કિસિંગથી ફિલ્મજગતને દૂષિત કવાનો ઈમરાન પર આરોપ!!!

અંતે સિરિયલ કિસરના ઉપનામથી આગળ પણ બૉલીવુડમાં ઓળખાણ મળી શકી છે એનાથી ઘણો સંતુષ્ટ હોવાનું ઇમરાન હાશ્મી સ્વીકારે છે

 

imran-hasmiઇમરાન હાશ્મી અત્યારે બૉલીવુડના ‘સિરિયલ કિસર’માંથી ‘કૉમનમેન્સ સ્ટાર’ની ઓળખાણ મેળવવામાં સફળ થયો છે. ‘વન્સ અપૉન અ ટાઇમ ઇનમુંબઈ’, ‘મર્ડર ૨’ અને ‘ધ ડર્ટી પિક્ચર’ની સફળતા બાદ અને આગામી સમયમાં આવનારી ફિલ્મોની વ્યસ્તતાને કારણે આ ઍક્ટર હવે બૉલીવુડમાં પોતાનું અલગ અને મજબૂત સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. ૪ મેએ ‘જન્નત ૨’ અને ત્યાર પછી ‘શાંઘાઈ’ સાથે ફરી નવી ઇમેજ સાથેની ફિલ્મ કરનારો ઇમરાન અત્યારે તેની ‘રાઝ ૩’ના શૂટિંગમાં વ્યસ્ત છે અને ત્યાર પછી વિદ્યા બાલન સાથેની કૉમેડી ‘ઘનચક્કર’ અને વિશાલ ભારદ્વાજની ‘ડાયન’માં કામ કરનારો તથા શનિવારે ૩૩ વર્ષ પૂરાં કરનારો આ કલાકાર પોતાની બૉલીવુડની સફરને ઘણા ઉતાર-ચડાવવાળી ગણાવે છે.

 

મહેશ-મુકેશ ભટ્ટના પ્રોડક્શન હાઉસ ઉપરાંત અન્ય જાણીતા ફિલ્મમેકર્સ દ્વારા પણ થતી ઑફર્સ વિશે તેણે કહ્યું હતું કે ‘હું ખુશ છું કે જુદા-જુદા પ્રોજેક્ટ્સ સાથે ડિરેક્ટર-પ્રોડ્યુસર મને ઑફર કરી રહ્યા છે. હું એક પરંપરાગત ઍક્ટર ન હોવાને કારણે શરૂઆતમાં મને ઘણી મુશ્કેલીઓ થઈ હતી. અલગ અને વિશેષ હોય તેને હંમેશાં આલોચનાનો સામનો તો કરવો જ પડતો હોય છે. મને જોકે એમાં જ ખુશી મળતી હતી. દસ વર્ષ પહેલાં ઑનસ્ક્રીન કિસિંગ પ્રત્યે ઘૃણા હતી અને હું ફિલ્મજગતને દૂષિત કરી રહ્યો છું એવા આરોપ પણ મુકાતા હતા, પણ હવે દરેક કલાકાર એ પ્રકારના સીન કરી રહ્યો છે.’

 

બીજા ફિલ્મમેકર્સ સાથેના અનુભવ વિશે તેણે કહ્યું હતું કે ‘મેં હજી વિશાલ ભારદ્વાજ સાથે કામ શરૂ નથી કર્યું, પણ દિબાકર બૅનરજી તમને અલગ પ્રકારની ચૅલેન્જ ફેંકવામાં માનનારો ડિરેક્ટર છે. મને આજ સુધી શાંત, પણ આક્રમક અંદાજમાં પસંદ કરનારા લોકોને ‘શાંઘાઈ’માં સરપ્રાઇઝ મળશે. રાજકુમાર ગુપ્તા (‘ઘનચક્કર’નો દિગ્દર્શક) જબરદસ્ત ટૅલન્ટ ધરાવનારો ડિરેક્ટર છે.’

 

ક્રિટિક્સ દ્વારા પણ તેની વાહવાહી થઈ રહી છે એ વિશે તેણે કહ્યું હતું કે ‘હું ક્રિટિકના રિવ્યુ વાંચતો નથી. ખરાબ રિવ્યુ હોવા છતાં ઘણી ફિલ્મો બૉક્સઑફિસ પર સફળ રહી છે. મારા માટે જનતાનો રિવ્યુ વધુ મહત્વનો છે.’

 

ફિલ્મ સફળ થતાં તે વધુ રકમ માગી રહ્યો છે એના બચાવમાં ઇમરાને કહ્યું હતું કે ‘હું મારી લાયકાતથી વધુ ક્યારેય નથી માગતો. પ્રોડ્યુસર કે ડિસ્ટિÿબ્યુટર જ્યારે ખોટમાં જતા હોય ત્યારે હું મારા ખિસ્સા ભરવામાં નથી માનતો. હું માત્ર પૈસા માટે ખરાબ ફિલ્મ ક્યારેય નહીં કરું.’

 

- મૌલી સિંહ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK