બૉલીવુડની લેટેસ્ટ આઇટમગર્લને હવે લવ-સીનથી નથી કોઈ પ્રૉબ્લેમ

ચિત્રાંગદા સિંહ જોકરના પોતાના સૉન્ગ ‘આઇ વૉન્ટ ફક્ત યુ’ના શબ્દોમાં થયેલા ફેરફારથી નાખુશ છે

 

 

 

(ઇન્ટરવ્યુ)

 

ડિરેક્ટર સુધીર મિશ્રાની ‘હઝારોં ખ્વાહિશેં ઐસી’થી બૉલીવુડમાં પ્રવેશનારી ચિત્રાંગદા સિંહ પહેલાં તો ટીવીની જાહેરાતો અને આઇટમસૉન્ગ કરવાની ચોખ્ખી ના પાડી દેતી હતી, પણ છેલ્લા કેટલાક સમયથી તેનો અભિગમ બદલાઈ ગયો છે. કરીઅરના પ્રારંભમાં આર્ટ ફિલ્મની હિરોઇનનું લેબલ ધરાવતી ચિત્રાંગદા હવે ‘દેસી બૉય્સ’માં ગ્લૅમરસ રોલમાં દેખાય છે. સુધીર મિશ્રાની ‘ઇનકાર’માં અજુર્ન રામપાલ સાથે તે હૉટ સીન ભજવે છે અને ડિરેક્ટર શિરીષ કુંદરની ‘જોકર’માં વિવાદાસ્પદ થઈ જાય એવું સુપરહૉટ આઇટમસૉન્ગ પણ કરે છે.

 

તું એકાએક કઈ રીતે આઇમટસૉન્ગ કરવા તૈયાર થઈ ગઈ?

 

હું શું કામ આઇટમસૉન્ગ ન કરું? નવી વસ્તુ ટ્રાય કરવામાં વાંધો શું છે? હું દિલ્હીમાં હતી ત્યારે મને ફારાહ ખાનનો ફોન આવ્યો અને તેમણે આ આઇટમસૉન્ગ કરવાની ઑફર મૂકી. મને આ ગીત ગમ્યું અને પાંચ દિવસમાં તો એને શૂટ પણ કરી નાખ્યું.

 

તને ખબર છે કે આ ગીતના શબ્દો બદલવાની ફરજ પડી છે?


હા, મને ખબર છે. જોકે મને એ નથી સમજાતું કે વિવાદ શું કામ છે? હું જ્યારે આઇફા અવૉર્ડ્સનું સંચાલન કરતી હતી ત્યારે મને કો-હોસ્ટ શાહિદે જાણ કરી હતી કે ‘ફક્ત’ મરાઠી શબ્દ છે જેનો અંગ્રેજી મતલબ થાય છે ‘ઓન્લી’ અને મુંબઈમાં એનો ભરપૂર ઉપયોગ થાય છે. જોકે હવે ગીતના શબ્દો ‘આઇ વૉન્ટ ફક્ત યુ’ને ‘આઇ વૉન્ટ જસ્ટ યુ’ કરી નાખવામાં આવ્યા છે.

 

તેં ‘દેસી બૉય્સ’ બૉલીવુડની હિરોઇનના પરંપરાગત માળખામાં બંધ બેસવા માટે કરી?


જ્યારે કોઈ હિરોઇન પોતાની ઇમેજને તોડવા માટે ઇમેજથી અલગ હોય એવું કાંઈક કરે ત્યારે એના વિશે આવું ધારી લેવામાં આવે એ બહુ સામાન્ય છે. એ વાતનો કોઈ ઇનકાર નથી કે મને ‘હઝારોં ખ્વાહિશેં ઐસી’નું મારું કામ આજે પણ બહુ ગમે છે. હું જો આવું જ કામ કરતી રહું તો પછી ટાઇપકાસ્ટ થઈ જઈશ. હું આવું ન થઈ જાય એના પ્રયાસ કરી રહી છું.

 

શું તું ફરી સુધીર મિશ્રા સાથે કામ કરવા તૈયાર છે?


તેમની સાથે કામ કરવાની તક મળે એ આનંદની સાથોસાથ ગર્વ લેવા જેવી વાત છે. તેઓ એવા ડિરેક્ટર છે જેના પર પર્ફોર્મન્સ ઓરિયેન્ટેડ રોલ કરતી વખતે પૂરેપૂરો ભરોસો મૂકી શકાય.

 

શું તું ‘ઇનકાર’માં અજુર્ન રામપાલ સાથે બોલ્ડ સીન કરતી વખતે સાહજિક હતી?


બિલકુલ. આ દૃશ્યો ફિલ્મનો મહત્વનો હિસ્સો છે અને એનું શૂટિંગ બહુ કલાત્મક રીતે કરવામાં આવ્યું છે. હું તદ્દન સાહજિક હતી, કારણ કે શૂટિંગ વખતનો દરેક સ્પર્શ પહેલાંથી પ્લાન કરવામાં આવેલો હતો અને એ પહેલાં નાનામાં નાની ટેક્નિકલ ડીટેલની ચર્ચા કરવામાં આવી હતી.

 

શું તું ટીવી-શો હોસ્ટ કરવાની છે?


ના, મારું એવું કોઈ જ આયોજન નથી.

 

તું ઘર અને કરીઅર બન્ને કઈ રીતે મૅનેજ કરે છે?


હું બન્ને કરી લઉં છું, કારણ કે હું સુપરવુમન છું. દરેક કામ કરતી વ્યક્તિએ સમયનું મૅનેજમેન્ટ તો કરવું જ પડે. મારા પણ સારા દિવસો અને ખરાબ દિવસો હોય છે. ક્યારેક મને બહુ સારું લાગે છે તો ક્યારેક હું બહુ હતાશા અનુભવું છું. અંતે તો હું જે કામ કરું છું એ કામ મને બહુ ગમે છે એટલે કોઈ સમસ્યા નથી થતી.

 

તું સ્ક્રિપ્ટમાં શું જુએ છે?


મને એવી વાર્તા ગમે છે જેમાં સામાન્ય લોકોની વાત હોય. વાર્તામાં બધું પૉઝિટિવ કે નેગેટિવ ન હોવું જોઈએ અને વાર્તાના કૅરૅક્ટરમાં પણ રિયલ જગતનાં પાત્રોની જેમ મહત્વાકાંક્ષા અને નબળાઈઓ હોવી જોઈએ.

 

આઇફા - IIFA = ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK