેદનશીલ અને તેજસ્વી છે. તે હંમેશાં જીતવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેના પિતાનો અભિપ્રાય તેને માટે જરૂરી છે. મેં ઘણા વખતથી આવી યુવતીનું પાત્ર અદા નથી કર્યું. મારા અને આયેશાના ગુણો મળતા આવે છે.

એથી આ તમારી અંગત જિંદગીની ઘણી નજીક છે?

હું જે અંગત જીવન જીવું છું એની ઍક્ટિંગ નથી કરતી. મેં મારી કારકિર્દીમાં જુદી-જુદી વ્યક્તિઓના રોલ કર્યા છે. એથી ખરેખર હું કોણ છું એની મને ખબર નથી. કદાચ હું ઍક્ટિંગ કરવી છોડી દઉં પછી મને ખબર પડે કે હું કોણ છું?

શું ખાનત્રિપુટી સાથે તમે ફરી કામ કરશો?

આ પ્રશ્ન તમારે ખાનત્રિપુટીને કરવો જોઈએ. મને ક્યારેય નથી લાગ્યું કે મારે કોઈ ચોકક્સ વ્યક્તિ સાથે કામ કરવું જોઈએ. હું ભાગ્યશાળી છું કે મને કામ કરવા માટે આટલાબધા વિકલ્પો મળે છે. ઍક્ટરને કાસ્ટ કરવાનો હક પ્રોડ્યુસર અને ડિરેક્ટરને છે અને ઍક્ટરો પ્રોડ્યુસરો અને ડિરેક્ટરોને પસંદ નથી કરી શકતા.

એવી વાતો મળી છે કે તમે ‘ડૉન ૩’માં પણ કામ કરશો.

મને જાણ નથી કે અત્યારે ફરહાન અખ્તર ‘ડૉન ૩’ બનાવવાના છે.

તમારી પાસે એક સ્ત્રીને જોઈએ એટલું ઘણુંબધું છે, પરંતુ તમારા બાયોડેટામાં લગ્ન નથી. તમે ક્યારે લગ્ન કરશો?

કોઈ જાણતું નથી કે એક સ્ત્રીને શું જોઈએ? જો તમને જાણ હોય તો તમે પુષ્કળ પૈસા કમાશો. ભગવાનની દયાથી મારી પાસે ઘણું કામ છે. લગ્ન સ્વર્ગમાં નક્કી થતાં હોય છે અને હું એમાં દૃઢપણે માનું છું. મને જાણ છે કે ક્યાંક કોઈ મારા માટે બન્યું છે. જ્યારે યોગ્ય સમય આવે ત્યારે વિધાતા નક્કી કરે એ પ્રમાણે થશે, ત્યાં સુધી આરામથી જિંદગી જીવો અને એને માણો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK